આવકનો દાખલો તમારા મોબાઈલ દ્વારા ઘરે બેઠા કાઢો, માત્ર 10 મિનિટની અંદર!

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો આવકનો દાખલો એક એવું દસ્તાવેજ છે જે દરેક વ્યક્તિને જરૂર પડતી હોય છે, આવક નો દાખલો ઘણી બધી જગ્યાએ કામ આવતો હોય છે એવામાં જો તમારી પાસે આવકનો દાખલો નથી અને તમારે નવો દાખલો બનાવવો છે તો તમારે હવે તાલુકા લેવલે ધક્કા ખાવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને ઘરે બેઠા આવકનો દાખલો કઈ રીતે કાઢી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી ડિટેલમાં આપવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી વાંચો. 

જ્યારે કોઈપણ બાળક બનતું હોય છે ક્યારે તેના પિતાનો આવકનો દાખલો તેની શાળામાં માંગવામાં આવતો હોય છે, અને આવકનો દાખલો દર વર્ષે અથવા તો દર ત્રણ વર્ષે નવો કઢાવવો પડે છે એટલા માટે લોકો ધક્કા ખાઈ ખાઈને કંટાળી જતા હોય છે પરંતુ હવે તમે તમારા મોબાઇલ નો ઉપયોગ કરીને આ દાખલાને ઘરે બેઠા કાઢી શકો છો. તો ચાલો હવે જાણીએ કે આ દાખલો કઈ રીતે તમે મોબાઈલ દ્વારા કાઢી શકો છો.

આવકનો દાખલો શું કામ આવતો હોય છે?

જ્યારે કોઈપણ વ્યક્તિની કોઈ પણ સરકારી યોજના નું લાભ લેવો હોય તો આ દાખલાની જરૂર સૌપ્રથમ હોય છે, આ દાખલા વિના તમે કોઈપણ સરકારી યોજના નું લાભ લઇ શકતા નથી અને આ દાખલા થી કોઈપણ વ્યક્તિની આવક વિશે સરકારને જાણ મળતી હોય છે ત્યારબાદ તેની યોજના નું લાભ મળતો હોય છે.

આવકનો દાખલો

જ્યારે બાળક શાળામાં ભણતું હોય ત્યારે તેના પિતાનો આવકનો દાખલો માંગવામાં આવે છે જેથી તેની આવક પ્રમાણે તેની ફિમાં સરકાર રાહત આપતી હોય છે, જ્યારે બાળકને શિષ્યવૃતિનું ફોર્મ ભરવું હોય કે બીજી કોઈપણ યોજનાનું ફોર્મ ભરવું હોય ત્યારે પણ આ દાખલાની જરૂર પડતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિની લોન લેવી હોય ત્યારે પણ આ દાખલા ની જરૂર પડતી હોય છે. આમ આવા અલગ અલગ ઘણા બધા કામ માટે આ દાખલો ખૂબ જ ઉપયોગી હોય છે પરંતુ દર ત્રણ વર્ષે આ દાખલાને નવો કઢાવવો પડતો હોય છે. તો ચાલો હવે જાણીએ કે મોબાઈલ દ્વારા તમે આ દાખલો કઈ રીતે કાઢી શકો છો.

આ વાંચો:- જન્મ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું?

આવકના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા:

  • સૌપ્રથમ ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
  • https://www.digitalgujarat.gov.in/
  • હવે સૌપ્રથમ તમારે લોગીન કરવું પડશે, જો તમે આ વેબસાઈટ પહેલી બાર ઓપન કરી રહ્યા છો તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ લોગીન કરવાનું રહેશે.
  • હવે લોગીન કર્યા બાદ તમને ત્યાં ઘણા બધા ઓપ્શન મળશે તેમાંથી તમારી આવકનો દાખલો એવો ઓપ્શન પસંદ કરવાનું છે.
  • ત્યારબાદ જે જે વિગત કે માહિતી માંગે તે તમારે ધ્યાનપૂર્વક ભરવાની છે.
  • માહિતીને ભર્યા બાદ તમને પૂછવામાં આવશે કે તમારે ઘર સુધી આવકનો દાખલો જોઈએ છે તો તમારે અમુક ફી ભરવાની રહેશે.
  • જો તમે ફી ભરો છો તો તમારા ઘર સુધી આવક ના દાખલાને પહોંચવામાં 20 જેટલા દિવસો લાગતા હોય છે.

આ વાંચો:- ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ: ઘરે બેઠા મોબાઈલ નો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ લઇસન્સ મેળવો

  • કારણકે આ દસ્તાવેજો ને ઘણી બધી જગ્યાએ ચેક કરવામાં આવતા હોય છે ત્યારબાદ આવકનો દાખલો બનાવવામાં આવે છે અને પછી તમારા ઘર સુધી પહોંચતો હોય છે.

આવક દાખલો ઓફલાઈન બનાવવાની પ્રક્રિયા

હવે આમ તો આપ સૌને ખબર હશે કે આવકનો દાખલો ઓફલાઈન કઈ રીતે બને છે તેમ છતાં તમને જો આ વિશે વધુ માહિતી ના હોય તો હું તમને ટૂંકમાં જણાવી દઉં કે તમારે જો તમારે ઓફલાઈન આવકનો દાખલો બનાવવો હોય તો સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયત માં જવાનું છે અને ત્યાં જઈને તમે આના વિશે વધુ માહિતી મેળવી ને આવકનો દાખલો બનાવડાવી શકો છો.

FAQ

1. આવક દાખલો શું છે?

:- આ એક એવું પ્રમાણપત્ર છે જેમાં કોઈ પણ પરિવારની વાર્ષિક આવક કેટલી છે તે દર્શાવે છે.

2. આવક દાખલો શું કામ આવે છે?

:- કોઈપણ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આ દાખલો ખૂબ જ જરૂરી હોય છે.

3. શું ઓનલાઈન આવક દાખલો મેળવી શકાય?

:- હા તમે ઓનલાઇન આવક દાખલો મેળવી શકો છો.

4. ઓનલાઇન આવક દાખલો કઈ રીતે કઢાવવો?

:- તમે ડિજિટલ ગુજરાતની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જઈને ઘરે બેઠા ઓનલાઈન આવક દાખલો કઢાવી શકો છો.

5. આવક દાખલો કઈ રીતે ડાઉનલોડ કરવો? 

:- આ દાખલા ની ડાઉનલોડ કરવાની પણ પ્રક્રિયા બહુ જ સરળ છે, તમે ડિજિટલ ગુજરાતની વેબસાઈટ ઉપર જઈને આ દાખલાને ડાઉનલોડ પણ કરી શકો છો.

Leave a comment