આજનું હવામાન : ગુજરાત રાજ્ય માટે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી 

આજનું હવામાન : ગુજરાત રાજ્ય માટે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી 

WhatsApp Group Join Now

આજનું હવામાન :- નમસ્કાર મિત્રો ગુજરાત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ગુજરાતમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા ભારે વરસાદની શક્યતાઓ છે, અત્યારના સમયમાં વરસાદની મજબૂત સિસ્ટમ બની રહી છે, જેને પગલે અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ હવામાન વિભાગે આગામી 30 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે.

આજનું હવામાન : ગુજરાત રાજ્ય માટે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી 

આજનું હવામાન : આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

આજનું હવામાન વિશે જાણો :- મિત્રો બીજી તરફ હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગૌસ્વામી એ પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમને જણાવ્યું છે કે આગામી 48 કલાક હજુ પણ ભારે વરસાદ આવે તેવી શક્યતા છે, તેમના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમનો ઘેરાવો થવાના પગલે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે, મીઠું આજે આ સિસ્ટમની કચ્છ ઉપર વધારે અસર થશે તેવું પણ તેમણે જણાવ્યું છે. જેને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, પરંતુ સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ પાટણ અને બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદનું અનુમાન તેમણે લગાવ્યું છે.

એક તરફ ગુજરાતમાં વરસાદ બંધ જ નથી થતું અને બીજી તરફ હવામાન નિષ્ણાતો નવી આગાહીઓ વિશે જણાવી રહ્યા છે કે આવનારા સમયમાં પણ વધુ વરસાદ પડશે, ત્યારે આવા સમયમાં લોકો ખૂબ જ ચિંતિત છે. કારણકે અત્યારના સમયમાં ગુજરાતના અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે. તેમ છતાં પણ વરસાદ હજી રોકાવાનું નામ નથી લેતો. એટલા માટે કોઈપણ લોકોને નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા પણ પહેલેથી ચેતવણીઓ આપવામાં આવતી હોય છે અને જ્યાં પણ ભારે વરસાદ હોય ત્યાં સરકાર દ્વારા લોકોને મદદ કરવામાં આવતી હોય છે.

આમ જો મિત્રો તમે દરરોજે વરસાદ વિશે નવી અપડેટ મેળવવા ઈચ્છતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરી લો, કારણ કે ત્યાં તમને સૌપ્રથમ વરસાદને લગતી માહિતી જાણવા મળશે.

વધુ વાંચો:-

Leave a comment