અલ્લુ અર્જુન નેટવર્થ: અલ્લુ અર્જુન જેણે પોતાની અત્યંત સફળ ફિલ્મ પુષ્પા સાથે પેન-ઈન્ડિયા અને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવવામાં સફળતા મેળવી છે, માત્ર અભિનયમાં જ નહી પરંતુ નાણાકીય સમજણમાં પણ મકાન રાખે છે. તે આજે માત્ર તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં જ નહી પરંતુ સમગ્ર ભારત માટે એક પ્રેરણારૂપ છે.
અલ્લુ અર્જુન નેટવર્થ કેટલી છે?
અલ્લુ અર્જુન નેટવર્થ: જીક્યૂ રિપોર્ટ અનુસાર, અલ્લુ અર્જુન નેટવર્થ 460 કરોડ રૂપિયા છે, આમ તો અલ્લુ અર્જુન અલ્લુ-કોનીડેલા પરિવારનો ભાગ છે જેની સંયુક્ત નેટવર્થ લગભગ 6,000 કરોડ રૂપિયા છે.
ફિલ્મોથી કમાણી
અલ્લુ અર્જુન તેની દરેક ફિલ્મ માટે 35-40 કરોડ રૂપિયા લે છે, પુષ્પા 2 જે હાલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, રિલીઝના થોડા જ દિવસોમાં વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે, તેના ઘેરેલુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 700 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે
અલ્લુ અર્જુન એ પુષ્પા 2 ફિલ્મ માટે 300 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો, આ રકમ તેને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ પેમેન્ટ મેળવનારા અભિનેતાઓમાં સામેલ કરે છે.
અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાંથી કમાણી
- 2022માં, અલ્લુ અર્જુને હૈદરાબાદમાં પોતાનું પ્રોડક્શન હાઉસ અલ્લુ સ્ટુડિયો શરૂ કર્યું આ સાથેજ હૈદરાબાદના અમીરપેટમાં AAA મલ્ટિપ્લેક્સ પણ ચલાવે છે, જે તેની આવકમાં મોટો ફાળો આપે છે.
- તે આહા નામના ઓટીટી પ્લેટફોર્મના માલિકોમાંના એક છે, જે તેની પરિવારની સંસ્થાપકતા હેઠળ શરૂ થયું.
- અલ્લુ અર્જુન બફેલો વાઇલ્ડ વિંગ્સ, એક પ્રખ્યાત અમેરિકન સ્પોર્ટ્સ બાર અને રેસ્ટોરન્ટ ચેઇનની ફ્રેન્ચાઇઝ ધરાવે છે.
- અલ્લુ અર્જુન અનેક જાણીતા બ્રાન્ડ્સનું પ્રચારક છે, જે તેની આવકમાં ઉમેરો કરે છે
- તેની પાસે ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે, જ્યાંથી પણ તે સારી કમાણી કરે છે.
મિલકત વિશે જાણો:-
અલ્લુ અર્જુનના આલીશાન ઘરમાં તે પરિવાર સાથે રહે છે, જે હૈદરાબાદના સૌથી શાનદાર ઘરોમાંનું એક છે, આ ઘરની કિંમત લગભગ 100 કરોડ જેટલી છે.
આ વાંચો:- અલ્લુ અર્જુન જેલમાંથી મુક્ત: હાઈકોર્ટના આદેશથી 4 અઠવાડિયાના વચગાળાના જામીન મળ્યા
અલ્લુ અર્જુન નું કાર કલેક્શન
અલ્લુ અર્જુનને લક્ઝરી કાર્સનો ખુબ શોખ છે. તેની કાર કલેક્શનમાં નીચેના વાહનોનો સમાવેશ થાય છે, રોલ્સ રોયસ કુલીનન, હમર H2, જેગુઆર XJL, રેન્જ રોવર, ઓડી A7 આ તમામ કાર ની કિંમત કરોડોમાં છે.
અલ્લુ અર્જુનનો વ્યાવસાય
- અલ્લુ અર્જુન માત્ર એક સફળ અભિનેતા જ નથી, પરંતુ તેના આર્થિક નિર્ણયો અને વ્યાવસાયિક રોકાણો તેનુ ભવિષ્ય સુરક્ષિત કરે છે.
- તે ફિલ્મ ઉદ્યોગના એક એવા અભિનેતા છે, જેણે પોતાનું બ્રાન્ડ સામ્રાજ્ય પણ બાંધ્યું છે.
નોંધ:- અહીં અમે જે પણ માહિતી આપી છે તે સોશિયલ મીડિયાના આધારે આપી છે આ માહિતીમાં કદાચ કોઈ નાની મોટી ભૂલ પણ હોઈ શકે છે અને અત્યારના સમયમાં તેમની નેટવર્થમાં થોડોક ફરક પણ હોઈ શકે છે.
આ વાંચો:- આયુષ્માન કાર્ડ ધારકોને 5 લાખ સુધીની સારવાર ફ્રી માં!
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે