અંબાલાલ પટેલની આગાહી : ગુજરાત પરથી પસાર થઈ રહેલી સિસ્ટમ કેવો વળાંક લેશે ? અંબાલાલ પટેલ કરી આગાહી ! કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લામાં અતિભારે વરસાદ ની આગાહી કરવા આવી છે. પશ્ચિમ સૌરાષ્ટ અને કચ્છમાં 80 કિલો મીટર ની ઝડપે પવન ફૂંકાશે, તેમજ રાજ્યભરમાં 15 થી 35 કિલો મીટર ની ઝડપે પવન ફુંકાવાની ની આગાહી, અંબાલાલ પટેલ.
ભારે થી અતિભારે વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ગુજરાત માં અનેક શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રેલવે અને બસ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત માં સતત પાંચ દિવસ થી વરસી રહેલા વરસાદ ના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ રહ્યા છે. અને ભારે વરસાદ ના કારણે અત્યાર સુધી 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે.
આ પણ વાંચો : આજની આગાહી : સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી, અહીં જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ
સૌરાષ્ટ તેમજ કચ્છમાં વરસાદનું જોર યથાવત રહેશે અને આગામી 2 થી 3 દિવસ કચ્છ અને સૌરાષ્ટ માં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. 30 ઓગસ્ટ થી વરસાદ નું જોર ઘટી શકે છે.
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 3 દિવસ પછી વરસાદી સિસ્ટમ કચ્છ પરથી થઈને પાકિસ્તાન જશે, જેના કારણે પાકિસ્તાન તરફ જશે તોફાની વરસાદ, જે પાકિસ્તાન ને ખેદાન મેદાન કરી શકે છે.
હાલ પૂરતી, ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાહતદાઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે તેમજ ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત માં વરસાદ નું જોર ધીમે ધીમે ઘટશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ આગાહી કરી છે કે, સપ્ટેમ્બર મહિનામાં આના કરતા બમણો વરસાદ પડશે. આગામી 5 થી 6 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ અંબાલાલ પટેલએ જણાવ્યું હતું કે, 15 સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે રાજ્યમાં અત્યાર સુઘી 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને પોરબંદર સૌરાષ્ટ વિસ્તારના જિલ્લાઓમાં સાંજના છ વાગ્યા સુધી 50મીમી થી 200મીમી વરસાદ નોંધાયો હતો.
આવા જ સમાચાર વાંચવાં માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને આવા જ પ્રકારના સમાચાર વાંચવાં મળતા રહે.
વધુ વાંચો :
પીએમ જન ધન યોજના ના 53 કરોડ લોકોના ખાતામાં 2 લાખ કરોડ રૂપિયા થયા જમા, 10 વર્ષ થયાં પૂર્ણ
પ્રીમિયર એનર્જી IPO માં apply કરતા પહેલા જાણી લો આ 10 પોઇન્ટ
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.