Adhar Card Download I આધાર કાર્ડ ડાઉનલોડ કરતાં શીખો મોબાઇલ દ્વારા માત્ર 2 મિનિટ ની અંદર

WhatsApp Group Join Now

આધાર કાર્ડ ડાઉનલોડ :- અત્યારના સમયમાં ભારતના દરેક નાગરિકો માટે આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનું દસ્તાવેજ બની ગયું છે કોઈપણ સમયે તમારું આધાર કાર્ડ હાથમાં રાખવું એ અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી હોય છે, આપણું આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનું દસ્તાવેજ છે એટલા માટે કે ક્યારે ક્યાંય ખોવાઈ જાય તે નુકસાનકારક બની શકે છે,

આપણે આધાર કાર્ડને સાથે રાખવું પણ જરૂરી હોય છે એવા સમયમાં જો તમે તમારું આધાર કાર્ડ ની કોપી ઓનલાઇન મોબાઇલમાં રાખો તો તે તમને ખૂબ જ ઉપયોગી થતું હોય છે, શું મિત્રો તમે પણ તમારા આધાર કાર્ડ અને મોબાઇલ માં ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો, આ લેખમાં અમે તમને માહિતી આપવાના છીએ કે આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું.

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે શું આવશ્યક છે?

જો મિત્રો તમારે તમારા આધાર કાર્ડ ને મોબાઇલમાં ડાઉનલોડ કરવું હોય કે તમારા મોબાઇલમાં આધાર કાર્ડ ની કોપી રાખવી હોય તો તેના માટે તમારે સૌ પ્રથમ તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે, કારણકે મોબાઈલ નંબર લીંક ન હોય તો તમે તમારું આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકતા નથી.

જો કદાચ તમને એક ખબર નથી કે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લીંક છે કે નહીં તો તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ દ્વારા જ જાણી શકો છો કે તમારા આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લીંક છે કે નથી.

Adhar Card Download I આધાર કાર્ડ ડાઉનલોડ કરતાં શીખો મોબાઇલ દ્વારા માત્ર 2 મિનિટ ની અંદર

આધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું ?

જે પણ લોકો પોતાનું આધાર કાર્ડ મોબાઈલ માં પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા ઈચ્છે છે તે નીચે આપેલી પ્રોસેસ દ્વારા બહુ જ સરળતાથી પોતાના આધાર કાર્ડ અને મોબાઇલમાં ડાઉનલોડ કરી શકે છે, જો તમે નીચે આપેલી પ્રોસેસને ધ્યાનથી વાંચીને અને સમજીને આધારકાર્ડને ડાઉનલોડ કરશો તો તમને બહુ જ સરળ રીતથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

  • સૌપ્રથમ તમારે આધાર કાર્ડ મેળવવા માટેની અધિકારીક વેબસાઈટ ઉપર જવાનું છે,
  • https://eaadhaar.uidai.gov.in/ આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટેની આ અધિકારિક વેબસાઈટ છે.
  • ઉપર આપેલી વેબસાઈટનું હોમપેજ ઓપન કરો ત્યારબાદ “આધાર ડાઉનલોડ કરો” વિકલ્પને પસંદ કરવાનો છે.
  • હવે તમે તમારા આધાર કાર્ડની અલગ અલગ ત્રણ રીતે દ્વારા ડાઉનલોડ કરી શકો છો.
    1. આધાર કાર્ડ નંબર દ્વારા દ્વારા તમારા મોબાઇલમાં તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
    2. જો તમારી પાસે નોંધણી નંબર હોય તો આધાર કાર્ડ મેળવવા માટે એક પદ્ધતિ સંબંધનો ઉપયોગ કરીને તેને ડાઉનલોડ કરી શકો છો.
    3. વી.આઈ.ડી એક વૈકલ્પિક પદ્ધતિ છે જેના દ્વારા પણ તમે તમારા આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.
  • હવે તમારે આ ત્રણ વિકલ્પોમાંથી આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરવાનો છે.
  • ત્યારબાદ તમારે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે.
  • હવે તમારે વેરિફિકેશન માટે કેપચા કોડ નાખીને ઓટીપી નું ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરવાનું છે.
  • ત્યારબાદ તમારા મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેને તમારે સબમીટ કરવાનો રહેશે. ( અહીં તમને તમારા મોબાઈલ નંબરના પાછળના દેખાતા હશે જેના દ્વારા તમને ખબર પડશે કે તમારો કયો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે.)
  • ત્યારબાદ તમે તમારું એ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો જે તમારા મોબાઈલમાં પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ થઈ જશે.

તમે ડાઉનલોડ કરેલા આધાર કાર્ડની ઓપન કરવા માટે તમારે એક પાસવર્ડ દાખલ કરવો પડશે, એ પાસવર્ડ આધારકાર્ડમાં જે વ્યક્તિનું નામ છે તે વ્યક્તિના નામના આગળના ચાર અક્ષર કેપિટલમાં લખવાના છે અને તેનો જન્મ જે વર્ષમાં થયો છે તે વર્ષ લખવાનું છે, આ લખ્યા બાદ તમારું આધાર કાર્ડ તમારી સમક્ષ આવી જશે.

આ વાંચો:- જો હજુ પણ ચૂંટણી કાર્ડ ના હોય તો આ રીતે 2 મિનિટમાં ડાઉનલોડ કરો, જાણો સંપૂર્ણ માહિતી

આધારકાર્ડ અપડેટ કઈ રીતે કરવું?

જો તમે તમારા આધાર કાર્ડ ની અપડેટ કરવા માંગતા હોય તમે તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિના દસ્તાવેજો ની મદદ થી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.

ઉપર જે વેબસાઈટ આપેલી છે તે વેબસાઈટ ને ફરીવાર તમારે ઓપન કરવાની છે.

જો તમે આધાર કાર્ડ ની અપડેટ કરવા માંગતા હોય તો તમારે આધાર અપડેટ નો વિકલ્પ પસંદ કરવાનો છે.

ત્યારબાદ જો તમે તમારા આધાર કાર્ડ માં એડ્રેસ અપડેટ કરવા માંગતા હોય તો એડ્રેસ અપડેટ નો વિકલ્પ પસંદ કરો.

હવે જો તમારી પાસે તમારો પોતાનો દસ્તાવેજ નથી તો એડ્રેસ અપડેટ માટે એડ ઓફ ફેમિલી નો આધાર નંબર દાખલ કરી શકો છો.

ત્યારબાદ તમારે રિલેશનશિપ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે પછી એડ્રેસ અપડેટ કરવા માટે જે પણ ફ્રી ચૂકવવાની હોય તે તમારે ચૂકવવી પડશે.

ત્યારબાદ સર્વિસ બેસ્ટ નંબર એચ ઓ એફ ને મોકલવામાં આવશે અને આધાર પોર્ટલમાં લોગીન કરીને 30 દિવસની અંદર તેને મંજૂરી આપવામાં આવતી હોય છે.

જો 30 દિવસની અંદર મંજૂરી ના મળે તો વિનંતીને નકારી કાઢવામાં આવતી હોય છે તેવું ગણી શકાય છે.

આ વાંચો :- E olakh – જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમાં

FAQ

1. શું આધાર કાર્ડ અને ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે? 

⇒ હા મિત્રો તમે તમારા આધાર કાર્ડ ની ઉપર બતાવેલી પ્રોસેસ દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.

2. નવું આધાર કાર્ડ કઢાવવા માટે શું જોઈએ?

⇒ પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશનકાર્ડ, જો વ્યક્તિ 18 વર્ષથી વધારે ઉંમરનો હોય તો પાનકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ. 

3. આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?

⇒ આધાર કાર્ડને મોબાઈલ માં ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ.

 

વધુ જાણો:- મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખમાં આધાર કાર્ડ ને લગતી ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈએ છીએ જો આધાર કાર્ડ ને લગતો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો, જો હજી સુધી તમે અમારા whatsapp ગ્રુપમાં જોઈન ના થયો હોય તો અત્યારે જ જોઈન થઇ જાવો.

Join WhatsApp Group 

1 thought on “Adhar Card Download I આધાર કાર્ડ ડાઉનલોડ કરતાં શીખો મોબાઇલ દ્વારા માત્ર 2 મિનિટ ની અંદર”

Leave a comment