ગુજરાતમાં વરસાદ થોભ્યો! છેલ્લા 24 કલાકમાં માત્ર 3 તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ
નમસ્કાર મિત્રો ફરીવાર અમે તમારા માટે વરસાદને લગતા સમાચાર લઈને આવી ગયા છીએ. તો ગુજરાતમાં વરસાદ હમણાં થોડોક વિસામો ખાય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 તાલુકામાં વરસાદ નોંધાયો તેમાંથી માત્ર ત્રણ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ પ્રમાણે આજે ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદ નહીં આવે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં ફરીથી વરસાદ આરામ કરવા લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે એટલે કે ગુરુવારે વરસાદ એકદમ નબળો પડ્યો હોય તેવું દેખાયું હતું, કારણ કે છેલ્લા 24 કલાકમાં માત્ર 34 તાલુકામાં વરસાદ નોંધાયો તેમાંથી પણ માત્ર ત્રણ તાલુકા એવા હતા જેમાં માત્ર એક ઇંચ જેટલો વરસાદ આવ્યો હોય. આ સાથે જ હવામાન વિભાગે આજની આગાહી કરતા જણાવ્યું કે આજે પણ ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદ આવશે નહીં.
શું ચોમાસા નો અંત આવ્યો? : ગુજરાતમાં વરસાદ
હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું હવે અંત લેવા જઈ રહ્યું છે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ વરસાદના આંકડા અનુસાર ગઈકાલે એટલે કે ગુરૂવારના દિવસે ગુજરાતમાં સવારે છ વાગ્યાથી લઈને આજે એટલે કે શુક્રવારે સવારે 6:00 વાગ્યા સુધી નામ 24 કલાકના સમયગાળામાં કુલ ૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે તેમાંથી પણ માત્ર ત્રણ તાલુકા એવા હતા જેમાં એક ઇંચ વરસાદ નોંધાયો બાકીના તાલુકાઓમાં તો માત્ર છુટા છવાયો વરસાદ જોવા મળ્યો. આ ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે ચોમાસું અંત તરફ જઈ રહ્યું છે, પરંતુ હવામાનનું કોઈપણ નક્કી હોતું નથી એટલે ગમે ત્યારે વરસાદ આવી શકે છે.
આ વાંચો:- Gujarati Samachar: ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે ડ્રગ્સ ઝડપ્યુ, જેની કિંમત 1 કરોડ!
આજની આગાહી
ગુજરાતમાં વરસાદ: આજની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે આજે રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદ આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે, અમુક સ્થળો ઉપર હળવા થી ધીમો પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે, જોકે પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલી ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ પંચમહાલ દાહોદ વડોદરા મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ, સુરત તાપી ડાંગ વલસાડ દાદરા નગર હવેલી અને દમણ આ વિસ્તારોમાં અમુક જગ્યાએ હળવોથી ધીમો વરસાદ જોવા મળી શકે છે.
આ રીતે મિત્રો તમે દરરોજ વરસાદ ને લગતા સમાચાર સૌપ્રથમ જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરી શકો છો.
આ વાંચો:- Hero Xtream 160R 2V ભારતમા લોન્ચ, જાણો સ્પેક્સ, ફીચર અને બીજું ઘણું બધું

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે