ધોરણ 10 અને 12 નું બોર્ડ પરીક્ષા રિઝલ્ટ આ તારીખે આવશે! આવી ગયો ઓફિસિયલ પરિપત્ર
બોર્ડ પરીક્ષા રિઝલ્ટ :- નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો હવે તો તમે પણ બોર્ડ રિઝલ્ટ ના સમાચાર જોઈ જોઈને થાકી ગયા હશો પરંતુ તમને આજ સુધી ક્યાંય પણ બોર્ડ પરીક્ષા રીઝલ્ટ ને લઈને સાચા સમાચાર નહીં મળ્યા હોય, કારણ કે આજના સમયમાં youtube માં ઘણા લોકો વ્યુઝ આવે તેના માટે ઘણા youtube પર ખોટા ખોટા વિડીયો બનાવતા હોય છે કે ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ આ તારીખે આવશે કે આ દિવસે આવશે, પરંતુ તે બધા જ વીડીયા ખોટા હોય છે, અમુક વીડીયા જ એવા હોય છે જેમાં સાચી માહિતી આપેલી હોય છે.
હવે વિદ્યાર્થીઓને મનમાં એ સવાલ હોય છે કે કયા વિડીયો સાચા અને કયા વીડિયોમાં ખોટી માહિતી આપેલી છે કે ધોરણ 10 12 નું રિઝલ્ટ આ તારીખે જાહેર થશે, જો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે હજુ સુધી બોર્ડ દ્વારા કોઈપણ ઓફિસિયલ નોટિફિકેશન નથી આવ્યો કે બોર્ડ પરીક્ષાનું પરિણામ આ તારીખે જાહેર કરવું, બોર્ડ દ્વારા ત્યારે જ પરિપત્ર આવે છે જ્યારે બોર્ડ પરીક્ષા નું રિઝલ્ટ જાહેર કરવાનું હોય તેના આગળના દિવસે બોર્ડ દ્વારા પરિપત્ર મુકવામાં આવતો હોય છે, એટલે અત્યારથી હજી સુધી બોર્ડ દ્વારા કોઈપણ ઓફિસિયલ પરિપત્ર આવ્યો નથી.
જે પણ લોકો બોર્ડ પરીક્ષા ને લઈને તમને સમાચાર આપતા હોય છે તે સોશિયલ મીડિયાના રિપોર્ટના આધારે જણાવે છે કે ન્યુઝ પેપરના આધારે તમને બોર્ડ પરીક્ષા પરિણામ ના સમાચાર આપતા હોય છે, તો ચાલો આજે આપણે પણ જાણીએ કે સોશિયલ મીડિયા અને રિપોર્ટ્સ ના આધારે બોર્ડ પરીક્ષાનું રીઝલ્ટ ક્યારે જાહેર થઈ શકવાની શક્યતા રહેલી છે જો મિત્રો તમારી પણ જાણવું હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
બોર્ડ પરીક્ષા રિઝલ્ટ ક્યારે આવશે?
વિદ્યાર્થી મિત્રો ન્યૂઝ પેપર ના આધારે એવું જાણવા મળી રહ્યું છે કે બોર્ડ દ્વારા ચૂંટણી પહેલા તમારું ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ જાહેર કરવાનું હતું પરંતુ, ચૂંટણી પંચ દ્વારા મીટીંગ ની પરવાનગી જલ્દી ન મળવાથી બોર્ડ પરીક્ષા રીઝલ્ટ થોડુંક મોડું આવી શકે છે તેવી શક્યતાઓ રહેલી છે, વિદ્યાર્થી મિત્રો હવે એવું જાણવા મળી રહ્યું છે કે તમારું બોર્ડ પરીક્ષા રીઝલ્ટ ચૂંટણી પછી આવી શકે છે ચૂંટણી ગુજરાતમાં સાત તારીખે છે એટલે કે સાત તારીખ બાદ તમારુ બોર્ડ પરીક્ષા રિઝલ્ટ આવી શકે છે.
બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારી કરાયેલી હતી ચૂંટણી પહેલા બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દેવું જોઈએ પરંતુ અમુક સંજોગોના કારણે બોર્ડ ચૂંટણી પહેલા રિઝલ્ટ જાહેર કરી શક્યું નહીં, અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે ધોરણ 12 સાયન્સ પ્રવાહ નું રીઝલ્ટ તો તૈયાર જ છે, તેની ઓનલાઈન માર્કશીટ પણ મુકાઈ ગઈ છે પરંતુ ચૂંટણી પંચે જલ્દી પરવાનગી ના આપી તેના કારણે હવે તમારું બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ ચૂંટણી પછી આવે તેવી શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો :- ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માં વિદ્યાર્થીઓને 19000 થી 90000 સહાય સરકાર આપશે
જો ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના રીઝલ્ટ ની વાત કરીએ તો તે પણ 15 મે 2024 ની આસપાસ આવી શકે છે તેવું ન્યુઝ પેપર ના આધારે આપણે જાણવા મળી રહ્યું છે, વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બોર્ડ દ્વારા જણાવવામાં આવશે કે રિઝલ્ટ ક્યારે આવવાનું છે તો તેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ વેબસાઈટ ઉપર સૌપ્રથમ મળશે તો આપણી આ વેબસાઈટ ની જરૂર થી દરરોજ કરતા રહેવું.
બોર્ડ પરીક્ષા રિઝલ્ટ ચેક કઈ રીતે કરવું?
ઘણા વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ હોય છે કે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ કઈ રીતે ચેક કરાય, જો વિદ્યાર્થી મિત્રો તમને પણ હજી સુધી બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું તે નથી આવડતું તો અમે તમને ટૂંકમાં જણાવી દઈએ છીએ.
સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારે જી.એસ.ઇ.બી ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું છે, gseb.org આ વેબસાઈટનું હોમ પેજ ઓપન કરો, જ્યારે પણ રીઝલ્ટ મુકાઈ જશે ત્યારબાદ તમારે આ વેબસાઈટ ઉપર જઈને માત્ર જ તમારું રોલ નંબર દાખલ કરવાનો રહેશે અને ગો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું રિઝલ્ટ તમારી સમક્ષ આવી જશે.
જો વિદ્યાર્થી મિત્રો તમે આ રીઝલ્ટ દેખવાની પ્રક્રિયાને વધુ ડીટેલ માં જાણવા માંગતા હોય તો નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને વધુ જાણી શકો છો.
આ વાંચો :- GSEB Class 10th Result 2024 | ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ કઈ રીતે દેખવું ?
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે