જો રેશનકાર્ડ kyc નહીં કરાવો તો નહિ મળે રાશન, આ રીતે કરો જલ્દી Ration card kyc 

જો રેશનકાર્ડ kyc નહીં કરવો તો નહિ મળે રાશન, આ રીતે કરો જલ્દી Ration card kyc 

WhatsApp Group Join Now

રેશનકાર્ડ kyc :- નમસ્કાર મિત્રો જો તમારા ઘરે પણ રાશન કાર્ડ હોય અને તમે એ રાશનકાર્ડનો લાભ મેળવતા હોય તો તેમાં આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ વિશે તમારે જાણવું બહુ જ મહત્વનું છે, સરકાર દ્વારા રાશનકાર્ડ ધારકોને મફતમાં અનાજ અને તેના સિવાય ઘણું બધું અલગ અલગ લાભો મળતા હોય છે, તેમાં સરકાર દ્વારા રેશનકાર્ડ kyc ફરજિયાત કરાવામાં આવ્યું છે, સરકાર દ્વારા જણાવવામાં આવે છે કે વહેલી તાકીદ રાશનકાર્ડમાં ઇ કેવાયસી કરી લેવું, નહીં તો આગળના સમયમાં અમુક લાગુ નહીં મળે.

જો રેશનકાર્ડ kyc નહીં કરવો તો નહિ મળે રાશન, આ રીતે કરો જલ્દી Ration card kyc 

તો ચાલો મિત્રો આજના આ લેખમાં જાણીએ રેશનકાર્ડ kyc કઈ રીતે કરવું? અને શું ઘરે બેઠા રેશનકાર્ડ kyc કરી શકીએ તો કઈ રીતે તેની સંપૂર્ણ માહિતી આજના લેખમાં અમે તમને આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

રેશનકાર્ડ kyc શું છે?

તમારા માંથી ઘણા લોકોનો સવાલ હશે કે આ રેશનકાર્ડ kyc શું છે? અને તેને કરાવવું કેમ ફરજિયાત છે? તો ચાલો અમે તમને એ જણાવી દઈએ, રાશન કાર્ડ કેવાયસી પ્રક્રિયા રાષ્ટ્રીય ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગ દ્વારા સંચાલિત થાય છે, આ પ્રક્રિયા રેશનકાર્ડ ધારકોને તેમની માહિતી અપડેટ કરવાની મંજૂરી આપે છે, પરિવારના સભ્યોની સંખ્યા અપડેટ કરવાની મંજૂરી આપે છે, અને તેની સાથે સરકાર દ્વારા આપવામાં આવતા દરેક લાભો નું સમાવેશ પણ થાય છે, રેશનકાર્ડ ઈ કેવાયસી ફરજિયાત છે કારણ કે તેનાથી સરકારને ખબર પડે છે કે રેશનકાર્ડ ધારકોની માહિતી અપડેટ છે અને તેમની સાથે કોઈપણ પ્રકારની રાશન દુકાનદારો દ્વારા છેતરપિંડી થતી નથી.

રેશનકાર્ડ kyc ના લાભો

પરિવારના દરેક સભ્યોને રાશનકાર્ડ યાદીમાં ઉમેરવામાં આવે છે.

સરકારને રાશન કાર્ડ ધારક વિશે સંપૂર્ણ માહિતી મળે છે અને તેમના પરિવારમાં કેટલા સભ્યો છે તેમના વિશે પણ માહિતી મળતી રહે છે.

જો પરિવારમાં કોઈ નવા સભ્યનું નામ રાશનકાર્ડમાં લખવું છે તો એ કહેવાય છે દ્વારા નામ દાખલ કરી શકાય છે.

સરકારને ખબર પડે કે તમારા રાશનનો લાભ તમને જ મળે છે અને તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નથી થતી તે માટે kyc કરાવવું ફરજિયાત છે.

રેશનકાર્ડ kyc માટે આવશ્યક દસ્તાવેજ

  • રાશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • ફોટો
  • રહેઠાણનો પુરાવો
  • કુટુંબના વડાનું નામ
  • પરિવારના તમામ સભ્યોના નામ
  • બેંક પાસબુક

રેશનકાર્ડ kyc કઈ રીતે કરવું?

જો તમે રેશનકાર્ડ ઇ કેવાયસી કરાવવા માંગો છો તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ શકો છો,

તમારે સૌ પ્રથમ કોમન સર્વિસ સેન્ટર ઉપર જવાનું છે અને તમારે તમારા આવશ્યક દસ્તાવેજો તેમને આપવાના છે અને જણાવવાનું છે કે રેશનકાર્ડ ઇ kyc કરવાનું છે.

ત્યારબાદ તે ઓનલાઇન પ્રક્રિયા કરીને તમારું રાશનકાર્ડ કેવાયસી કરી આપશે.

જો તમે રેશનકાર્ડ વિશે કોઈ પણ પ્રકારની વધુ માહિતી પ્રાપ્ત કરવા માંગો છો તો નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને સરકારની અધિકારીક વેબસાઈટ ઉપર તમે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરી શકો છો.

https://dcs-dof.gujarat.gov.in/

આ વાંચો:-

Leave a comment