અંબાલાલ પટેલ ની આગાહી 2024 : ગૂજરાત રાજ્યમાંથી પસાર થઈ રહેલી સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, દરેક જિલ્લામાં નર નાળા છલકાઈ રહ્યા છે તેવામાં અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યાં અનુસાર, હજુ મેઘરાજા 48 કલાક ગુજરાત ને ધમરોળશે.
હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં સર્જાયું છે તે જ નવાઈ ની વાત છે. હજુ પણ દરિયા કિનારે 80 કિલો મીટર ની ઝડપે પવન ફૂંકાશે. હજુ પણ સૌરાષ્ટ્ર માં એક થી બે દિવસ સુધી વરસાદ રહેવાની શક્યતા છે, જેમા દ્વારકા, જામનગર, પોરબંદર ના અમુક ભાગોમાં વરસાદ રહેશે.
આ પણ વાંચો : Kolkata doctor case: સીબીઆઈ એ આરજી કારના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને 13 અન્ય સ્થળો પર પાડી રેડ !
હાલની સિસ્ટમ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે સિસ્ટમ ધીરે ધીરે સરકી કચ્છમાં થઈ અરબ સાગર અને પછી પાકિસ્તાન માં જશે. હાલમાં લો પ્રેશર ની સ્થતિ રાજસ્થાન ના ઉપલા ભાગોમાં છે.
અંબાલાલ પટેલએ કચ્છ જિલ્લા વિશે જણાવ્યું છે કે, કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. કચ્છના અમુક ભાગોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે. કચ્છમાં ગાંધીધામ, મુન્દ્રા અને કંડલામાં વધુ વરસાદ પડી શકે છે. કચ્છના ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ ના ભાગોમાં વરસાદના મામલે સાચવવાનું રહેશે.
અંબાલાલ પટેલએ વધુમાં જણાવ્યું કે, કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ ના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવનાં છે. જૂનાગઢ અને અમરેલી ના અમુક ભાગો માં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે, હજુ રાજ્યમાં ભારે વરસાદના યોગ છે.
વરસાદ ની આગાહી ના સમાચાર વાંચવા માટે આજે જ અમારા whatsapp group ને જોઇન કરો, જેમાં અમે ટેક, ટ્રેડિંગ, સરકારી યોજના તથા નોકરી, ઓટોમોબાઇલ ના સમાચાર આપીએ છીએ.
વધુ વાંચો :
પ્રીમિયર એનર્જી IPO માં apply કરતા પહેલા જાણી લો આ 10 પોઇન્ટ
POCO Pad 5G : પોકો ના આ પેડમાં મળશે Snapdragon 7s Gen 2 ચિપસેટ અને સાથે 10000mAh ની બેટરી !
વરસાદની આગાહી : આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા, જાણ સંપૂર્ણ માહિતી

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.