Ambalal patel ni aagahi 2025 : રાજ્યમાં કમોસમી વરસાદ ને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી

WhatsApp Group Join Now

Ambalal Patel ni aagahi 2025 : ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે. આ સાથે જ રાજ્યમાં અંબાલાલ પટેલએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં  કમોસમી વરસાદ વરસવાની આગાહી કરતા અંબાલાલ પટેલએ કહ્યું કે,  ઉતર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે.

5 ફેબ્રુઆરી થી રાજ્યમાં ઠંડીનું જોર વધશે, જો કે સૌરાષ્ટ, કચ્છ તેમજ ઉતર ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં 4 ફેબ્રુઆરીથી રાજ્યનાં હવામાન માં પલટો આવશે.

વાદળછાયું વાતાવરણ રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ કહ્યું કે, 4 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે. અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, વગેરે ઉતર ગુજરાતના જિલ્લાઓમાં વાદળો આવવાની શરૂઆત થઈ. પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં કઈક અંશે વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર, સાબરકાંઠા, પંચમહાલ, તેમજ ઉતર ગુજરાતના ભાગોમાં વરસાદી છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમથી રાજ્યમાં માવઠાની આશંકા જણાતી નથી. પશ્ચિમી વિક્ષેપ હટી જતાં રાજ્યના અનેક ભાગોમાં ઠંડી પુન આવશે. ગુજરાતમાં 5 થી 6 ફેબ્રુઆરીએ ઠંડી પડવાની શક્યતા અંબાલાલ પટેલ એ વ્યક્ત કરી છે.

આ ઠંડીના કારણે ઉતર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી રહેવાની શક્યતા છે. સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાના ભાગોમાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે. કચ્છ જિલ્લાના ભાગોમાં પણ 10 થી 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 14-15 ડિગ્રી રહેવાની સંભાવના છે. જામનગર તેમજ ભાવનગરના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા છે.

સૌરાષ્ટ અને કચ્છના ભાગોમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં લઘુતમ મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ તેમજ કચ્છના કેટલાક ભાગોમાં છૂટા છવાયા ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.

બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતમાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. ફેબ્રુઆરીથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ, મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે ધુમ્મસ જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અને અમદાવાદ માં છૂટાછવાયા વરસાદનું અનુમાન છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, અને ઉતર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની વધુ શક્યતા છે.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.

પત્નીના નામે 1 લાખ રૂપિયા જમાં કરાવો અને મેળવો 16,000 નુ ફિક્સ વ્યાજ, અહીં જાણો સંપુર્ણ માહિતી – મહિલા સન્માન બચત પ્રમાણપત્ર

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2025 કેવી રીતે લેવી ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ? અહીં જાણો A To Z માહિતી

Union Budget 2025 : વર્ષ 2025-26 નું બજેટ રજૂ, જાણો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ ?

Leave a comment