ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના : દીકરી એટલે જીવનનું અનોખું રતન દીકરી એટલે વહાલનો દરિયો દીકરી નથી બહુ જ તેને આવવા ન દેશો ખરોચ. કોઈપણ દેશમાં આર્થિક વિકાસ માટે પુરુષ અને સ્ત્રી બંનેનું એક સામાન્ય ઉદાહરણ હોવું જરૂરી છે. સમાજમાં સ્થિરતા જાળવી રાખવા માટે પુરુષ અને સ્ત્રી બંને જરૂરી છે. સમગ્ર વિશ્વમાં દીકરીના જન્મ દર ને લઈને વિકટ પ્રશ્નો ઉદ્ભવે છે.
રાષ્ટ્રનિર્માણ માટે આપણી સરકાર દીકરીઓના આરોગ્ય શિક્ષણ અને સામાજિક એક સૂત્રતા જળવાઈ રહે તે માટે વહાલી દિકરી યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, કુંવરબાઈનુ મામેરુ યોજના, જેવી વગેરે યોજનાઓ અમલમાં મૂકેલી છે. પરંતુ આજના આ આર્ટીકલ દ્વારા અમે તમને ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ની વાત કરવા જઈ રહ્યા છીએ.
દીકરી વધાવો દીકરી ભણાવો ના સૂત્રને ચરિતાર્થ કરવું જરૂરી છે વધુમાં સ્ત્રીભૃણ હત્યાના અટકાવવા તેમજ દીકરીના જન્મ દર ને વધારવા માટે આપણી રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના અમલમાં મુકેલ છે.
આ યોજના હેઠળ કોને સહાય મળવા પાત્ર છે ?
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ હોય તેમને આ યોજનાનો લાભ મળવાપત્ર છે તથા શ્રમયોગીના ત્યાં દીકરી જન્મે તે દીકરીને યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે.
જરૂરી દસ્તાવેજો
- શ્રમયોગી બોર્ડ હેઠળ નોંધાયેલ હોવાનો પુરાવો.
- આધારકાર્ડ
- દીકરીના જન્મનો દાખલો
- બેંકની વિગતો
- માંગવામાં આવે તેવું પ્રમાણપત્ર
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ અરજદારે ગુગલ સર્ચમાં સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે.
- આ સન્માન પોર્ટલ ગુજરાતની સત્તાવાર વેબસાઈટ ખુલશે.
- ત્યારબાદ નવા સન્માન પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન દરમિયાન યુઝર આઇડી અને પાસવર્ડ મોબાઇલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.
- નોંધણી પૂર્ણ થઈ ગયા પછી અરજદાર એ ઓનલાઇન લોગીન કરવું પડશે.
- લોગીન કર્યા પછી અરજદાર ગુજરાતમાં મુકાયેલી યોજનાઓને સુચી બનાવવાની રહેશે.
- આ યાદી માંથી મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન સહાય યોજના ની પસંદગી કરવાની રહેશે.
- ત્યારબાદ એક નવું પેજ ખુલશે જેના પર ઓનલાઇન ફોર્મ બતાવવામાં આવશે અરજદારે તેની અંગત વિગતો ભરવાની રહેશે જેમાં લેબલ.
- આઇડેન્ટિફિકેશન કાર્ડ ની વિગતો અરજદારનું નામ, સરનામું, અને અન્ય માહિતીનો સમાવેશ થાય છે. આગળ છે આગળ સેવ બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ આગામી પેજ પર યોજના ની વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે.
- આગલા પેજમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- દસ્તાવેજ અપલોડ કર્યા પછી આગલા પેજ પર અરજદાર નિયમો સરખી રીતે વાંચીને સ્વીકારવાની રહેશે. અને સેવ બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરવાની રહેશે.
- જ્યારે તમે એપ્લિકેશનને અંતિમ સ્વરૂપ આપો છો ત્યારે તમને એક એપ્લિકેશન નંબર પ્રાપ્ત થશે. આગળની પ્રક્રિયા માટે આને રેકોર્ડ કરવું પડશે.
- ત્યારબાદ તમે અરજીની ઓનલાઇન પ્રિન્ટ લઈ શકશો અને પ્રાપ્ત થયેલ એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને અરજીની સ્થિતિ તપાસી શકશો.
હું આશા રાખું છું કે મારા દ્વારા લખાયેલા આર્ટીકલ તમને સમજાઈ ગયો હશે. આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો. અને અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો.
વધુ વાંચો :
તાર ફેન્સીંગ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની આજુબાજુ કાંટાણી વાળ બનાવવા માટે સરકાર આપે છે સહાય
મફત પ્લોટ સહાય યોજના : મકાન બનાવવા માટે મળશે પ્લોટ જાણો સંપૂર્ણ અરજી પ્રક્રિયા
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના : મહિલાઓ ને મળશે 6000 રૂપિયા મહિને, જાણો સંપૂર્ણ પ્રોસેસ
Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.