માનવ કલ્યાણ યોજના 2024 યોજનામાં કઈ રીતે કરવી અરજી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
નમસ્કાર મિત્રો આજના લેખમાં અમે તમને ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના વિશે જણાવવાના છીએ આ યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના છે, જે પણ લોકોનો નાનો ધંધો અથવા જે લોકો કારીગરો છે તેમના માટે આ યોજનાને બનાવવામાં આવી છે, જે પણ નાના વ્યવસાયી અને કારીગરો છે તેમને સશક્ત બનાવવા માટે આ માનવ કલ્યાણ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ યોજના અંતર્ગત વિવિધ પ્રકારના 28 વ્યવસાય માટે સરકાર દ્વારા વિના મૂલ્ય જરૂરી સાધનો આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના 2024
માનવ કલ્યાણ યોજનામાં કયા 28 વ્યવસાય નો સમાવેશ થાય છે અને આ યોજના માટે અરજી કઈ રીતે કરવી આવશ્યક દસ્તાવેજો કયા છે આવા ઘણા બધા સવાલો તમારા મનમાં હશે આ બધા જ સવાલોના જવાબ તમને આ લેખમાં મળવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો, અને ખાસ જણાવવાનું કે વધુમાં વધુ આ યોજનાનો લાભ લોકોને મળે એટલા માટે આ લેખને ઘણા બધા લોકો સાથે શેર જરૂરથી કરજો. તો ચાલો મિત્રો હવે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ આ યોજના વિશે.
માનવ કલ્યાણ યોજના આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે એક બહુ જ સારી યોજના ગણી શકાય છે, કારણ કે ઘણા લોકો પાસે અલગ અલગ સ્કીલ હોય છે પરંતુ પૂરતા સાધનો લાવવા માટે પૈસા ન હોવાથી તે તેમનો વ્યવસાય શરૂ કરી શકતા નથી એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેનાથી જે પણ લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે પરંતુ તેમની પાસે પૈસા નથી એવા લોકોને સરકાર દ્વારા એમને ઉપયોગી સાધનો લાવી આપવામાં આવશે. જેથી કોઈપણ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.
માનવ કલ્યાણ યોજનામાં કયા 28 વ્યવસાયો નો સમાવેશ થાય છે?
આ યોજનાની અંદર અલગ અલગ 28 વ્યવસાયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે બધા જ વ્યવસાયો ના નામ નીચે આપેલા છે, નીચે આપેલી વ્યવસાયો માંથી જો તમને કોઈ પણ વ્યવસાય નું કામ આવડતું હોય તો તમને ગુજરાત સરકાર દ્વારા તેને પૂરતા સાધનો લાવવા માટે સહાય કરવામાં આવશે.
- દરજી કામ કીટ સહાય
- સેન્ટીંગ કામ સહાય
- બ્યુટી પાર્લર
- કડીયાકામ માટે સહાય
- ભરત કામ
- મોચી કામ કીટ સહાય
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ સહાય
- કુંભારી કામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લ્બર
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- દુધ-દહીં વેચનાર
- અથાણાં બનાવટ માટે સહાય
- પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
- ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
- ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મસાલા મીલ સહાય
- પંચર કીટ
- મોબાઇલ રીપેરીંગ સહાય
- હેર કટીંગ (વાળંદ કામ) કીટ સહાય
- ફલોરમીલ
આ વાંચો:- E Ration Card 2024 – રેશનકાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા માત્ર બે મિનિટની અંદર
માનવ કલ્યાણ યોજના માટે આવશ્યક દસ્તાવેજો
જો તમે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તમારી અરજી કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલા આવશ્યક દસ્તાવેજો તમારી પાસે હોવા જ જરૂરી છે તો જ તમે આ યોજના માં તમારી અરજી કરી શકશો.
- આધાર કાર્ડ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- નિવાસ પ્રમાણપત્ર
- અભ્યાસ અંગેનો પુરાવો
- તાલીમનો પુરાવો
- બાહેધરી પત્રક
- ઈ શ્રમ કાર્ડ
માનવ કલ્યાણ યોજનામાં અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ તમારે કુટીર ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું છે, જો તમને તે વેબસાઈટ નું નામ ખબર ના હોય તો અમે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને તમે ત્યાં જઈ શકો છો.
- આ https://e-kutir.gujarat.gov.in કુટીર ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગની ઓફિસિયલ વેબસાઈટ છે, આ વેબસાઈટ નું હોમપેજ સૌપ્રથમ ઓપન કરો.
- હવે “કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ” નો ઓપ્શન મળશે તેના ઉપર ક્લિક કરો.
- હવે ત્યાં તમને “માનવ કલ્યાણ યોજના” નું ઓપ્શન મળશે તેના ઉપર ક્લિક કરો.
- હવે તમારે ત્યાં લોગીન કરવાનું રહેશે, ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે અને તમારું જે પણ વ્યવસાય હોય તેને પસંદ કરવાનો રહેશે.
- પછી નીચે સબમીટ બટન આપેલું હશે તેના ઉપર ક્લિક કરો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને તેની પ્રિન્ટ આઉટ કઢાવી લો તેને સાચવીને રાખો.
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના |
અરજી કરવાની તારીખ | 03 જુલાઈ 2024 શરૂ |
અરજી કયાં કરવી? | https://e-kutir.gujarat.gov.in |
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે