નીરજ ચોપરા એ સિલ્વર મેડલ જીતવાની સાથે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા, અહીં જાણો સંપૂર્ણ માહિતી : Neeraj Chopra Records

નીરજ ચોપરા એ સિલ્વર મેડલ જીતવાની સાથે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા, અહીં જાણો સંપૂર્ણ માહિતી : Neeraj Chopra Records

WhatsApp Group Join Now

નીરજ ચોપરા :- નમસ્કાર મિત્રો અત્યારે આપ સૌ લોકોને ખબર હશે કે પેરિસ ઓલમ્પિક ચાલી રહ્યું છે, આ ઓલમ્પિક 2024 માં ભારતના ઘણા યુવાન યુવતીઓએ ભાગ લીધો છે, પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલિન થ્રોની ફાઇનલ ખૂબ જ રોમાંચક બની હતી, જ્યાં 5 થી 6 ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા પણ થઇ હતી. તેમાં પાકિસ્તાનના અરશદ નદીમે આ મેચ જીતી લીધી, પરંતુ નીરજ ચોપરા પણ આ ઓલિમ્પિક માં પાછળ ન રહ્યો અને તેણે પણ આ સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો.

નીરજ ચોપરા એ સિલ્વર મેડલ જીતવાની સાથે ઘણા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા, અહીં જાણો સંપૂર્ણ માહિતી : Neeraj Chopra Records

નીરજ ચોપરા ના રેકોર્ડસ 

અત્યાર સુધી નીરજ ચોપરા જ્યાં પણ જાય છે ખાલી હાથે આવતો નથી, કારણ કે આ વખતે પણ ઓલમ્પિકમાં નીરજ ચોપરા એ સિલ્વર મેડલ મેળવ્યું છે, આ શરુઆત તેમણે 2016થી શરુ થઈ હતી, પહેલી વખત એક રેકોર્ડ નીરજે બનાવ્યો હતો. આ વાત અંડર-20 વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશીપની છે જ્યાં તેમણે જૂનિયર જેવલિન થ્રોનો રેકોર્ડ બનાવ્યો હતો. નીરજ ચોપરાનો આ થ્રો 86.48 મીટરનો હતો અને નીરજ જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો.

નીરજ ચોપરાની ઉંમર અત્યારે 26 વર્ષ છે, ઓલિમ્પિકમાં એથલેટિક્સના 2 મેડલ જીતનાર ભારતનો પ્રથમ એથલીટ બન્યો છે. તેમણે આ પહેલા ટોક્યો ઓલિમ્પિક 2020 માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે 2020 માં નીરજ ગોલ્ડ મેડલ જીત્યો તે સમયે ભારત માટે તે સૌથી મોટી ગર્વની વાત હતી કારણ કે તેની પહેલા એથ્લેટિક્સમાં ભારત માટે કોઈ પણ ખેલાડીએ કોઈ મેડલ જીત્યું ન હતું.

નીરજ અને ભારત માટે આ એક ગર્વની વાત છે કે માત્ર ભારત જ નહિ પરંતુ નીરજ ચોપરા જેવલિન થ્રોમાં 2 ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલો એશિયન એથલીટ પણ બની ગયો છે. તે પહેલા કોઈએ કમાલ કર્યું નથી.

નીરજ ચોપરાએ અત્યાર સુધી ઘણા ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પણ જીત્યા છે, નીરજે જૂનિયર લેવલથી સીનિયર લેવલ સુધી મોટી ઈવેન્ટમાં 12 મેડલ જીત્યા છે, જેમાં 9 વખત તેમણે ગોલ્ડ અને 3 વખત સિલ્વર મેડલ જીત્યા છે. અત્યાર સુધી નીરજનું પ્રદર્શન બહુ જ સારું રહ્યું છે તેના કારણે તેમને અત્યાર સુધી નવ વખત ગોલ્ડ મેડલ જીત્યા છે અને તેની સાથે ત્રણ વખત સિલ્વર મેડલ પણ જીત્યા છે.

મને વિશ્વાસ છે કે આ લેખમાંથી તમને નીરજ ચોપડા વિશે ઘણું બધું જાણવા મળ્યું હશે આ રીતે દરરોજ તમે નવા સમાચાર વાંચવા માંગતા હોય અને કોઈપણ નવી સરકારી ભરતી કે કોઈ પણ નવી યોજના વિશે સૌપ્રથમ જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારા WHATSAPP GROUP ને જોઈન કરો.

આ વાંચો :-

આવતીકાલનું હવામાન :- ગુજરાત પર વાવાઝોડાનો ભારે સંકટ, અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો માહિતી 

ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા આધાર સીડિંગ કરો, aadhar seeding

Leave a comment