“કભી ખુશી કભી ગમ” ના ફેમ અભિનેતા વિકાસ સેઠીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન !

WhatsApp Group Join Now

વિકાસ સેઠી : કયુંકી સાસ ભી કભી બહુ થી, સસુરાલ સિમર કા, અને કહી તો હોગા, જેવા ટીવી શો માટે જાણીતા અભિનેતા વિકાસ સેઠી નું શનિવારે રાત્રે નાસિક માં કાર્ડિયાક અરેસ્ટ ના કારણે ઊંઘ માં જ નિધન થયું છે. અભિનેતા વિકાસ સેઠી ફક્ત 48 વર્ષના  જ હતા.

 

અભિનેતાની ધર્મ પત્ની ના જણાવ્યા અનુસાર, તેઓ એક ફેમિલી પ્રસંગ માં હાજરી આપવા માટે નાસિક ગયેલ હતા. “અમે નાસિક માં મારી માતાના ઘરે પહોંચ્યા પછી, તેને ઉલ્ટી અને છૂટક ગતી હતી. તે હોસ્પિટલમાં જવા માંગતો ન હતો તેથી અમે ડૉક્ટર ને ઘરે જ આવવા કહ્યું”.

“જ્યારે હું સવારે લગભગ 6 વાગે ( રવિવારે ) હું તેમને જગાડવા ગઈ, ત્યારે તેમણે દુનિયા છોડી દીધી હતી. ત્યાંના ડોક્ટરે અમને જણાવ્યું કે ગઈ રાત્રે કાર્ડિયાક અરેસ્ટ ને કારણે તેમનું નિંદ્રા માં જ અવસાન થયું”… તેમની પત્નીએ પિટીઆઇ ને જણાવ્યું હતું.

Skip to PDF content

આ પણ વાંચોવરુણ ધવન બાદ હવે આ અભિનેતા બોર્ડર 2 માં જોવા મળશે, સની દેઓલ એ આપી માહિતી

જ્હાનવી એ જણાવ્યું હતું કે તેમના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યુ છે.

ટેલિવિઝન પર એક પરિચિત ચહેરો હોવાની ઉપરાંત, વિકાસ સેઠી 2001 ની સુપર હિટ ફિલ્મ “કભી ખુશી કભી ગમ” નો ભાગ હતો. જેમાં તેમણે કરીના કપૂર ના મિત્ર રોબીની ભૂમિકા ભજવી હતી.

સોમવારે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિકાસ સેઠી ના પરિવારમાં તેમના ધર્મ પત્ની અને તેમના બે જોડિયા બાળકો છે.  વિકાસ સેઠીએ કભી ખુશી કભી ગમ, સસુરાલ સિમર કા, કહી તો હોગા જેવા ટીવી શો પર કામ કર્યું છે. કહી તો હોગા માં તેમણે સ્વયમ શેરગીલ ની ભૂમિકા ભજવી હતી, જ્યારે કસોટી જિંદગી કે માં પ્રેમ બાસુ ની ભૂમિકા ભજવી હતી.

વિકાસ સેઠી એ ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ મધર્સ ડે પર શેર કરી હતી. અને લખ્યું હતું કે ” હેપ્પી મધર્સ ડે મોમ, I love you “

આવી જ બોલિવૂડ રીલેરેડ અપડેટ્સ મેળવવા માટે અમારા Whatsapp group ને જોઈન કરો જેથી તમને દરરોજ આવી જ જાણકારી મળતી રહે.

વધુ વાંચો :

વરસાદની આગાહી 2024 ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા!

2024 Hero Destini 125 ભારતમાં લોન્ચ , જાણો કિંમત, ડિઝાઈન, ફીચર્સ

જમીન રેકોર્ડ તપાસવાની સરળ રીત: જાણો તમામ માહિતી અહીં

Leave a comment