ગણવેશ સહાય યોજના : ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકેલ છે. જેમાં ખેડૂતો માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવવામાં આવેલી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ બનાવેલ છે એમાંની એક યોજના છે જેનું નામ છે. ગણવેશ સહાય યોજના આજના આર્ટીકલ દ્વારા અમે તમને ગણવેશ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેથી અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો.
રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરાયેલ ગણવેશ સહાય યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે. આ યોજના હેઠળ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે રૂપિયા 900 ની સહાય મળશે. આજના આ લેખ દ્વારા અમે તમને તમામ માહિતી જણાવીશું.
ગણવેશ સહાય યોજના ઉદેશ્ય
- આ યોજનાનો ઉદેશ્ય અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના પરિવારો પર આર્થિક બોજ ઘટાડીને શિક્ષણ અને પ્રોત્સાહન આપવાનું છે.
- નાણાકીય સહાય ગરીબ અને જરૂરીયાત મંદ પરિવારો દ્વારા સામનો કરવામાં આવતા કેટલાક આર્થિક પડકારો ને દૂર કરવામાં મદદ કરે છે જે શિક્ષણને સુલભ છે.
- ગણવેશ અને પુસ્તકો માટે ભંડોળ પૂરું પાડીને આ યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના બાળકોમાં શાળામાં હાજરી દરમાં સુધારો કરવાનો છે.
આ યોજના હેઠળ કયા કયા લાભ મળવા પાત્ર છે?
- દરેક લાભાર્થી વિદ્યાર્થીઓને ₹900 ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
- વિદ્યાર્થીઓ ગણવેશ પુસ્તકો શાળા સામગ્રી અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો ખરીદવા માટે કરી શકે છે.
- આ યોજનાથી ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને શિક્ષણમાં ગુણવત્તા વધારવામાં મદદ મળશે.
ગણવેશ સહાય યોજના ની પાત્રતા
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ છે.
- ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
- વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખથી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થી વિદ્યાર્થીઓ રાજ્યની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ.
જરૂરી દસ્તાવેજો
- અનુસૂચિત જાતિના દરજ્જાનો પુરાવો.
- ગુજરાતમાં રહેઠાણની ચકાસણી કરતા દસ્તાવેજો.
- ધોરણ 1 થી 8 માં નોંધણીનો પુરાવો.
- જાતિનો દાખલો.
- આવકનો દાખલો.
- વર્તમાન ફોટો.
ગણવેશ સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ તેમની પ્રાથમિક શાળામાંથી ઓનલાઈન અરજી કરી શકાશે જેની પદ્ધતિ નીચે મુજબ આપેલ છે.
- સૌપ્રથમ ગૂગલમાં જઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે.
- ત્યારબાદ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગણવેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- તમારા શાળાના આચાર્યશ્રીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવાની રહેશે.
- શાળાના આચાર્યશ્રીઓએ યોજનાના નિયમો અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, અને જરૂરી દસ્તાવેજો સબમીટ કરવાના રહેશે.
હું આશા રાખું છું કે ગણવેશ સહાય યોજના હેઠળ કેવી રીતે ફોર્મ ભરવું કઈ રીતે યોજનાનો લાભ લેવો તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. આવી જ રીતે વિવિધ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપને જોઈન કરો અને અમારી વેબસાઈટની દરરોજ મુલાકાત લો.
વિકલાંગ પેન્શન યોજના હેઠળ સરકાર આપશે રૂપિયા 1000ની સહાય જાણો અરજીની પ્રક્રિયા
રૂપિયા 15,000 થી ₹2,00,000 સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
દીકરીઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12 હજારની મળશે સહાય

Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.