બોર્ડ પરીક્ષા પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આ તારીખે આવશે, પેપર ચકાસણી પૂર્ણ!
બોર્ડ પરીક્ષા પરિણામ :- નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો આજે હું તમને બધાને એક વખત ખુશખબરી આપવાનો છું જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા હાલમાં આપી છે તેમના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે,
મિત્રો તમે youtube ઉપર ઘણા બધા વિડીયો જોયા હશે પરંતુ તેમાં તમને સાચી માહિતી આપવામાં નહીં આવી હોય પરંતુ આજના આ લેખમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ કે તમારું ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવી શકે છે જો તમારે પણ જાણવું હોય કે બોર્ડ પરીક્ષા પરિણામ ક્યારે આવશે તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
ઘણા વિદ્યાર્થીઓને રીઝલ્ટ પણ જોતા નથી આવડતું તેમને પણ આ લેખને અંત સુધી વાંચવાનો છે અમે તમને રિઝલ્ટ ક્યારે આવવાનું છે તે પણ જણાવવાના છીએ તેની સાથે સાથે અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમે ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ કઈ રીતે તમારા મોબાઈલથી જોઈ શકો છો, જો તમારે પણ આ જાણવું હોય તો તમારે આ લેખને અંત સુધી જરૂરથી વાંચવાનો છે.
ધોરણ 10 અને 12 ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ હતી અને 29 માટે પૂર્ણ થઈ હતી આ દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષા બહુ જ શાંતિપૂર્વક લેવાઈ ગઈ હતી, પરીક્ષા પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓના મનમાં સવાલ ઊભા થાય છે કે ક્યારે તેમનું પરિણામ આવશે તો મિત્રો આમ તો દર વર્ષે પરિણામ બે મહિના પછી આવતું હોય છે,
પરંતુ આ વખતે ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ધોરણ 10 અને 12 નું પરિણામ બહુ જ વહેલુ આવવાનું છે કારણ કે પરિણામ મોડુ આવવાના કારણે ઘણા વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે એડમિશન લેવામાં તકલીફ પડતી હતી અને આ વખતે ચૂંટણી પણ આવી રહી છે તે માટે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ થોડુંક વહેલું જાહેર કરી દેવામાં આવશે.
બોર્ડ પરીક્ષા પરિણામ તારીખ 2024
મિત્રો અમે તમને બધા જ વિદ્યાર્થીઓને જણાવવા માંગીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા હજી સુધી બોર્ડ પરીક્ષા પરિણામ ને લગતી કોઈપણ તારીખ આપવામાં આવી નથી કે આ તારીખે જ રિઝલ્ટ આવી શકે છે પરંતુ મિત્રો સોશિયલ મીડિયાના આધારે એવું જણાવવામાં આવે છે કે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ જશે.
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર એ છે કે અત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની પેપર ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, હવે માત્ર તેમનું રીઝલ્ટ ઓનલાઇન મુકવાનું રહી ગયું છે જે બહુ જ જલ્દી મૂકવામાં આવશે ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ દેખી શકશે, મિત્રો અમે તમને એક નીચે ફોટો આપ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ વિશે એક ન્યુઝ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે પેપર ચકાસણીની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા રિપોર્ટના આધારે એવું જણાવવામાં આવે છે કે 25 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ જાહેર થઈ શકે છે.
રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું?
જો વિદ્યાર્થી મિત્રો તમને પણ રીઝલ્ટ ચેક કરતા નથી આવડતું તો તમારી રીઝલ્ટ ચેક કરતા શીખવું હોય તો નીચે આપેલા સ્ટેપ ને ફોલો કરીને તમે રિઝલ્ટ ચેક કરતા શીખી શકો છો.
વિદ્યાર્થી મિત્રો તમારી રીઝલ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે gseb.org આ તેની ઓફિશિયલ વેબસાઈટ છે જ્યારે પણ રીઝલ્ટ મૂકવામાં આવશે ત્યારે તમે આ વેબસાઈટ ઉપર તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો રીઝલ્ટ ચેક કરવાની પ્રક્રિયા બહુ જ સરળ છે, તમારે માત્ર તમારો સીટ નંબર અહીં દાખલ કરવાનો રહેશે અને કેની બાજુમાં ગો બટન આપેલું હશે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સમક્ષ તમારું રિઝલ્ટ આવી જશે.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
4 thoughts on “બોર્ડ પરીક્ષા પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આ તારીખે આવશે, પેપર ચકાસણી પૂર્ણ!”