જો તમે પણ બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જારી કરી શકે છે, જે ખાસ કરીને ડ્યુઅલ સિમ વાપરતા લોકો માટે અસરકારક સાબિત થશે. TRAIના સૂત્રોના જણાવ્યા મુજબ, ટેલિકોમ કંપનીઓને હવે Voice અને SMS માટે ખાસ રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે.
માત્ર Voice+SMS વાપરતા માટે રાહત લાવવાની તૈયારી
બહુ જ ગ્રાહકો એવા છે જેઓ એક સિમ પર ઇન્ટરનેટ અને બીજા સિમ પર માત્ર Voice અથવા SMS માટે ઉપયોગ કરે છે. હાલના સમયમાં દરેક ગ્રાહકને બંડલ ડેટા પેક ખરીદવું પડે છે, જે મોંઘું છે અને જરૂરી સેવાઓની બહારની ચીજ પર ખર્ચ થાય છે. TRAI ટૂંક સમયમાં આ માટે ટેલિકોમ કંપનીઓને ખાસ Voice+SMS પ્લાન રજૂ કરવા આદેશ આપી શકે છે
TRAIની નવી માર્ગદર્શિકા ટૂંકમાં આવશે
TRAIએ આ મુદ્દે જુલાઈ 2024માં એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું, જેમાં અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. હાલમાં 30 કરોડ લોકો 2G સેવાઓનો ઉપયોગ કરે છે, અને આવા યુઝર્સને સસ્તી અને અનુકૂળ સેવાઓ મળી રહે તે TRAIના નિર્ણયનું મુખ્ય ધ્યેય છે.
મોબાઇલ સિમ કાર્ડ માટેના નવા નિયમો
ભારત સરકારે સિમ કાર્ડ વપરાશ અને વેચાણ સાથે સંબંધિત નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે, જે 1 ડિસેમ્બર 2023થી અમલમાં આવ્યા છે,
- સિમ કાર્ડ વેચાણ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત: દરેક PoS એજન્ટને ટેલિકોમ ઓપરેટર સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન વગર સિમ કાર્ડ વેચવા પર રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે અને એજન્ટને બ્લેકલિસ્ટ કરાય શકે છે.
- જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ: સિમ કાર્ડના બલ્ક વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.
- સિમ કાર્ડનો ઉપયોગ ન થયો તો સર્વિસ બંધ: જો કોઈ સિમ 30 દિવસ સુધી વપરાતું ન હોય, તો તેની આઉટગોઈંગ સર્વિસ બંધ થઈ શકે છે. 45 દિવસ બાદ ઈનકમિંગ પણ અટકાવી શકાય છે.
- સિમ મર્યાદા: એક વ્યક્તિ માટે મહત્તમ 9 સિમની મર્યાદા રાખવામાં આવી છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વ વિસ્તારમાં આ મર્યાદા 6 સિમ છે.
આ વાંચો:- ખેડૂતો માટે ખુશખબર: PM કિસાન યોજનાનો 19મો હપ્તો જલદી જ જારી થવાની શક્યતા
સિમ કાર્ડને લઈ વધુ સુરક્ષા વધારવાનો પ્રયાસ
TRAI અને ટેલિકોમ કંપનીઓ આ નવા નિયમો અને પ્લાન દ્વારા ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે સજ્જ છે. નકલી સિમ કાર્ડના ગેરકાયદેસર ઉપયોગ સામે આ પગલાંથી ગ્રાહકોની માહિતી વધુ સુરક્ષિત બને છે.
નવા Voice+SMS પ્લાનની જાહેરાત TRAI ટૂંક સમયમાં કરી શકે છે, જેનાથી બે સિમ વાપરતા યુઝર્સને મોટું રાહત મળશે. આ પેક્સને લઈને સરકાર અને TRAI વધુ સ્પષ્ટતા આપે તે માટે રાહ જોવી પડશે, ખાતરી રાખો કે તમારું સિમ કાર્ડ સક્રિય છે અને તમે યોગ્ય રિચાર્જ પેક પસંદ કરી રહ્યા છો, જેથી તમારા માટે ઉપલબ્ધ સર્વિસમાં કોઈ વિક્ષેપ ન થાય.

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે