Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક

Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક

WhatsApp Group Join Now

આદિત્ય ધરના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ ‘ધુરંધર’એ રિલિઝ બાદ બોક્સ ઓફિસ પર એવો તોફાન મચાવ્યો છે કે સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે. રણવીર સિંહ અને અક્ષય ખન્ના સ્ટારર આ સ્પાય થ્રિલર ફિલ્મે માત્ર 14 દિવસમાં જ ₹700 કરોડથી વધુની કમાણી કરીને અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે.

ફિલ્મને દર્શકો તરફથી મળી રહેલા પ્રતિસાદને જોતા એવું કહી શકાય કે આવનારા દિવસોમાં પણ ‘ધુરંધર’ થિયેટરોમાંથી ઉતરશે તેવી શક્યતા લગભગ નાબૂદ છે. મજબૂત સ્ટોરી, જબરદસ્ત એક્શન અને શાનદાર અભિનયના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત આગળ વધી રહી છે.

૧૪ દિવસમાં કમાયા કરોડો રૂપિયા

‘ધુરંધર’એ ગુરુવારે એક જ દિવસે વિશ્વભરમાં આશરે ₹38 કરોડની કમાણી કરી છે. 13મા દિવસે લગભગ ₹664 કરોડ સુધી પહોંચેલી ફિલ્મ 14મા દિવસે સીધી જ ₹700 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. હાલ ફિલ્મનું કુલ વર્લ્ડવાઇડ કલેક્શન અંદાજે ₹702 કરોડ સુધી પહોંચી ગયું છે.

ફિલ્મની ગતિ જોતા હવે ધીરે ધીરે તે ₹1000 કરોડ ક્લબમાં પણ પ્રવેશ કરે તો નવાઈ નહીં.

વિદેશમાં પણ ધુરંધરની ધમાકેદાર કમાણી

‘ધુરંધર’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશી બજારમાં પણ જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુકે, જર્મની, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, નોર્વે, રશિયા, દક્ષિણ આફ્રિકા સહિત અનેક દેશોમાં રિલિઝ થઈ છે.

  • ઓસ્ટ્રેલિયામાં ફિલ્મે લગભગ ₹14 કરોડ

  • યુનાઇટેડ સ્ટેટ્સમાં આશરે ₹35 કરોડ

  • યુકેમાં લગભગ ₹15 કરોડ

આ રીતે વિદેશી બજારમાં જ ફિલ્મે ₹150 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

પ્રતિબંધ છતાં કલેક્શન પર કોઈ અસર નહીં

ધ્યાન આપવાની વાત એ છે કે પાકિસ્તાન સહિત કેટલાક ગલ્ફ દેશોમાં ફિલ્મ પર પ્રતિબંધ હોવા છતાં પણ તેની કમાણી પર કોઈ ખાસ અસર પડી નથી. આથી સાબિત થાય છે કે જો ફિલ્મની કહાણી મજબૂત હોય અને રજૂઆત દમદાર હોય, તો દર્શકો થિયેટરો સુધી આપમેળે ખેંચાઈ આવે છે.

બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ તરફ ધુરંધર

એક પછી એક રેકોર્ડ તોડતી ‘ધુરંધર’એ “બાહુબલી” અને “પુષ્પા” જેવી ફિલ્મોને પણ અનેક મામલામાં પાછળ છોડી દીધી છે. હાલ તો ફિલ્મના ધીમી પડવાના કોઈ સંકેત દેખાતા નથી.

હવે દર્શકો આતુરતાથી ‘ધુરંધર 2’ની રાહ જોઈ રહ્યા છે, જે આગામી વર્ષે 19 માર્ચના રોજ રિલિઝ થવાની તૈયારીમાં છે.

Leave a comment