Gujarat Rain Prediction 2024 : ગુજરાતમા ઘણા સમયથી મેઘરાજા એ વિરામ લીધો છે, પરંતુ મેઘરાજા ફરીવાર ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. હવામાન વિભાગના મોડલ અનુસાર, બંગાળની ખાડીમાં વધુ બે સાયક્લોનિક સર્ક્યુલેસન સક્રિય થયા છે. જેના કારણે ગુજરાતમાં ફરી મેઘરાજા એન્ટ્રી કરી શકે છે, અને વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે.
હવામાન વિભાગના મોડલ અનુસાર, બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સીસ્ટમ આવતી કાલે અર્થાત્ 25 સપ્ટેમ્બરે લૉ પ્રેશર એરિયા માં ફેરવાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, જો આ લૉ પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં 25 સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ નું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ના કારણે સૌ પ્રથમ દક્ષિણ ગુજરાત ના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધશે, અને ત્યાર બાદ આગામી દિવસોમાં આ વરસાદ ની અસર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત માં જોવા મળશે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, ભરૂચ અને તાપી જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધશે, જ્યારે કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાત બાદ પૂર્વ અને મધ્ય ગુજરાત ના નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, ખેડા, પંચમહાલ તેમજ દાહોદ જિલ્લાની અંદર વરસાદનું જોર વધવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ ના કેટલાક સ્થળો પર વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. અમરેલી, અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા અને મહીસાગર જિલ્લાની અંદર પણ વરસાદનું અનુમાન છે.
ક્યાં જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ?
2024માં રાજ્યની અંદર ચોમાસાની સીઝન નો અત્યાર સુઘીમાં 124.99 ટકા વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 183.3 ટકા, સૌરાષ્ટ માં 129.74 ટકા, દક્ષિણ ગુજરાત માં 129.18 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત માં 121.03 ટકા, અને ઉતર ગુજરાત માં 107.88 ટકા વરસાદ નોંધાયો.
આવી જ હવામાન વિભાગની આગાહીની અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર નવી નવી અપડેટ્સ મળતી રહે.
- ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!
- તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચો
- 27 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે રવિવાર લાવશે શુભ સમાચાર
- માત્ર 50 રૂપિયાના ભાવમાં મળતો શેર આજે સ્ટોક માર્કેટમાં ધૂમ મચાવી શકે છે!
- ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજના 2025 ફોર્મ ભરવાના થઈ ગયા શરૂ!

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
1 thought on “Gujarat Rain Prediction 2024 : આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય”