તરણેતરનો મેળો 2024 : છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદ ના કારણે કેટલાય જન્માષ્ટમી ના મેળાઓ રદ કરવા માં આવ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ તરણેતરનો મેળો પણ રદ કરવામા આવ્યો હતો, પરંતુ હવે આ મેળો 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી યોજાવા નો છે.
તરણેતરનો મેળો 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી યોજાવાનો હોવાથી જેના અનુસંધાને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા બેઠક મળી હતી જેમાં તરણેતરના મેળાને બંધ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ આ મેળાને બંધ રાખવાની જાણ કલેકટર ને કરવામાં આવી હતી. જોકે 31 ઓગસ્ટે, સાંસદ, ધારાસભ્ય, પંચાયતના પદાધિકારીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી જેમાં તરણેતરના મેળાને 4 દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાજપ સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટર કે.સી. સંપટ ની હાજરીમાં મેળાના આયોજન ને લઈને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક માં તરણેતરના મેળાને આગામી ચાર દિવસ માટે યોજવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. તરણેતરના મેળાને મંજૂરી મળવાની સાથે જ 31 ઓગસ્ટ થી મેળાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી.
આજથી તરણેતરના મેળાની શરૂઆત
આજથી 9મી સપ્ટેમ્બર સુધી તરણેતરનો મેળો યોજાશે. તરણેતરના મેળામાં પહેલી વાત ગ્રામીણ ઓલિમ્પિક યોજવામાં આવશે. ગ્રામીણ ઓલિમ્પિક અને પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ખેલ પ્રતિભાઓ ને ઓળખીને તેને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની ઘણી યોજનાઓ કાર્યરત છે.
આ પણ વાંચો : કુંવરબાઈનુ મામેરુ યોજના: ગરીબ પરિવારની દીકરીઓ માટે સૌથી શ્રેષ્ઠ યોજના
તરણેતરના મેળામાં યોજાતા ગ્રામીણ ઓલિમ્પિક નું પણ મહત્વ છે. તેના અંતર્ગત અલગ અલગ વયજૂથના શાળાના બાળકો માટે 100 મીટર, 200 મીટર, 800 મીટર દોડ, લાંબી કૂદ, દોરડા કૂદ, લંગડી જેવી રમતો નું આયોજન કરવામાં આવ્યું છે.
યુવાનો માટે ગોળા ફેંક, લાંબી કૂદ, નારિયળ ફેંક, કુસ્તી, કબડી, રસ્સા ખેંચ, વોલીબોલ, સ્ટ્રોંગ મેન, સતોડી અને ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, જેવી રમતો નું આયોજન કરવામાં આવ્યું છે. અને જેને પણ પ્રથમ, દ્વિતિય, અને તૃતીય નંબર આવશે તેમને રોકડ ઇનામ થી સન્માનિત કરવામાં આવશે.
તરણેતરના મેળામાં પહેલી વાર ગ્રામીણ પરંપરા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, લોક કલા અને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 24 વિવિધ પરંપરાગત સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવશે. જેમાં વેશ ભૂષા, છત્રી ની સજાવટ, ભરતકામ , લોક ગીત, લોક વાર્તા, ભજન , દુહા-છંદ, વાંસળી, ભવાઈ, ગ્રામીણ અને શહેરી રાસ, લોક નુત્ય, શહેનાઇ, જેવી શ્રેણીઓ નો સમાવેશ થાય છે.
પંચાયત દ્વારા તરણેતર માં પશુ પ્રદશન અને હરીફાઈ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીર અને કાંકરેજ વર્ગની ગાય , જાફરાબાદી અને બન્ની જાતની ભેંસ વગેરે નું પ્રદશન કરવામાં આવે છે. વિજેતા પશુ ને પુરસ્કાર પ્રમાણપત્ર આપવામાં આવે છે. પશુ મેળાનો ઉદ્દેશ્ય સારી ઓલાદ ના પશુઓના પાલન ને પ્રોત્સાહન આપવાનો છે.
આવી જ જાણકારી માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને દરરોજ નવી નવી અપડેટ્સ જાણવા મળતી રહે.
વધુ વાંચો :
હવામાન વિભાગની મોટી આગાહી : દક્ષિણ ગુજરાત પર આકાશી આફતનું એલર્ટ, ભયંકર વરસાદની આગાહી !
ભારતનો ઐતિહાસિક વિજય: પેરાલિમ્પિક 2024માં 64 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.