Jio no navo recharge plan 2025: ભારતની અગ્રીમ ટેલિકોમ કંપની Reliance Jio સતત પોતાના ગ્રાહકો માટે નવા અને આકર્ષક પ્લાન રજૂ કરતી રહે છે. ₹895 નું પ્લાન ખાસ કરીને લાંબા ગાળાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લાનમાં 365 દિવસની માન્યતા સાથે મર્યાદિત પણ જરૂરી બધાં ફીચર્સ આપવામાં આવ્યા છે.
આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે તમારે આ પ્લાનથી રિચાર્જ કરવું જોઈએ કે નહીં. કોના માટે આ પ્લાન બેસ્ટ છે ?, વિશેષતા શું છે ? વગેરે પ્રશ્નોના જવાબ આ લેખમાં અમે તમને આપીશું જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો. તો ચાલો શરૂ કરીએ.
Jio ₹895 રિચાર્જ પ્લાનની મુખ્ય વિશેષતાઓ
- પ્લાન કિંમત: ₹895
- માન્યતા: 365 દિવસ (1 વર્ષ)
- ડેટા લાભ: કુલ 24 GB (પુરા વર્ષ માટે)
- કોલિંગ: અનલિમિટેડ લોકલ અને STD કોલ્સ તમામ નેટવર્ક્સ પર
- SMS: 50 SMS કુલ
- Jio Apps: JioCinema, JioTV, JioCloud જેવી એપ્લિકેશન્સનો ફ્રી ઍક્સેસ
કોના માટે આ પ્લાન લાભદાયક છે?
જો તમે હંમેશાં ઇન્ટરનેટનો વધુ ઉપયોગ નથી કરતા, પણ વર્ષભર માટે મોબાઇલ નંબરને ઍક્ટિવ રાખવો છે તો આ પ્લાન તમારા માટે ખૂબ જ યોગ્ય છે. ખાસ કરીને વડીલ લોકો અથવા એ લોકો માટે કે જેઓ સામાન્ય કોલિંગ અને WhatsApp જેવા ન્યૂનતમ ઉપયોગ કરે છે.
₹895 પ્લાન અને બીજા લાંબા ગાળાના Jio પ્લાનોની તુલના
પ્લાન | કિંમત | માન્યતા | કુલ ડેટા | કોલિંગ | SMS |
---|---|---|---|---|---|
₹895 | ₹895 | 365 દિવસ | 24 GB | અનલિમિટેડ | 50 SMS |
₹1559 | ₹1559 | 365 દિવસ | 24 GB | અનલિમિટેડ | 3600 SMS |
₹2999 | ₹2999 | 365 દિવસ | 912.5 GB | અનલિમિટેડ | 100 SMS/દિવસ |
જેમ કે ઉપરની ટેબલમાં જોઈ શકાય છે, ₹895 નો પ્લાન ઓછા ડેટા વપરાશવાળાઓ માટે બનાવવામાં આવ્યો છે, જ્યારે બીજા પ્લાનો વધુ ડેટા અને SMS આપે છે.
આ પણ વાંચો: ફક્ત 12,000 માં મેળવો realme ના આ મોબાઇલ માં આટલા બધા ફીચર્સ
Jio ₹895 પ્લાન કેવી રીતે રિચાર્જ કરવો?
તમે નીચેના વિકલ્પો દ્વારા ₹895 નું રિચાર્જ સરળતાથી કરી શકો છો:
- MyJio App – તમારું નંબર નાખો અને પ્લાન પસંદ કરો
- Jio Website – https://www.jio.com પર જઈ રિચાર્જ કરો
- PhonePe, Paytm, Google Pay જેવી એપ્સ
- નજીકના રીટેલ સ્ટોર પર જઈને રિચાર્જ કરાવો
₹895 નું પ્લાન ખરેખર કિફાયતી છે?
જો તમારું મુખ્ય લક્ષ્ય ફોનને ઍક્ટિવ રાખવું, અવશ્યક સમયે કોલિંગ અને થોડુંબધું ડેટા ઉપયોગ કરવો છે, તો ₹895 નું પ્લાન એકદમ યોગ્ય અને કિફાયતી છે. ઓછા ખર્ચે લાંબી માન્યતા મેળવવા ઇચ્છતા યુઝર્સ માટે આ પ્લાન પરફેક્ટ છે.
વધુ વાંચો:
E olakh Download Birth certificate | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?
ફ્રી ફ્રી ફ્રી! Jio લાવ્યું છે બેસ્ટ પ્લાન, દરરોજ 2GB ડેટા સાથે 20GB વધારાનો ડેટા એકદમ ફ્રી

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.