મિત્રો અત્યારના સમયમાં પણ ગુજરાતમાં એવા ઘણા બધા નાગરિકો છે જેમને રહેવા માટે પોતાનું ઘર નથી, અને પોતાનું ઘર બનાવવા માટેની જગ્યા પણ નથી હોતી. જે લોકો આવી પરિસ્થિતિમાં છે અને બેનરેશન કાઢવાના આમ ધરાવતા હોય. અને આર્થિક રીતે નબળા હોય તેવા લોકો માટે સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે જેમને મફત પ્લોટ સહાય યોજના કહેવામાં આવે છે.
ગુજરાતમાં ઘણા બધા એવા લોકો છે જેને પોતાનું ઘર બનાવવા માટે પૂરતી જમીન પણ નથી કે જે લોકો બીપીએલ યાદીમાં આવતા હોય અથવા તો ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે.
આ મફત પ્લોટ યોજના ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આજના આર્ટીકલ દ્વારા હું તમને જણાવવા જઈ રહ્યો છું. જેથી અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચવા વિનંતી.
આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને ગરીબી રેખા નીચે જીવતા હોય તેમ જ બીપીએલ યાદીમાં આવતા હોય તેવા લોકોને ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તેમજ આ મફત પ્લોટ 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે કે જેમની પાસે પોતાનું ઘર નથી તેમજ ઘર બનાવવા માટે પ્લોટ નથી અને તેઓ બીપીએલ યાદીમાં આવે છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
શું છે આ મફત પ્લોટ યોજના?
આ યોજના હેઠળ ગરીબ અને જેવો ગરીબી રેખા નીચે જીવતા હોય તેમ જ બીપીએલ યાદીમાં આવતા હોય તેવા લોકોને ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તેમજ આ મફત પ્લોટ યોજના હેઠળ 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેની પાસે ઘરનું ઘર નથી તેમજ ઘર બનાવવા માટે પ્લોટ નથી અને તેઓ બીપીએલ યાદીમાં આવે છે.
મફત પ્લોટ યોજનાનો ઉદ્દેશ્ય
મફત પ્લોટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવવાનો છે જેથી લોકો પોતાનું પાકું ઘર નથી બનાવી શકતા તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે.
આ પણ વાંચો : સરકાર આપશે ટ્રેકટર ખરીદવા માટે સહાય, આવી રીતે જાતે કરો અરજી – Tractor Sahay yojana 2025
મફત પ્લોટ યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- દરેક પરિવારના લોકોને સો ચોરસ વાર જમીન આપવામાં આવે છે.
- આ જમીન મફતમાં આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ એવા મજૂરોને મળે છે જેમની પાસે પોતાની જમીન નથી.
મફત પ્લોટ યોજનામાં અરજી કરવાની પાત્રતા
- અરજદાર ની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- અરજદાર ગરીબી રેખા નીચે જીવતા હોય તેઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
- અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- અરજદાર ની વાર્ષિક આવક મર્યાદા 1,20,000 થી વધુ ના હોવી જોઈએ.
- અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- અરજદાર બીપીએલ કેટેગરીનો લાભાર્થી હોવો જોઈએ.
- અરજદાર ગ્રામીણ કારીગર અથવા તો મજૂર હોવો જોઈએ.
જરૂરી દસ્તાવેજો
- મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- બીપીએલ કાર્ડ
- જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- ઉંમરનો પુરાવો
- બેંક પાસબુક
મફત પ્લોટ યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી?
- મફત પ્લોટ સહાય યોજના નો લાભ મેળવવા માટે ઓફલાઈન અરજી કરવાની રહેશે.
- આ અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ ગામના તલાટી પાસેથી મફત પ્લોટ સહાય યોજના નું ફોર્મ મેળવવાનું રહેશે.
- ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને ઉપર જણાવ્યા મુજબના દસ્તાવેજો જોડીને તેમાં તલાટીના સરપંચના સહી સિક્કા કરવાના રહેશે.
- ત્યાર પછી આ જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળ પ્રક્રિયા થઈને તમારી અરજી મંજૂર કરવામાં આવશે.
હું આશા રાખું છું કે મફત પ્લોટ સહાય યોજના હેઠળ તમામ લાભો ઓનલાઇન અરજી પ્રક્રિયા દસ્તાવેજો ની વિગતો તમને સચોટ રીતે મળી ગઈ હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો.
વધુ જાણો :
લેપટોપ સહાય યોજના 2024-25: 25,000 રૂપિયાની સહાયથી સહાય મેળવો
પોસ્ટ ઓફીસ પીપીએફ સ્કીમ : મહિને 6000 રૂપિયા ભરો, અને 19,52,740 રૂપિયા મેળવો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વર્ષે 330 રૂપિયા ભરો અને 2 લાખ મેળવો
Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.