શિયાળો: સાત દિવસ પછી ઠંડી થશે શરૂ, જાણો ગુજરાતમાં ઠંડીનું આગમન ક્યારથી શરૂ થશે?

WhatsApp Group Join Now

શિયાળો: નમસ્કાર મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 15 ઓક્ટોબર પછી ઘણા સ્થળો પર શિયાળો પણ દસ્તક આપી શકે છે. અત્યારના દિવસોમાં વાતાવરણમાં ગરમી જોવા મળી રહે છે જ્યારે રાત્રિના સમયે તાપમાનમાં થોડુંક ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ સમગ્ર ઉત્તર ભારત પર પણ આવી જ સ્થિતિ છે જો કે બીજી તરફ સાઉથ ભારતમાં હજુ પણ વરસાદથી માહોલ જોવા મળી શકે છે.

Table of Contents

ભારત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ અત્યારે વિદાય લીધી છે, સૂર્યપ્રકાશને કારણે દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ગરમી જોવા મળી શકે છે જોકે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો ઉપરાંત ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ રાતે ઠંડી પડે તેવી શક્યતાઓ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ એક એડવાઈઝરી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજની વાત કરીએ તો લક્ષદીપ તમિલનાડુ કેરળ આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ લક્ષદીપ અને કર્ણાટકમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અને ઘણા બધા સ્થળો ઉપર ઠંડીનું આગમન પણ ધીરે ધીરે વધી શકે છે.

 બહુજ જલ્દી શિયાળો શરૂ

ભારતીય હવામાન વિભાગના સેન્ટરમાંથી બહાર પાડવામાં આવેલા ઇનપુટ મુજબ દિલ્હી એનસીઆર માં દિવસ દરમિયાન ગરમીનું મોજુ ચાલુ રહેશે અને આ સાથે જ હવે રાત્રિના સમયે એક સપ્તાહ પછી ઠંડીનું આગમન વધી શકે છે. દિલ્હીના એનસીઆર માં શિયાળો દસ્તક આપી શકે છે. આ મહિનાના અંત સુધી સારી ઠંડી શરૂ થવાની સંભાવન વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારના દિવસે દિલ્હી એનસીઆર માં વાદળો થોડા જોવા મળશે અને આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે.

શિયાળો

ગુજરાતમાં પણ આગામી સપ્તાહથી ઠંડીનું આગમન શરૂ થઈ શકે છે, સંપૂર્ણ ભારતમાં અલગ અલગ સ્થળો પર મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આજે કર્ણાટક લક્ષદીપ ઝારખંડ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ, આંદ્રપ્રદેશ તમિલનાડુ ઉત્તર પૂર્વ ભારત અને મહારાષ્ટ્ર આ રાજ્યોમાં હળવો વરસાદ પડી શકે છે.

♦ દરરોજ નવા સમાચાર વાંચવા માટે અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.

આ વાંચો:- 

Leave a comment