ગુજરાતમાં એક સાથે 7500 શિક્ષકોની ભરતી ની જાહેરાત, સરકારી ભરતી

ગુજરાતમાં એક સાથે 7500 શિક્ષકોની ભરતી ની જાહેરાત, સરકારી ભરતી

WhatsApp Group Join Now

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં ગઈકાલે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, ગાંધીનગર થયેલી બેઠકમા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સરકારી માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ઘણા લાંબા સમય બાદ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ જે પણ ભાઈઓ તથા બહેનો ભણેલા છે અને સરકારી નોકરીની રાહ જોઈને બેઠા છે તેમના માટે એક ખુશ ખબર ગણી શકાય છે.

આ ગાંધીનગર ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી ત્રણ મહિનાની અંદર માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ 7,500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પહેલીવાર આટલી મોટી ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, આ સમાચાર સાંભળીને ઘણા લોકો ખુશ થયા છે. ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈ બહુ જ સારા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ઘણા લોકોનું એવું સપનું હતું કે તે શિક્ષક બની પરંતુ ઘણા લાંબા સમયથી શિક્ષકની ભરતી આવી ન રહી હતી અને અત્યારે શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવી ત્યારથી ઘણા લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે તેમને હવે લાગી રહ્યું છે કે તેમનું સપનું હવે બહુ જ જલ્દી સાકર થશે.

ગુજરાતમાં એક સાથે 7500 શિક્ષકોની ભરતી ની જાહેરાત, સરકારી ભરતી

સરકારી ભરતી : 7500 શિક્ષકો ની ભરતી

આપણા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે માધ્યમિક એટલે ધોરણ 9 અને ધોરણ 10 કુલ સરકારી શાળાઓમાં 500 શિક્ષકોની સરકારી ભરતી કરવામાં આવશે, અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં કુલ 3000 ભરતી કરવામાં આવશે. આમ કુલ TAT-1 પાસ થયેલા ઉમેદવારો ની 3500 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.

જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એટલે કે ધોરણ 11 અને 12 માં સરકારી શાળાઓમાં કુલ 750 ભરતી કરવામાં આવશે અને ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ 3250 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, એટલે કે TAT-2 માં કુલ 4000 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. એટલે કે માધ્યમિક શાળાઓમાં 3500 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે આવું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

સરકારે ભરતીની સાથે એ પણ જણાવ્યું છે કે આગામી ત્રણ મહિનાની અંદર આ સાત હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવશે, એટલે કે હવે ટૂંક જ સમયમાં ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નવા 7,500 શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. જે પણ ઉમેદવારો ટાટ વન અને ટાટ બે ની તૈયારી કરતા હતા તેમના માટે આ એક બહુ જ મોટી ખુશખબર કહી શકાય છે કારણ કે આવડી મોટી ભરતી ગુજરાતમાં હજી સુધી ક્યારે આવી નથી, પહેલીવાર આવડી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ વાંચો :-આધાર કાર્ડ માં મોબાઇલ નંબર લિંક કરતા શીખો, માત્ર 2 મિનિટની અંદર 

ગુજરાતમાં ઘણી જગ્યાએ હોય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત હતી તે અછત હવે પૂર્ણ થશે અને ઘણા ઉમેદવારો શિક્ષકો પણ બનશે જેથી બેરોજગારીમાં પણ થોડોક ઘટાડો જોવા મળશે.

આ શિક્ષકોની સરકારી ભરતી ના ફોર્મ ક્યારથી ભરાશે અને ક્યારે પરીક્ષા આવશે તે હું જે સરકારે કોઈ પણ માહિતી આપી નથી પરંતુ જ્યારે પણ માહિતી આપશે ત્યારે અમે તમને સૌપ્રથમ જણાવવાનો પ્રયત્ન કરીશું તો તમે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થઇ શકો છો.

આ વાંચો :- પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Pan Card Create 2024

Leave a comment