આજનો સોનાનો ભાવ 22 કેરેટ : અચાનક સોનાના ભાવમાં આવી મંદી , એક દમ ઉતર્યા આટલા, જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ

WhatsApp Group Join Now

આજનો સોનાનો ભાવ 22 કેરેટ : ભારતીય બુલિયન માર્કેટમાં સોનાં અને ચાંદીના ભાવમાં 6 ડિસેમ્બરે ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હી માં 10 ગ્રામ સોનું સસ્તું થઈ ને 76,152 એ પહોચ્યું છે. જ્યારે બીજી બાજુ એક કિલો ચાંદીના ભાવમાં પણ મંદી જોવા મળી છે, એક કિલો ચાંદીના ભાવ ઘટીને રૂપિયા 90,997 થઈ ગયા છે. આમ, સોનું 301 રૂપિયા તૂટીને 76,152 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે. જ્યારે ચાંદીમાં 213 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

નબળા ગ્લોબલ ટ્રેન્ડસ્ વચ્ચે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું  301 રૂપિયા ઘટીને 76,152 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. આમ 999 પ્યોરીટી શુદ્ધતા ધરાવતા સોનાં ના ભાવમાં ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો. આની પહેલા બિઝનેસ સત્ર દરમિયાન સોનું 79,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું હતું. 99.5 ટકા શુદ્ધતા વાળા સોનાની કિંમત 301 રૂપિયા ઉતરીને 76,152 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે ગુરુવારે 76,476 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

22 કેરેટ સોનાનો ભાવ

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફ થી બહાર પાડવામાં આવેલ ભાવ અનુસાર 22 કેરેટ સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 6 ડીસેમ્બરે 22 કેરેટ સોનાનો ભાવ 74,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જો તમારે 22 કેરેટ સોનું ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો આ તમારા માટે સુવર્ણ તક છે.

20 કેરેટ સોનાના ભાવ

20 કેરેટ સોનાના ભાવની વાત કરીયે તો તેમાં પણ થોડી માંડી જોવા મળી છે. કાલના ભાવની વાત કરીયે કાલે 20 કેરેટ સોનાના ભાવ 67,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયા હતા. જોકે ઘણો ઘટાડો ગણી શકાય. જો તમે 20 કેરેટ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક સુવર્ણ તક છે.

આજનો ચાંદીનો ભાવ

ચાંદી માં પણ સારો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં 6 ડીસેમ્બરે 213 રૂપિયાના ઘટાડા સાથે ચાંદી 90,997 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. જ્યારે ગુરુવારે ચાંદી 91,210 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

મલ્ટી કોમોડિટી એકચેંજ પર ફયૂચર્સ ટ્રેડમાં ફેબ્રુઆરી ડિલિવરી માટે સોનું કોન્ટ્રેકટ રૂ. 93 અથવા તો 0.12 ટકા ઘટીને 78,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે એશિયન માર્કેટમાં કોમોડિટી માર્કેટ ઔસ દીઠ $4.90 અથવા તો 0.18 ઘટીને $2,663 પ્રતિ ઔંસ થયું હતું.

મિસ કોલ કરો અને ઘરે બેઠા જાણો સોનાં ચાંદીનો ભાવ

જો તમારે પણ દરરોજ સોનાં ચાંદી ના ભાવ જાણવામાં રસ હોય તો તમે માત્ર મિસ કોલ કરીને ઘરે બેઠા સોના અને ચાંદીના ભાવ જાણી શકો છો. તમારે 8955664433 આ નંબર પર મિસ કોલ કરવાનો છે ત્યાર બાદ કોલ તેની જાતે કપાઈ જશે અને થોડી સેકંડ પછી તમારા મોબાઈલમાં એસએમએસ  આવશે જેમાં સોનાં અને ચાંદી ના લેટેસ્ટ ભાવ જોવા મળશે.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે. ધન્યવાદ…

પુષ્પા 2: ઇતિહાસ રચવા માટે તૈયાર! 48 કલાકમાં બમ્પર એડવાન્સ બુકિંગ!

રૂપિયા 15,000 થી ₹2,00,000 સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે : પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના

 

Leave a comment