Mobile Hacking : આજ કાલ મોબાઈલ ફોન હેક થઈ ગયા નાં સમાચાર ખૂબ આવે છે. હેકર તમારા મોબાઈલ ને સહેલાઇ થી હેક કરી ને બધા ડેટા ચોરી દે છે જેના કારણે લોકો ને બઉ નુકશાન થાય છે. અમુક હેકર એવા પણ હોય છે જે તમને ફોન હેક કરીને બ્લેક મેઈલ કરીને ડરાવે છે. આજ ના આ લેખ માં અમે તમને મોબાઈલ હેક થવા થી બચાવવા ના 5 ઉપાયો વિશે જણાવવા ના છીએ જેથી કરીને ભવિષ્ય માં તમારો ફોન હેક નઈ થાય.
Unknown Wifi – અજ્ઞાત વાઇફાઇ
જો તમે તમારા ફોન ને હેક થવાથી બચાવવા માંગતા હોય તો ક્યારેય unknown Wifi થી કનેક્ટ ના થતા. જેવા કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે એરપોર્ટ ના ફ્રી વાઇફાઇ. આવા વાઇફાઇ માં હેકર પોતાના ફિશીંગ વાળા ફ્રી વાઇફાઇ ગોઠવે છે અને જ્યારે તમે તે વાઇફાઇ થી કનેક્ટ થાવ છો ત્યારે હેકર પાસે તમારી ip address જતું રહે છે અને તે ip address નો ઉપયોગ કરીને હેકર તમારા મોબાઈલ ને હેક કરવા નો પ્રયાસ કરે છે. એટલે તમારે ક્યારેય ફ્રી વાઇફાઇ સાથે ફોન કનેક્ટ ના કરવો જોઈએ.
Unknown Links – અજ્ઞાત લિંક
Unknown Links એટલે કે એવી લિંક જે http થી શરૂ થતી હોય. હેકર તમારું સોશ્યલ મિડિયા એકાઉન્ટ કે બેંક એકાઉન્ટ હેક કરવા માટે તમને આવા પ્રકાર ની લીંક મૂકે છે અને જ્યારે તમે તે લિંક પર ક્લિક કરો છો ત્યારે તમારી સામે ફેક સોશ્યલ મિડિયા નુ લોગીન પેજ કે બેંક નું લોગીન પેજ દેખાશે જે સોશ્યલ મિડિયા અને બેંક ના લોગીન પેજ જેવું જ હોય છે જેના કારણે તમે છેતરાઈ ને તમે તમારી બધી માહિતી તેમાં સબમિટ કરી દો છો જેના કારણે તમારું સોશ્યલ મિડિયા નુ એકાઉન્ટ કે બેંક નું એકાઉન્ટ હેક થઈ જાય છે. જેથી કરીને આવી લિંક પર ક્યારેય કોપી ના કરવી
Same Password – સમાન પાસવર્ડ
જો તમે પણ તમારા બધા સોશ્યલ મીડિયા એકાઉન્ટ માં કે બેંક ના લોગીન પેજ માં એક જ પાસવર્ડ ના રાખતા કારણ કે જ્યારે તમે બધી જગ્યા એ એક સમાન પાસવર્ડ રાખો છો તો તમારા એકાઉન્ટ ના હેક થવા ના ચાન્સેસ વધી જાય છે કારણ કે તમે બધી જગ્યા એ એક જ પાસવર્ડ રાખતા હોય એટલે તે પાસવર્ડ હેક થઈ જાય એટલે તમારા બાકી ના એકાઉન્ટ પણ હેક થઈ જાય છે એટલા માટે હંમેશા google password manager નો ઉપયોગ કરો જે તમને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી આપે છે અને તેમાં સેવ પણ કરે છે.
Bluetooth
જો તમે પણ Bluetooth વાળા earbuds નો ઉપયોગ કરતા હોય તો ઘણી વાર તમારા ફોન માં Bluetooth ઓન જ રહી જતું હોય છે જેના કારણે હેકર તમારા Bluetooth સાથે જોડાઈ ને તમારા ફોન ને હેક કરવાનો પ્રયાસ કરે છે. એટલા માટે તમે જો ઘણી પબ્લિક વાળી જગ્યા એ Bluetooth ઓફ રાખો જેથી કરીને હેકર તમને હેક ના કરી શકે.
VPN service નો ઉપયોગ કરો
હેકર તમારા device ને ip address ના માધ્યમ થી પણ હેક કરી શકે છે. જ્યારે તમે કોઈ પણ અજ્ઞાત વેબસાઇટ પર જાઓ છો ત્યારે તમારી ip address હેકર ના કમ્પ્યૂટર માં જતું રહે છે જેનો સીધો ઉપયોગ હેકર કરે છે અને તમારા device ને હેક કરવાનો પ્રયાસ કરે છે. એટલા માટે તમારે VPN વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ, VPN તમારી ip ને સંતાડી ને રાખે છે અને પોતાની પબ્લિક ip આપે છે. જેના કારણે હેકર ને તમારા ઉપકરણ ને હેક કરી શકતો નથી.
વધુ વાંચો :
Hero xtream 125R price : હીરો એ લોન્ચ કર્યુ નવુ સુપર બાઈક
આઈપીએલ 2024 | હાર્દિક પંડ્યા પાસે હવે 8 મેચ છે પોતાને સાબિત કરવા માટે, શું થશે એમઆઇ નું?
આ યુવક અને યુવતી સ્મશાન ભૂમિમાં લગ્ન કરશે, પરંતુ શા માટે? જાણો સંપૂર્ણ માહિતી
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
2 thoughts on “Mobile Hacking : હેકિંગ થી બચવા ના 5 ઉપાયો ! ક્યારેય નઈ થાય હેક”