હવામાન વિભાગની આગાહી 2025 : સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં હજુ ચાર દિવસ છૂટાછવાયા વરસાદ ની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ગુજરાતમાં હજુ 18 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ દાહોદ, મહિસાગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અને બોટાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફુંકાવાની અને સાથોસાથ હળવે થી મધ્યમ વરસાદ નું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
બીજી બાજુ અમદાવાદ સહિત અન્ય સ્થળોએ ગરમીનો પારો વધવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ને પાર કરશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજકોટમાં વરસાદથી લોકોના ઘરોમાં પાણી ભરાયાં !
રાજકોટમાં ગુરુવારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના લીધે રાજકોટમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. રાજકોટમાં દોઢ ઇંચ વરસાદથી ગવલીવાડ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ગવલીવાડ વિસ્તાર દોઢ ઇંચ વરસાદથી ઘુટણ સમાં પાણી ભરાયાં અને લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા. ઘરોમાં વરસાદી પાણી ઘુસતા ઘરવખરીને વ્યાપક નુકશાન થયું હતું.
ડાંગના ગિરિમથક સાપુતારામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રાત્રિના વરસાદ બાદ સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સનરાઈસ પોઇન્ટ પર ગાઢ ધુમ્મસ છવાયું હતું.
આવી જ લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ મેળવો માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
વધુ વાંચો :
રેશનકાર્ડમાં કોઈપણ નવું નામ ઉમેરવું, અથવા કોઈપણ નામ કમી કરતા શીખો!

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.