પહેલા સામાન્ય રીતે જ્યારે બહેન ભાઈ ને રાખડી બાંધતી હતી ત્યારે ભાઈ બહેન ને ગિફ્ટ આપતા પરંતુ અત્યાર ના સમયમાં ભાઈ અને બહેન બંને એકબીજા ને ગિફ્ટ આપતા હોય છે.

રક્ષાબંધનને ફકત થોડાક જ ગણતરીના દિવસો બાકી રહ્યા છે જ્યારે બહેનો મૂંઝાઈ રહી હસે કે હવે ભાઈને શું ગિફ્ટ આપવી ? તો હવે મુંઝાવાની જરૂર નથી કારણ કે અમે તમને બેસ્ટ 8 ગિફ્ટ ઓપ્શન બતાવવાના છીએ.

1. વોચ : અત્યારે વોચનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઘણી બહેનો ભાઈ ને વોચ પણ ગિફ્ટ કરતી હોય છે. જેથી તમે પણ રાખડી સાથે સાથે વોચ પણ ભાઈ ને ગિફ્ટ કરી શકો છો.

2. હેમ્પર : તમે રાખડી સાથે હેમ્પર પણ ગિફ્ટ આપી શકો છો, જેમાં તમે તમારા ભાઈ ને મનન ગમતી વસ્તુઓ મૂકી શકો છો જેમ કે ચોકલેટ, વોલેટ, પરફયુમ અને કિચન પણ મુકી શકો છો.

3. કસ્ટમાઇજ વોલેટ : માર્કેટમાં હાલ માં ભાઈના નામ વાળા વોલેટ  નો ઓપ્શન જોવા મળી રહ્યો છે, જેથી તમે તમારા ભાઈને તેમનું નામ લખેલું વોલેટ ગિફ્ટ કરી શકો છો.

4. કસ્ટમાઇજ મગ : અત્યારના સમયમાં મગ આપવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે, જેથી તમે તમારા ભાઈ ને કોફી મગ, ટી મગ કે અન્ય કોઈ પણ મગ આપી શકો છો.

5. ગ્રૂમિંગ કીટ : રાખડીની સાથે સાથે તમે તમારા ભાઈ ને ગ્રુમિંગ કિટ પણ આપી શકો છો, આ ગિફ્ટ માટે ખૂબ સારો ઓપ્શન છે.

6. ફોટો ફ્રેમ : તમે તમારા બાળપણના ફોટો સાથેની ફ્રેમ આપી શકો છો, જેથી તમારી જૂની યાદો તાજી થસે અને ભાઈ બહેન વચ્ચે પ્રેમ  વધશે.

7. કપડાં : તમે તમારા ભાઈને કપડાં પણ ગિફ્ટ માં આપી શકો છો, જેમાં તમે શર્ટ, ટી-શર્ટ કે આખી જોડી ગિફ્ટ માં આપી શકો છો.

8. હેડસેટ: અત્યારના સમયમાં ઘણા છોકરાઓ ને મૂઝિક કે સોંગ સાંભળવાનો શોખ હોય છે, જો તમારાં ભાઈને સોંગ સાંભળવાનો શોખ હોય તમે તમારા ભાઈને હેડસેટ ગિફ્ટ કરી શકો છો.