બનાસકાંઠા જિલ્લામાં ચાર કલાકની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો, અહીં જુઓ આજની વરસાદની આગાહી
વરસાદની આગાહી : નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબજ વરસાદ પડી રહ્યો છે, આમ તો સૌરાષ્ટ્ર બાજુ પહેલો વરસાદ હતો અને લોકોને લાગતું હતું કે બનાસકાંઠા જિલ્લામાં સાવ ઓછો વરસાદ આવશે પરંતુ ગઈકાલની વાતનો બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ વરસાદ પડ્યો તેવા સમાચાર મળી રહ્યા છે, તો ચાલો મિત્રો આજના આ લેખમાં જાણીએ બનાસકાંઠા જિલ્લામાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો અને કેટલો વરસાદ પડ્યો અને તમારા જિલ્લા કે શહેરમાં ક્યારે વરસાદ આવશે તેના વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
બનાસકાંઠા જિલ્લાના કાલના તાલુકાઓમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, લાખણી, પાલનપુર, ડીસા, થરાદ સુઈગામ વાવ વગેરે સ્થળો ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો. આ શહેરો સિવાય બીજી પણ ઘણી જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે, વરસાદની આગાહી સાથે પવન ફૂંકાવાના કારણે ઘણી જગ્યાઓએ નુકસાન પણ થયા ની ઘટનાઓ સામે આવી છે, જોકે અત્યારે કોઈ જાન અન્યાયના સમાચાર મળ્યા નથી.
24 કલાકમાં બનાસકાંઠામાં ખૂબ જ વરસાદ પડ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં લગભગ નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વરસાદ ખૂબ જ કહેવાય છે, બનાસકાંઠાના લાખણી તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે લાખણી તાલુકામાં બે કલાકની અંદર છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. લાખણી તાલુકાના ઘણા ખેતરો તલાવ બની ગયા છે. જેના કારણે લાખણી તાલુકાના લોકો ઘણી મુશ્કેલીઓમાં ફસાયા છે.
અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. લાખણી ઉપરાંત પાલનપુર ડીસા વાવ સુઈગામ થરાદ વગેરે સ્થળોએ પણ વરસાદ ખૂબજ જોવા મળ્યો છે. નડાબેટ બોર્ડર જોડે જે ખાલી આવેલી છે ત્યાં પણ ખૂબ જ વરસાદ પડવાથી દરિયા જેવું માહોલ દેખાઈ રહ્યો છે, ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ખૂબ જ વરસાદ પડ્યો તેવા સમાચાર મળી રહ્યા છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ વરસાદ માટે આપવામાં આવ્યું છે.
આ વાંચો :- ફોનની લત : શું તમારું બાળક પણ આખો દિવસ ફોન જોવે છે? તો આ રીતે ફોનની લત છોડાવો!
આજની વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 10 વાગ્યા સુધી વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે, ગુજરાતના અમુક જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ ની વરસાદ ની આગાહી અનુસાર તેમણે જણાવ્યું છે કે આજે ગુજરાતના 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અને અમુક જિલ્લાઓમાં યેલો એલર્ટ પણ આપવામાં આવ્યો છે. જો બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ વરસાદ માટે આપવામાં આવ્યું છે.
જો મિત્રો તમે આ રીતે દરરોજ વરસાદની આગાહી કે બીજા કોઈ પણ ગુજરાતમાં બનેલા સમાચાર સૌપ્રથમ જાણવા માંગતા હોય તો અત્યારે જ મારે whatsapp ગ્રુપ ને જોઈન કરો.

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે