ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના :- નમસ્કાર મિત્રો ગુજરાતમાં એવા ઘણા વિદ્યાર્થીઓ જે ભણવા તો માંગે છે પરંતુ તેમની એટલી સ્થિતિ સારી નથી કે તે સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકાર તમને ભણવા માટે ઘણી બધી શિષ્યવૃત્તિ યોજના આપતી હોય છે પરંતુ તમને એ યોજના વિશે માહિતી નથી હોતી જેના કારણે તમે એ યોજના નો લાભ નથી લઈ શકતા.
આજના આ લેખમાં અમે તમને ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ આ શિષ્યવૃત્તિ યોજના અંદર જે પણ વિદ્યાર્થીઓ ગરીબ છે અને ભણવાની છે તેમને સરકાર દ્વારા 19,000 થી લઈને 90,000 સુધી ની આર્થિક સહાય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે આ યોજનાનો લાભ કોને મળી શકે છે અને કઈ રીતે આ યોજનાનો લાભ મળવાનો છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના લેખમાં મેં તમને આપવાના છીએ.
જો મિત્રો તમે પણ એક વિદ્યાર્થી છો અને આ ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના નો લાભ લેવા માંગો છો તો મિત્રો તમારી આ લેખને અંત સુધી જરૂરથી વાંચવાનો છે અમે તમને આ લેખમાં સંપૂર્ણ આ શિષ્યવૃત્તિ યોજના વિશે માહિતી આપવાના છીએ તેના સિવાય પણ તમને આ શિષ્યવૃત્તિ યોજના વિશે ઘણું બધું જાણવા મળવાનું છે.
ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના નો ઉદ્દેશ્ય શું છે?
જે પણ વિદ્યાર્થીઓ ગરીબી રેખા નીચે જીવે છે અને તે વિદ્યાર્થી સારું શિક્ષણ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને આગળ ભણવા માંગે છે તેમને આ શિષ્યવૃત્તિ યોજનાનું લાભ મળી શકે છે આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સરકાર દ્વારા તેમની ભણવા માટે 90,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે જેના દ્વારા કોઈપણ વિદ્યાર્થી કોઈ પણ ફિલ્ડમાં સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.
ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા
- જે પણ વિધાર્થી આ યોજનાનો લાભ લેવાય છે તે ગુજરાતનો નિવાસી હોવો જરૂરી છે.
- આ યોજનાનો લાભ ઓબીસી જાતી, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.
- જે પણ વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવાય છે તેમના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ થી વધારે ન હોવી જોઈએ.
- જે પણ વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિનું લાભ લેવાય છે તેમની પાસે પોતાનું બેંક ખાતું હોવું જરૂરી છે. બેન્ક એકાઉન્ટ તેમના આધાર કાર્ડ થી લિંક જરૂરી છે.
- વિદ્યાર્થી સ્નાતક યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારનો કોર્સ કરતો હોવો જરૂરી છે, તેમને આ શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
આ વાંચો:- ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટ માં, તમને મળશે 3000 રૂપિયા જાણો કઈ રીતે મળશે પૈસા?
ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે આવશ્યક દસ્તાવેજ
- આધારકાર્ડ
- દસમા ધોરણની માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- બેન્ક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે ફોર્મ કઈ રીતે ભરવું?
જે પણ વિદ્યાર્થીઓ આ ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા ઇચ્છે છે તેમને સૌ પ્રથમ આની અધિકારિક વેબસાઈટ ને ઓપન કરવાની છે.
આ શિષ્યવૃત્તિ યોજના ની અધિકારિક વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.
સૌપ્રથમ આ વેબસાઈટ નું હોમ પેજ ઓપન કરો ત્યાં તમને શિષ્યવૃતિ નો ઓપ્શન મળે તેના ઉપર ક્લિક કરો.
ત્યારબાદ શિષ્યવૃત્તિ યોજના ને પસંદ કરો એટલે કે એ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના ઉપર ક્લિક કરો.
તમારે ત્યાં આવશ્યક માહિતી ભરવાની રહેશે જે તમે મોબાઈલ દ્વારા કરી શકો છો,
નીચે “અરજી સબમીટ કરો” ઓપ્શન મળશે તેના ઉપર ક્લિક કરો.
ત્યારબાદ તમારી અરજી ત્યાં ઉમેરાશે અને તમને એક અરજી નંબર આપવામાં આવશે.
તો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે તમારું ફોર્મ ભરી શકો છો, વિદ્યાર્થી મિત્રો આ બધી જ પ્રોસેસ તમે તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો.
FAQ પ્રશ્નો અને જવાબો
1. આ શિષ્યવૃત્તિ યોજના નું નામ શું છે?
જવાબ:- આ શિષ્યવૃત્તિ યોજના નું નામ એ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના છે.
2. ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકીએ?
જવાબ:- હા વિદ્યાર્થી મિત્રો તમે આ શિષ્યવૃત્તિ યોજના માટે તમારી ઓનલાઈન અરજી કરી શકો છો.
3. એ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ:- https://esamajkalyan.gujarat.gov.in/ આ તેની ઓફિશિયલ વેબસાઈટ છે.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
2 thoughts on “ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માં વિદ્યાર્થીઓને 19000 થી 90000 સહાય સરકાર આપશે”