ભારતમાં ખેડૂતોનો કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ પર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જેના માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે જેમાં વર્ષ 2024 25 માટે યોજનાઓ અમલમાં મુકેલ છે જેમાં પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ વગેરે જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો પશુપાલકો માટે ચાલે છે જેમાં હાલમાં તાર ફેન્સીંગ યોજના તાડપત્રી સહાય યોજના વગેરે જેવી અગત્યની યોજનાઓ ચાલી રહી છે
અત્યારે હાલમાં ડિજિટલ યુગ ચાલી રહ્યું છે તાજેતર માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટ જીપીટી વગેરે જેવી ટેકનોલોજી આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતો પણ ડિજિટલ બને તેવું જે રાખ્યું છે ડિજિટલ સેવા નું વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે સ્માર્ટફોન સહાય યોજના વિશેની માહિતી મેળવીશું સ્માર્ટફોનની સહાય યોજના ના લાભ લેવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ કેવી રીતે લાભ મેળવવો તેની માહિતી મેળવીશું
દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર ડિજિટલ સેવાનું વ્યાપ્ત દિન પ્રતિદિન વધી રહ્યો છે કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અવનવી તકલીફ અપનાવી રહ્યા છે આ ટેકનીક ના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી વરસાદની આગાહી સંભવિત રોગ જીવાત ના ઉપદ્રવ ની માહિતી નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડીની યોજનાઓની માહિતી મેળવી શકે છે જેના માટે સ્માર્ટફોનનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને રાજીના કૃષિ વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે
ખેડૂતો પોતાના સ્માર્ટફોનના ઉપયોગ દ્વારા ખેતી વિશે માટે ફોટોગ્રાફ્સ ઇમેલ એસએમએસ તથા વિડિયો ની આપ લે કરી શકે છે જેનાથી રાજ્યના ખેડૂતો માહિતીસભર બને છે જેને ધ્યાનમાં લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા મલ્ટીમીડિયા પ્લેયર ટચ સ્ક્રીન વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે સુવિધાઓ સાથે ના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના હેઠળ રૂપિયા 6,000 ની સહાય આપવામાં આવે છે
સ્માર્ટફોન સહાય યોજનાનો હેતુ
રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસ ને વધુમાં વધુ લાભ લેતી અત્યંત જરૂરી છે ખેડૂતો ડિજિટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે રોગ જીવાત નિયંત્રણની તકલીફ ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલ ના ટેર્વે મેળવે તે અગત્યનો હેતુ છે આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે
સ્માર્ટફોન સહાય યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા
- અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ
- ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને આઇ ખેડુત 8 એ મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવા પાત્ર થશે
- આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે
- સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનો સમાવેશ થશે નહીં
સ્માર્ટફોન સહાય યોજના હેઠળ મળવા પાત્ર લાભ
- આ સહાય યોજનામાં લાભાર્થીઓની મોબાઇલની ખરીદી પર સહાય મળશે હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી જે હવે 40% સહાય મળશે
- ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોનમાં 15 હજાર સુધીના સ્માર્ટફોન પર સહાય મળવા પાત્ર થશે
- ખેડૂત સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6,000 બેમાંથી જે ઓછું હશે તે સમય મળવા પાત્ર રહેશે
- આ સહાય ફક્ત સ્માર્ટ ફોનની ખરીદી માટે જ રહેશે
- સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ચાર્જર જેવા સાધનો સમાવેશ થશે નહીં
જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- રદ કરેલ ચેક ની નકલ
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નો IMEI નંબર
- ખેડૂતના જમીનના દસ્તાવેજો
મોબાઈલ સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો
- આ યોજનાનો લાભ મેળવવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે લાભાર્થી ખેડૂત દ્વારા નિયમનનું પાલન કરનાર ખેડૂતને સહાય આપવામાં આવશે
- આ યોજના હેઠળ લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે
- ઓનલાઇન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે
- મંજુર થયેલ અરજીની જાણ ઇમેલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે
- આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશ થી દિન 15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે
- નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કરેલ પછી લાભાર્થી ખેડૂત તે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે
- સહી કરેલ પ્રિન્ટ આઉટ સાથે અન્ય તમામ દસ્તાવેજો સાથે ગ્રામસેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરવાના રહેશે
- આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજુ કરવાનું રહેશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર પર ગૂગલ ઓપન કરીને આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે
- જ્યાં આઇ ખેડૂત પોર્ટલ પરની સત્તાવાર વેબસાઈટ ખોલવી
- આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં હોમ પેજ પર યોજના પર દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે
- સત્તાવાર વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે જેમાં ખેતીવાડીની યોજના પર ક્લિક કરવાનું રહેશે
- હવે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના પર ક્લિક કરીને આગળની પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે
- જેમાં ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માં અરજી કરો તેના પર ક્લિક કરીને નવું પેજ ખોલવાનું રહેશે
- જો તમે આટલું પોર્ટલ પર રજીસ્ટર અગાઉ કરેલું હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન નથી કરેલ તો ના કરવાનું રહેશે
- ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને કેપચા ઈમેજ નાખવાની રહેશે
- લાભાર્થી ખેડૂત દ્વારા ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે
- લાભાર્થી ખેડૂત દ્વારા સ્માર્ટફોન સહાય યોજના ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
- આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોકસાઈ કર્યા બાદ એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે
- એપ્લિકેશન અરજી એક વાર કન્ફર્મ થઈ ગયા પછી એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં
- ખેડૂત લાભાર્થી ઓનલાઈન એપલીકેશન કર્યા બાદ પોતાની પ્રિન્ટ અરજીના આધારે કાઢવાની રહેશે
- અરજી પ્રિન્ટ કરીને જરૂરી સહી અને સિક્કા કર્યા પછી તમારા વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી ડોક્યુમેન્ટ સાથે આપવાના રહેસે

Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.