રાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 7 જિલ્લાને આપ્યું ઓરેન્જ એલર્ટ !

WhatsApp Group Join Now

આજની આગાહી 2024 : હાલમાં દક્ષિણ ઓડિશા માં એક સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે રાજ્યમાં 5 દિવસ અસર જોવા મળશે, રાજ્યના  કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક ઝોનમાં ભારે તો ક્યાંક છુટ્ટા છવાયા વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 14 જેટલા જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સાત જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તથા ભારે વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યના દક્ષિણ ભાગના સાત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે, જેમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, તથા વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે 7 જિલ્લાને આપ્યું ઓરેન્જ એલર્ટ !

સૌરાષ્ટના અમરેલી અને ભાવનગર જિલ્લાના સ્થળો પર આજે ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. દમણ અને દાદરા નગર હવેલી ના છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ પડી શકે છે, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ ની શક્યતા ના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

અંબાલાલ પટેલએ નવરાત્રી દરમિયાન ભારે વરસાદ ની આગાહી કરી !

હવામાનના એક્સપર્ટ અંબાલાલ પટેલએ નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરી છે, અંબાલાલ ની આગાહી અનુસાર નવરાત્રિના રાસ ગરબાની રમઝટ વચ્ચે મેઘરાજા વિઘ્નરૂપ બનશે. હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ એ નવરાત્રી દરમિયાન વરસાદની ની આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઇન્ડિયન બેંક ભરતી : બેન્ક માં 300 થી પણ વધારે જગ્યા ઉપર આવી મોટી ભરતી, જાણો અરજી કરવાની પ્રક્રિયા 

જ્યારે બીજી તરફ અમદાવાદમાં વરસાદ બંધ થતાં તાપમાનનો પારો ઊંચો ચડી રહ્યો છે જેના કારણે અમદાવાદમાં કાળજાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસ ની અંદર તાપમાનનો પારો પાંચ ડિગ્રી વધ્યો છે. આગામી ત્રણ દિવસની અંદર અમદાવાદમાં હળવેથી માધ્યમ વરસાદ વરસી શકે છે.

કેટલાક ડેમ ઓવરફ્લો

ભારે વરસાદના પગલે રાજ્યના કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. ભારે તેમજ સારા વરસાદના પગલે ગુજરાતના 207 પૈકી 110 જળાશયો છલોછલ થયા છે, જેમાંથી કચ્છ અને સૌરાષ્ટ્ર ના 94 જળાશયો સંપુર્ણ રીતે ભરાઈ ગયા છે. જ્યારે ઉતર ગુજરાતનો એક ડેમ, દક્ષિણ ગુજરાત ના નવ, મધ્ય ગુજરાતના છ ડેમ છલોછલ થયા છે.

પાણીથી ભરપુર આવકથી ગુજરાતના 152 જળાશયો હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજ્યના 90 ટકાથી વધુ ભરાયેલા 131 જેટલા જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 80 થી 90 ટકા જેટલાં ભરાયેલા 15 જળાશયો એલર્ટ પર છે જ્યારે 70 થી 80 ટકા જેટલા છ જલાશ્યો ને warning આપવામાં આવી છે.

વધુ વાંચો :-

Leave a comment