FCI New Vacancy 2024 : ભારતીય ખાદ્ય નિગમ (Food Corporation of India – FCI) દર વર્ષે મોટી સંખ્યામાં નોકરીની તકને લઈને જાહેરાત કરે છે, અને જે વ્યકિતઓ સરકારી નોકરી ની શોધમાં છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. આમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ પણ આવેદન કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા માટે ભારતના જુદા-જુદા રાજ્યો માંથી દર વર્ષે હજારો ઉમેદવારો અરજી કરે છે. FCI એ કેન્દ્ર સરકાર હેઠળની સંસ્થા છે, જે દેશના ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કાર્યરત છે.
જગ્યાઓ ની વિગત
FCI દ્વારા વિવિધ પ્રકારની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે નીચેના પદોનો સમાવેશ થાય છે:
1. જેઈ (જ્યુનિયર એન્જિનિયર)
2. સ્ટેનોગ્રાફર (ગ્રેડ II)
3. અસિસ્ટન્ટ (ગ્રેડ III)
4. મૅનેજમેન્ટ ટ્રેઇની
5. વોચમેન
6. ચપરાસી
7. ક્લાર્ક
દરેક જગ્યા માટે શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા અલગ અલગ હોય છે.
મહત્વપૂર્ણ તારીખો
FCI ભરતી 2024 માટેની મહત્વપૂર્ણ તારીખો ઓફિશિયલ નોટિફિકેશન બહાર આવ્યાના થોડા દિવસમાં જાહેર થશે, હજુ સુધી FCI દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી તેથી તેની મહત્વપૂર્ણ તારીખો વિશે કહેવું મુશ્કેલ છે. સામાન્ય રીતે અરજી પ્રક્રિયા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના મહિનામાં શરૂ થઈ જતી હોય છે. ઉમેદવારોને સલાહ છે કે તેઓ નિયમિતપણે FCIની વેબસાઇટ તપાસતા રહે.
શૈક્ષણિક લાયકાતો
જેઈ માટે : સિવિલ, ઇલેક્ટ્રિકલ અથવા મિકૅનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી.
સ્ટેનોગ્રાફર માટે : માન્ય બોર્ડ દ્વારા ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ અને ટાઇપિંગ તેમજ શૉર્થૅન્ડમાં કુશળતા.
અસિસ્ટન્ટ માટે : યોગ્ય ડિસિપ્લિનમાં ડિગ્રી.
વોચમેન માટે : ધોરણ 8 પાસ કરેલ હોવું જોઈએ.
ક્લાર્ક અને ચપરાસી માટે : માન્ય બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
પગાર માપદંડ
FCIમાં પગાર માપદંડ સરકારી પે સ્કેલ મુજબ હોય છે, જે મહત્તમ ભથ્થાં સાથે મળે છે. પોસ્ટના આધારે પગાર રૂ. 20,000 થી 60,000 સુધીનો હોઈ શકે છે. પગાર પોસ્ટ ના આધારે આપવામાં આવતો હોય છે.
આ પણ વાંચો : BSF Sports Quota Bharti 2024: બીએસએફ માં ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ
FCI ભરતી પ્રક્રિયા
FCI ભરતી માટેની પરીક્ષા સામાન્ય રીતે ત્રણ તબક્કામાં યોજવામાં આવતી હોય છે:
1. પ્રારંભિક પરીક્ષા (Tier I): આ પરીક્ષા ઘણી સ્પર્ધાત્મક હોય છે અને તેમાં સામાન્ય જ્ઞાન, ગણિત અને અંગ્રેજી પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
2. મુખ્ય પરીક્ષા (Tier II) : Tier I પાસ કરનારા ઉમેદવારો Tier II માટે પાત્ર બને છે, જેમાં સ્પષ્ટ અને ઉંડા વિષયજ્ઞાનનો સામાવેશ કરવામાં આવતો હોય છે, તેમાં હાર્ડ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
3. ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન અને ફિઝિકલ ટેસ્ટ : આ તબક્કામાં ડોક્યુમેન્ટ ને ચકાસવામાં આવે છે અને ફિઝિકલ જરૂરીયાતો દર્શાવાતી પરીક્ષા લેવામાં આવે છે (ચોક્કસ પદો માટે).
FCIની ભરતી કેમ છે મહત્વપૂર્ણ ?
FCIમાં નોકરી મેળવવાથી પ્રત્યેક વ્યક્તિને કેન્દ્ર સરકાર હેઠળની નોકરીનું ગૌરવ અને સલામતી મળે છે. આ એક સરકારી નોકરી હોવાથી લોકો આ નોકરી ને સારી ગણે છે. ઉપરાંત, આ સ્થાને વિવિધ ભથ્થાં, આરોગ્ય સુવિધાઓ અને પેન્શન જેવી યોજનાઓ પણ મળતી હોય છે.
FCI પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી ?
- FCIની ઓફિશિયલ વેબસાઇટ fci.gov.in પર જાઓ.
- રજીસ્ટ્રેશન કરવા માટે તમારી બેઝિક માહિતી ભરો.
- ઓનલાઈન ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો ને સ્કેન કરી અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઈન પદ્ધતિથી પેમેન્ટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી કન્ફર્મેશન ઈમેઇલ અથવા SMS દ્વારા પ્રાપ્ત થશે.
સૂચનાઓ અને સાવચેતીઓ
– ફોર્મ ભરતા પહેલા નોટિફિકેશનને સંપૂર્ણ રીતે વાંચવું જરૂરી છે.
– પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડ માટે નિયમિત વેબસાઇટ મુલાકાત લો.
– ખોટી માહિતી પૂરાવવી મોટી સમસ્યાઓ સર્જી શકે છે.
નિષ્કર્ષ
FCI ભરતી 2024 નોકરી શોધી રહેલા યુવાનો માટે સરસ તક છે. જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હો અને સરકારી નોકરીમાં રસ ધરાવતા હો, તો આ તકને મિસ ન કરો. સફળતા મેળવવા માટે યોગ્ય તૈયારી અને મજબૂત આયોજન જરૂરી છે.
વધુ વાંચો :
Indian Navy Vacancy : 10 પાસ માટે સુવર્ણ તક, ઇન્ડિયન નેવીમાં 275 જગ્યા માટે ભરતી
દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12 હજારની મળશે સહાય
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.