Disease X : હાલના સમયમાં બાળકો નું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારે એક નવી બીમારી આવી છે જેનું નામ X છે. અને તે ખૂબ જલ્દી ફેલાઈ રહી છે. આ બીમારી સૌથી વધુ આફ્રિકા ના વિસ્તારો માં ફેલાઈ રહી છે. અત્યાર સુધી આ બીમારી ના કારણે 140 થી વધુ લોકોના મોત થયા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ 7 મહિના પહેલા આ બીમારી વિશે જણાવ્યું હતું અને આનાથી સાવધાન રહેવાનું કહ્યું હતું. આ બીમારી વિશ ઓછી માહિતી છે જેના કારણે લોકો આનો શિકાર બની રહ્યા છે. આજના આ આર્ટિકલ માં અમે તમને આ બીમારી વિશે સંપુર્ણ જાણકારી આપવાના છીએ. જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.
કેટલો ઘાતક છે X ?
આ રોગ X વિશે વધુ માહિતી ન હોવાના કારણે આને x તરીકે ઓળખવામાં આવે છે, આ રોગ નું હજુ કોઈ ચોકકસ નામ આપવામાં આવ્યું નથી. આ રોગ સૌ પ્રથમ 2018 માં ચર્ચા માં આવ્યો હતો પરંતુ આના લક્ષણો ફ્લૂ જેવા હોવાના કારણે લોકો એ નજરઅંદાઝ કર્યો.
કોને છે આ રોગનું વધારે જોખમ ?
સેન્ટ્રલ આફ્રિકામાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં X રોગના સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. આ રોગનો સૌથી વધુ ભોગ બાળકો બન્યા હતા. આફ્રિકન સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સનના જણાવ્યાં અનુસાર, અત્યાર સુધીમાં નોંધાયેલ 386 કેસો માંથી લગભગ 200 દર્દીઓ બાળકો છે. જેમની ઉંમર 5 વર્ષ થી ઓછી છે. આ રોગ ફેલાવવાનું કારણ શું હોઈ શકે છે તે હજુ ચોક્કસ નથી. એવું કહેવામાં આવે છે કે તેનું ટ્રાન્સમિશન એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં થાય છે. તે શ્વાસ દ્વારા ફેલાય છે. આને રોકવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આફ્રિકામાં કેટલીક દવાઓ મોકલવામાં આવી છે. પરંતુ આ રોગ ભવિષ્યમાં તબાહી મચાવી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રોગ X ના લક્ષણો શું છે ?
રોગ X ના લક્ષણો નીચ મુજબ છે :
- તાવ આવવો.
- માથાનો દુઃખાવો થવો.
- શરીરમાં દુઃખાવો થવો.
- શ્વાસ લેવામાં તકલીફ થવી.
રોગ થી કેવી રીતે બચવું ?
- રોગથી બચવા માટે તમારે ચેપગ્રષ્ત વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ.
- જો તમને ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો ડોક્ટર પાસે જાઓ અને યોગ્ય સારવાર લેવી.
- હાથ ધોવાનું અચૂક રાખો.
- ખાનપાન ને સુધારો, સારો ખોરાક ખાવાનું રાખો.
વિશેષ નોંધ : અહી આપવામાં આવેલી તમામ માહિતી ડોક્ટર, વૈદ્ય, નિષ્ણાત અને રીસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. જો તમારે આ રોગ વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે ડોક્ટર અથવા તો તમારે નજીકના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી શકો છો. આ આર્ટિકલ ફક્ત વાંચકોની જાગૃતિ વધારવાના હેતુ થી આ આર્ટિકલ લખવામાં આવ્યો છે. વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે ડોક્ટર ની સલાહ લેવી.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને ભવિષ્યમાં આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
આ પણ વાંચો :
ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો કઈ રીતે કરવું રજીસ્ટ્રેશન?
મફત પ્લોટ સહાય યોજના : મકાન બનાવવા માટે મળશે પ્લોટ જાણો સંપૂર્ણ અરજી પ્રક્રિયા
પોસ્ટ ઓફીસ પીપીએફ સ્કીમ : મહિને 6000 રૂપિયા ભરો, અને 19,52,740 રૂપિયા મેળવો
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.