અમદાવાદ : એકના ચાર ગણા કરી આપવાની લાલચ આપી, તાંત્રિક વિધિના બહાને લોકો ને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મૌત ના ઘાટ ઉતારી દેવાના કિસ્સામાં પોલિસ તપાસ દરમિયાન એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. પોલિસ તપાસમાં ભૂવાએ કુલ 12 લોકોને હત્યા કરવાનું સામે આવતા પોલીસએ હવે એક પછી એક કિસ્સાની જાંચ શરૂ કરી છે. જેમાં પોલીસ ને કેટલાક સબૂત હાથ લાગ્યા છે.
સીરિયલ કિલર નવલસિંહ ચાવડાની પૂછપરછ દરમિયાન પોલીસ ને જે હકીકત હાથ લાગી છે તે અંગે પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે. પોલિસ તપાસમાં નવલસિંહ એ જણાવ્યું છે કે તેણે કુલ 12 લોકોની હત્યા કરી છે. જેમાં એક તેની પ્રેમિકાની હત્યા પણ નવલસિંહ એ કરી હોવાનું સામે આવ્યું છે. નગ્માનો પરીવાર પારિવારિક સમસ્યાઓ લઈને નવલસિંહ પાસે આવતો હતો ત્યારે નગ્માને નવલસિંહ સાથે પ્રેમસંબંધો બંધાઈ જાય છે, ત્યારબાદ નગ્મા નવલસિંહ ને લગ્ન માટે દબાણ કરવા લાગે છે જેથી નવલસિંહ નગ્મા ને તેના ઘરે બોલાવી તેની હત્યા કરી, તેના ટુકડા કરી નાખે છે ત્યારબાદ તેના ટુકડાને બેગમાં ભરી વાંકાનેર રેલવે સ્ટેશનની સામે ડાટી આવે છે.
પોલીસને આ વાત ની જાણ થતાં પોલીસ એસડીએમ ની ઉપસ્થિતિ માં ખોદકામ કરીને કેટલાક અવશેષો શોધી કાઢયા છે. આ સિવાય વાત કરીયે તો કાદર અલી, તેનો પુત્ર, અને તેની પત્નીનો મૃતદેહ એક રિક્ષામાંથી મળી આવ્યો હતો, જેમાંથી પોલીસ ને એક સુસાઈડ નોટ પણ મળી હતી. જ્યારે પોલીસ દ્વારા નવલસિંહ ની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની ગાડીમાંથી સમાન શબ્દો વાળી બીજી એક સુસાઇડ નોટ મળી આવી. જેથી પોલીસ ને આશંકા છે કે આ ત્રણ ની હત્યા પણ નવલસિંહ એ જ કરી છે. અને તે સુસાઈડ નોટ પણ નવલસિંહ એ જ લખી છે.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે. ધન્યવાદ…
ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો કઈ રીતે કરવું રજીસ્ટ્રેશન?
નવી બીમારી ! Disease X નો ખતરો, નથી જોવા મળતા કોઈ લક્ષણ, બાળકો બની રહ્યા છે શિકાર, સાવધાન થઈ જજો
કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.