ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મેળવો 1.20 લાખ રૂપિયાનો લાભ, અત્યારે જ કરો અરજી

WhatsApp Group Join Now

પ્રિય મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો ચાલો આજે આપણે સરકારી ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની માહિતી મેળવીશું સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહ્યું છે ગુજરાતના ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે રોજગારી મેળવવા માટે સાધન સહાય આપવા માટે માનવ કલ્યાણ યોજના અમલમાં મુકવામાં આવેલ છે

રોટી કપડા અને મકાન આ ત્રણેય વસ્તુ જીવન જરૂરી વસ્તુ છે જે દરેક પાસે હોવું જોઈએ પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશમાં ઘણા નાગરિકો ઘર વગરના હોય છે આવા ઘર વગરના લોકો માટે સરકાર શ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જેમ કે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ડોક્ટર આંબેડકર આવાસ યોજના વગેરે જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને નાગરિકોને આવાસ આપવામાં આવે છે

ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનું હેતુ

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે અનુસૂચિત જાતિ જ્ઞાતિના ઘરવિહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા અહેવાલાયક મકાન ન હોય એમને ડોક્ટર આંબેડકર આવાસ યોજના આપવામાં આવે છે આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે

ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળવા પાત્ર લાભ

  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ પ્રથમ વખત મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં રૂપિયા એક લાખ 20 હજારની સહાય આપવામાં આવે છે
  • આ યોજના હેઠળ અરજદારને પ્રથમ મુક્તામાં 40 હજાર રૂપિયા આપવામાં આવે છે
  • ડોક્ટર આંબેડકર આવાસ યોજના ના બીજા હપ્તા પેટે ₹60,000 લાભ મળવાપાત્ર રહેશે
  • આ યોજના હેઠળ લાભાર્થીને ત્રીજા હપ્તા રૂપે રૂપિયે 20,000 ની સહાય આપવામાં આવે છે
  • ડોક્ટર આંબેડકર આવાસ સહાય શ્રી મહિલા ભારતી મહાત્મા ગાંધી નરેગા નો લાભ લઈ શકે છે
  • લાભાર્થી એ મનરેગા હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસ ની બેનકુશળ રોજગારી મેળવી શકે છે જેમાં કુલ રૂપિયા 17,910 ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે
  • સ્વચ્છ ભારત મિશન ભારત હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12000 ની સહાય આપવામાં આવશે
  • શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લોકોએ તાલુકા પંચાયતની તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા મહાનગરપાલિકા તરફથી મેળવી શકશે

આ વાંચો:- ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દિકરીઓ ને મળશે ₹25,000 ની સહાય

જરૂરી દસ્તાવેજો

  1. આધારકાર્ડ
  2. રેશનકાર્ડ
  3. જાતિનો દાખલો
  4. આવકનો દાખલો
  5. રહેઠાણનો પુરાવો
  6. જમીન માલિકી નું આધાર દસ્તાવેજ
  7. લાભાર્થીના બેન્ક પાસબુક ની પ્રથમ પાનાની નકલ
  8. પતિના મરણ નો દાખલો વિધવા હોય તો
  9. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતો નકશો
  10. ચાર દિશા દર્શાવતા નકશાની નકલ
  11. ચૂંટણી ઓળખપત્ર
  12. લાભાર્થી ના મકાન બાંધકામ ચીઠી
  13. અગાઉ કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધેલ નથી તે અંગેનું સોગંદનામુ

ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવેલ છે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે આંબેડકર આવાસ યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

  1. સૌપ્રથમ google સર્ચ ખોલીને તેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  2. હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલને સતાવાર વેબસાઈટ ખોલવાની રહેશે
  3. ત્યારબાદ તેમાં ડાયરેક્ટર સેડ્યુલ કાસ્ટ વેલફેર પેજ પર ક્લિક કરવાનું રહેશે
    ત્યારબાદ કરમ નંબર બે પર ડોક્ટર આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે
    જેમાં તમે રજીસ્ટ્રેશન ન કરેલ હોય તો ન્યુ યુઝર પ્લીઝ રજીસ્ટર ટેપ કરવાનું રહેશે
    જેમાં તમારે નામ મોબાઈલ નંબર પાસવર્ડ અથવા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે
    નવું એકાઉન્ટ બનાવ્યા પછી સિટિઝન લોગીન પર ક્લિક કરવાનું રહેશે જેમાં યુઝર આઇડી પાસવર્ડ અને કેપ્ચા કોડ ના આધારે લોગીન કરવાનું રહેશે
    સીટીઝન લોગીનમાં ડોક્ટર આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે
    ત્યારબાદ પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે
    ત્યાર પછી ઘરવિહોણા કે રહેવા લાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે
    ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
    ત્યારબાદ તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી માહિતી એક વાર ધ્યાનપૂર્વક ચકાસીને સેવ પર ક્લિક કરવાનું રહેશે
    ફાઇનલ કન્ફર્મ થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે
    પ્રિન્ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લા કચેરી ખાતે જમા કરવાની રહેશે.

આ રીતે દરરોજ નવા સમાચાર કે કોઈપણ નવી સરકારી યોજના કે કોઈપણ નવી સરકારી ભરતી વિશે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરવા માટે અત્યારે જ અમારા Whatsapp ગ્રુપને જોઈન કરો.

નોંધ:- અહીં અમે જે પણ માહિતી આપી છે તે તમારી જાણકારી માટે છે આ કોઈપણ પ્રકારની સરકારી વેબસાઈટ નથી અહીં અમે જે માહિતી આપી છે તે સોશિયલ મીડિયાના આધારે આપી છે તમે કોઈપણ યોજનામાં અરજી કરતાં પહેલાં એક વાર સરકારી વેબસાઈટની માહિતી ચકાસ્યા બાદ જ અરજી કરવી.

આ વાંચો:- તાર ફેન્સીંગ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની આજુબાજુ કાંટાણી વાળ બનાવવા માટે સરકાર આપે છે સહાય

Leave a comment