આજનું હવામાન : ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી
નમસ્કાર મિત્રો આજનું હવામાન કેવું રહેશે અને આગામી સમયમાં ક્યારથી વરસાદ શરૂ થશે તેના વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
આજનું હવામાન : હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે, તેમના જણાવ્યા અનુસર આજથી એટલે કે 11 તારીખથી ફરી વરસાદ શરૂ થવાની આગાહી કરી છે, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે બુધવારના દિવસથી ફરીવાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે અને ફરીવાર વરસાદી મોસમ જોવા મળશે.
બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ગુજરાત રાજસ્થાન અને બિહાર માં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમના જણાવ્યા અનુસાર કેટલા વિસ્તારોમાં 14 ઇંચ જેટલો પણ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, આ સાથે જ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
આજનું હવામાન : ક્યાં પડશે વધું વરસાદ
મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં આજે વરસાદ આવે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, આ સાથે જ દક્ષિણ ગુજરાતના બધા જ જિલ્લામાં યેલો એલર્ટ કરવામાં આવ્યું છે, સુરત ભરૂચ નર્મદા તાપી વલસાડ નવસારી અને ડાંગ આ જિલ્લાઓના છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે, વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં આઠ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડી શકે છે જેમાં આણંદ ખેડા વડોદરા પંચમહાલ મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ કારણે જ આ જિલ્લાઓમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વાંચો:- આજની મોટી આગાહી 2024 : આજે આ જિલ્લાઓમાં વરસાદ કરશે તાંડવ ! હવામાન વિભાગે કરી ભારે વરસાદ ની આગાહી
અભિમન્યુ ચૌહાણે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે એક ડીપ ડિપ્રેશન બનેલું છે જેના કારણે હાલ ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, તેની સાથે જ એક whatsapp ડ્રાફ્ટ દક્ષિણ ગુજરાત ઉપર બનેલું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે અને વધુ વરસાદ જોવા મળી શકે છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં એક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સર્જાયેલી છે અને આ ત્રણેય સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં આ ચોમાસામાં સામાન્ય કરતાં ૪૯ ટકા વધારે વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
આજનું હવામાન : હવે મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે જ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે ઉત્તર ગુજરાતમાં કયા છ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે ચાલો તેના વિશે જાણીએ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલી પાટણ આ જિલ્લાઓમાં છુટા છવાયા અસરો પર પવન સાથે વરસાદ આવી તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
જો મિત્રો તમે આ રીતે દરરોજ વરસાદને લઈને નવા સમાચાર વાંચવા માંગતા હોય કે આજનું હવામાન કેવું રહેશે કે આજે ક્યાં વરસાદ પડશે તેના વિશે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.
વધુ વાંચો:-
- આજનો સોનાનો ભાવ: આજે સોનાના ભાવમાં થયો મોટો વધારો
- “કભી ખુશી કભી ગમ” ના ફેમ અભિનેતા વિકાસ સેઠીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
- અટલ પેન્શન યોજના: અત્યારે કરો અરજી 60 વર્ષની ઉંમરે સરકાર આપશે પૈસા

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
1 thought on “આજનું હવામાન : ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી”