આઇપીઓ: નમસ્કાર મિત્રો જો તમે પણ IPO માં ઇન્વેસ્ટ કરવા માંગતા હોય અને સૌથી શ્રેષ્ IPO શોધી રહ્યા હોય તો આજે અમે તમારા માટે સૌથી શ્રેષ્ઠ આપ્યું વિશેની જાણકારી લઈને આવ્યા છીએ જો તમે આઇપીઓમાં રુચિ ધરાવતા હોય તો આ આર્ટીકલ ને આજ સુધી જરૂરથી વાંચો અહીં અમે જે આઇપીઓ વિશે માહિતી આપવાના છે તેને સુધી વાંચો, અને ખાસ મિત્રો અહીં અમે તમારી જાણકારી માટે માહિતી આપીએ છીએ કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમારી જાતે તેના વિશે તપાસ કરી લેવી.
વિશાલ મેગા માટૅ આઇપીઓ
વિશાલ મેગા માર્ટનો IPO 11 ડિસેમ્બર, 2024ના રોજ ખુલી રહ્યો છે, જે 13 ડિસેમ્બર, 2024 સુધી ખૂલો રહેશે. એન્કર રોકાણકારો માટે આ IPO 10 ડિસેમ્બરે ઉપલબ્ધ હશે. આ IPO દ્વારા કંપનીનો ઉદ્દેશ 8000 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરવાનો છે. ખાસ વાત એ છે કે આ IPOનો સ્વરૂપ ‘ઓફર ફોર સેલ’ (OFS) છે, જેમાં કંપની નવા શેર જાહેર નથી કરતી, પરંતુ તેના પ્રમોટર સમાયત સર્વિસ LLP તેના શેર વેચશે. આ LLP પાસે હાલમાં 96.55% સ્ટોક છે, જ્યારે CEO ગુણેન્દ્ર કપૂરના વિલામાં 2.45% સ્ટોક છે.
વિશાલ મેગા માર્ટ ત્રણ મુખ્ય કેટેગરીમાં પ્રોડક્ટ્સ ઓફર કરે છે – એપેરલ, જનરલ મર્ચેન્ડાઇઝ અને FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ). કંપનીએ 30 જૂન, 2024 સુધીમાં 626 સ્ટોર્સ કાર્યરત રાખી છે, તેમજ તેની મોબાઈલ એપ અને વેબસાઈટ દ્વારા કસ્ટમર્સને એપ્રલ, જનરલ મર્ચેન્ડાઇઝ અને FMCG ઉત્પાદનો પણ ઉપલબ્ધ કરાવે છે
વિશાલ મેગા માર્ટનો નાણાકીય વર્ષ 2023-24 માટે પરફોર્મન્સ મજબૂત રહ્યો છે. કંપનીએ 8,911.9 કરોડ રૂપિયાની આવક ઓજરી, જ્યારે અગાઉના વર્ષમાં આ આવક 7,586 કરોડ રૂપિયાની હતી. આ સાથે, કંપનીનો નફો પણ મજબૂતીથી વધ્યો છે, જે 321.27 કરોડ રૂપિયા થી વધીને 461.93 કરોડ રૂપિયા પહોંચી ગયો છે.
આ IPO માટે કોટક મહિન્દ્રા કેપિટલ, ICICI સિક્યોરિટીઝ, જેફરીઝ, જેપી મોર્ગન અને મોર્ગન સ્ટેનલી જેવા મોટા ઈન્વેસ્ટમેન્ટ બેંકો સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે.
વિશાલ મેગા માર્ટનું આ IPO ઘણાં રોકાણકારો માટે એક વિશિષ્ટ અવસર હોઈ શકે છે, ખાસ કરીને તે લોકો માટે જે ‘ઓફર ફોર સેલ’ સ્ટોકમાં રોકાણ કરવા ઇચ્છતા હોય.

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે