ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને જીવન રક્ષણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે. દેશમાં ઘણી બધી વીમા યોજનાઓ ચાલી રહી છે, જેમ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, વિદ્યાર્થીઓ વીમા યોજના, વગેરે જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે દેશના 18 વર્ષથી ૫૦ વર્ષની ઉંમરના લોકો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તો આજના આ લેખ દ્વારા અમે તમને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશેની માહિતી આપીશું
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એક કેન્દ્ર સરકારની યોજના છે જેમાં આ યોજના માટે વ્યક્તિએ પોતાના બેંક ખાતામાંથી વાર્ષિક ₹330 ભરવાના હોય છે. જેને આવનાર વર્ષ માટે ઓટો ડેબિટ પણ કરી શકાશે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વીમા કવચનો લાભ વ્યક્તિનો કોઈ પણ કારણથી મૃત્યુ થાય તો રૂપિયા બે લાખ વિમાની રાશિ મળવાપાત્ર થશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના વલ્લભ ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર છે. અને જેમની પાસે બેંક બચત ખાતું હોય તેમને આ યોજના સાથે જોડી શકાય છે. ગ્રાહકે ડોક્ટર પાસેથી સ્વાસ્થ્ય અંગેનું પ્રમાણપત્ર બેંકમાં જમા કરવાનું રહેશે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના નું પ્રીમિયમ ક્યારે ભરવાનું હોય છે?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું વાર્ષિક પ્રીમિયમ 31 મેના રોજ ભરવાનું હોય છે. અથવા અગાઉ પ્રીમિયમ ભરેલ હોય તો ઓટો ડેબિટ થઈ જાય છે જો મેં માસના અંતમાં તમારા બેંક બેલેન્સ નહી હોય તો પોલીસી રદ થઈ જાય છે.
આ પણ વાંચો : દીકરીના લગ્ન સુધી 27 લાખની રકમ આપશે lic ની આ યોજના જાણો કેવી રીતે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની પાત્રતા
- 18 થી 50 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- વ્યક્તિને અન્ય બેંકોમાં ખાતા હોય તો પણ કોઈ પણ એક બેંકમાં આ યોજનાનો લાભ મળશે.
- બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરેલ હોવું જોઈએ.
- લાભાર્થી 31 મે સુધીમાં ફરજિયાત ₹330 પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ અને ચકાસણી અર્થ બેંક પાસબુકમાં એન્ટ્રી કરેલી હોવી જોઈએ.
- આ યોજના ઓટો ડેબિટ હોવાથી બેંકમાં પ્રીમિયમ માટે મિનિમમ બેલેન્સ હોવું જરૂરી છે.
જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- બેંક પાસ બુક
- મોબાઈલ નંબર
- ઓળખ કાર્ડ
- પાસપોર્ટ સાઇઝના ફોટા
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ કેવી રીતે કરી શકાય?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ફોર્મ ની અરજી રાષ્ટ્રીયકૃત થયેલ કોઈ પણ બેંકમાં કરી શકાય છે. જ્યાં અરજી ફોર્મમાં તમામ વિગતો ભરવાની હોય છે જેમાં વ્યક્તિનું નામ મોબાઈલ નંબર વગેરે જેવી માહિતી પ્રદાન કરવાની હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમામ દસ્તાવેજો જમા કરવાના હોય છે જેમ કે ડોક્ટરનું સ્વાસ્થ્ય પ્રમાણપત્ર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટો, આધાર કાર્ડ, વગેરે જેવા દસ્તાવેજો સબમીટ કરવાના હોય છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેલ્પલાઇન નંબર
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે તમે તમારી કોઈપણ સમસ્યા હોય કે વધુ માહિતી અને જાણકારી માટે ટોલ ફ્રી નંબર પર કોલ કરો
18001801111
હું આશા રાખું છું કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશેની તમામ વિગતો તમને મળી ગઈ હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓ ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.
વધુ જાણો :
બોરવેલ સબસીડી યોજના 2024: બોરવેલ સ્થાપન માટે ₹50,000 સુધીની સબસીડી મેળવો
મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા, આવી રીતે કરો અરજી
Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.