Gsrtc Helper 1658 Recruitment 2024: ITI કરેલા યુવાનો માટે સુવર્ણ તક

WhatsApp Group Join Now

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા 2024માં હેલ્પરની 1658 ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ITI કરેલા યુવાનો માટે રોજગાર મેળવવાની ઉત્તમ તક છે. ભરતી સંબંધિત તમામ જરૂરી માહિતી જેવી કે લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, અને અરજીની પ્રક્રિયા વિશે આ લેખમાં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

કુલ જગ્યાઓ અને શ્રેણીવાર વિતરણ

GSRTC હેલ્પર માટે કુલ 1658 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:

  • lOBC/SCBC: 737
  • EWS: 194
  • SC: 264
  • ST: 103
  • અન્ય અનામત: 260
  • કુલ ખાલી જગ્યાઓ: 1658

શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે માન્ય સરકારની સંસ્થામાંથી આઈટીઆઈનું પ્રમાણપત્ર હોવું જોઈએ. નીચે આપેલ ટ્રેડ્સમાંથી કોઈ એકમાં તાલીમ જરૂરી છે: મીકેનીક મોટર વ્હીકલ, જનરલ મીકેનીક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રીશિયન, સીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રીપેરર, વેલ્ડર, કારપેન્ટર, પેઇન્ટર જનરલ

ઉંમર મર્યાદા:

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પગાર ધોરણ

આ પદ માટે શરૂઆતી નિશ્ચિત પગાર ₹21,100 રહેવાનું છે, જે પાંચ વર્ષ સુધી લાગુ રહેશે.

અરજી ફી

વિભિન્ન શ્રેણી માટે અરજી ફી નીચે મુજબ છે:

  • OBC/SCBC: ₹300
  • SC/ST: ₹200

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચેના ધોરણો પર આધારિત રહેશે:

  • – લેખિત પરીક્ષા
  • – પ્રેક્ટિકલ ટેસ્ટ
  • – દસ્તાવેજ ચકાસણી

ફોર્મ ભરવાની પ્રક્રિયા

GSRTC હેલ્પર 1658 ભરતી માટે ઉમેદવારોને ઓનલાઇન માધ્યમથી અરજી કરવી પડશે. ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો:

  • ગુજરાત એસટીની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
  • https://www.gsrtc.in/
  • GSRTC ભરતી 2024″ લિંક પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ખોલી તેમાં જરૂરી વિગતો ધ્યાનપૂર્વક ભરો.
  • માંગેલા દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ઑનલાઇન જમા કરો
  • આખું ફોર્મ તપાસીને “Submit” બટન દબાવો.
  • અરજીની પીડીએફ ડાઉનલોડ કરો અને તેનો પ્રિન્ટ આઉટ ભવિષ્ય માટે સાચવી રાખો.

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: જલ્દી જાહેર થશે
  • અરજી કરવાની અંતિમ તારીખ: અધિકૃત વેબસાઈટ પર અપડેટ રહેશે

GSRTC હેલ્પર માટેની આ ભરતી રાજ્યના ITI યુવાનો માટે રોજગારી મેળવવા અનોખી તક છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તકનો લાભ ઉઠાવે અને નક્કી પદ માટે અરજી કરે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અવશ્ય વાંચો.

Gsrtc

Leave a comment