મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક રીતે ગરીબ પરિવારોના રાજ્યના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની શરૂઆત કરેલ છે. ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનામાંથી નાણાકીય સાહેબ મળી રહે છે. આજના આ લેખ દ્વારા અમે તમને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ વિશેની તમામ માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી અમારા આ લેખને અંત સુધી વાંચો.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ લાગુ કરવામાં આવેલ છે ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે આર્થિક રીતે ગરીબ પરિવારના છે. અને આ સ્કોલરશીપ નો તેમને લાભ મળવા પાત્ર છે કુલ 25000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર છે. ધોરણ 9 થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે 20,000 રૂપિયા અને 11 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે 25000 રૂપિયા મળશે. રસ ધરાવતા વિદ્યાર્થી અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે અને અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનો હેતુ
આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે તેમજ કુલ 25000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનારને પણ શિષ્યવૃત્તિ મળશે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના માટેની પાત્રતા
- વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જરૂરી છે.
- વિદ્યાર્થીઓએ તેમના વર્ગોમાં ઓછામાં ઓછા 80% હાજરી હોવી જરૂરી છે.
- વિદ્યાર્થીની કૌટુંબિક આવક ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા 1.2 લાખ શહેરી વિસ્તારોમાં 1.5 લાખ થી વધુ ન હોવી જોઈએ.
- સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા એવા ગુણ મેળવેલા હોવા જોઈએ.
- વિદ્યાર્થીઓએ ધોરણ 9 થી 12 માં નોંધણી કરાવવી આવશ્યક છે.
પરીક્ષા પદ્ધતિ
- પરીક્ષામાં માત્ર મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ રહેશે.
- પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં થી કોઈ પણ એક માધ્યમમાં તમે આપી શકો છો.
- પરીક્ષા 120 ગુણની હશે અને તેનો સમયગાળો 1.30 કલાકનો હશે.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી??
રાજ્યના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. કેવી રીતે ઓનલાઇન અરજી કરવી તેની માહિતી અમે તમને જણાવેલ છે. જેથી આ માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને સચોટ રીતે ઓનલાઇન અરજી પૂર્ણ કરો.
આ પણ વાંચો : ધોરણ 1 થી 8 માં ભણતા વિદ્યાર્થીઓને ગણવેશ સહાય યોજના હેઠળ ₹900 ની સહાય મળશે
- સૌપ્રથમ google સર્ચમાં SEB એક્ઝામ સર્ચ કરવાનું રહેશ.
- ત્યારબાદ તેની સત્તાવાર વેબસાઈટ આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ હોમપેજ પર દેખાતા એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે એપ્લિકેશન ફોર્મેટ દેખાશે તેમાં આધાર નંબર નાખવાનો રહેશે.
- ત્યારબાદ વિગતો ઓટોફિલ જોવા મળશે તે બરાબર છે કે કેમ તે વિદ્યાર્થીઓએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
- લાલ ફૂદડીની * નિશાની હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
- વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ કન્ફોમ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે તમને તમારો કન્ફોર્મ નંબર જનરેટ થશે આ નંબર સાચવીને રાખવાનો રહેશે.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરિણામ તપાસવાના પગલાં
- તમારે પહેલા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજનાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે.
- હોમ પેજ પર પ્રિન્ટ રીઝલ્ટ વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારબાદ એક નવી વેબસાઈટ ખુલશે અને તમારે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ રીઝલ્ટ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- હવે કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ અથવા 12 આધાર યુઆઇડી નંબર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો પરિણામે તમારું પરિણામ સ્ક્રિન પર દેખાશે.
હું આશા રાખું છું કે તમે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ની સંપૂર્ણ માહિતી વાંચી હશે આ માહિતીની મદદ થી તમે સરળતાથી ઓનલાઇન ફોર્મ ભરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપને જોઈન કરો અને અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.
વધુ વાંચો :
દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12 હજારની મળશે સહાય

Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.