આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ ની ભરતી માટે સરકારે 723 જગ્યાઓ માટે ઓફિસિયલ નોટીફિકેશન બહાર પાડી દીધું છે. જે લોકો આર્મી માં નોકરી કરવા માંગે છે તેમના માટે આ સુવર્ણ તક છે. આ ભરતી માટે 10 પાસ કરેલ વ્યક્તિ પણ અરજી કરી શકે છે. આ ભરતી ની ઓનલાઈન અરજી 2 ડીસેમ્બર 2024 થી શરૂ થઈ ગયેલ છે. જેમાં મહિલા અને પુરુષ બંને આંવેદન કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડીસેમ્બર 2024 છે.
આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ માં 10 પાસ કરેલ માટે 723 જગ્યા માટે નોટીફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે, જેમાં ફાયરમેન માટે 247 જગ્યા, ટ્રેડ્સમેન માટે 389 જગ્યા, મટીરીયલ અસિસ્ટન્ટ માટે 10 જગ્યા, ઓફિસ અસિસ્ટન્ટ 27 જગ્યા, સિવિલ મોટર ડ્રાઇવર માટે 4 જગ્યા ભરતી બહાર પાડવામાં આવી છે.
ઉંમર મર્યાદા
આર્મી ઓર્ડીનેસ ક્રોપ્સ ભરતીની ઉંમર મર્યાદા ની વાત કરીએ તો અરજદાર ની ઉંમર 18 થી 25 વર્ષ રાખવામાં આવી છે, પરંતુ મટીરીયલ અસિસ્ટન્ટ અને સિવિલ મોટર ડ્રાઇવરની ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારો ને સરકારી નિયમો અનુસાર ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
- ટ્રેડ્સમેન અને ફાયરમેન ની જગ્યા માટે ઉમેદવાર માન્ય બોર્ડ થી 10 પાસ કરેલ હોવો જોઈએ.
- કાર્પેન્ટર અને જ્વાઈનર, પેન્ટર અને ડેકોરેટર ની પોસ્ટ માટે ઉમેદવાર 10 પાસની સાથે સાથે ઉપર ના ટ્રેડમાં આઈટીઆઈ પણ કરેલ હોવો જોઈએ.
- સિવિલ મોટર ડ્રાઇવર ની પોસ્ટ માટે ઉમેદવાર 10 પાસની સાથે ફોર વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ અને બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
- જુનિયર ઓફિસર અસિસ્ટન્ટ ની જગ્યા માટે ઉમેદવાર 10 પાસની સાથે સાથે અંગ્રેજીમાં 35 પ્રતિ મિનિટ અને હિન્દી 30 પ્રતિ મિનિટ ટાઈપિંગ સ્પીડ હોવી જોઈએ.
- મૈટેરિયલ અસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ઉમેદવાર કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ, ઈન્જીનીયરિંગ ડિપ્લોમા કે મૈટેરિયલ મેનેજમેન્ટ ડીપ્લોમા કરેલ હોવો જોઈએ.
ભરતી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારની લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને મેડિકલ ટેસ્ટ ના આધાર પર ભરતી કરવામાં આવશે.
અરજી પ્રક્રિયા
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવાર ને ઓનલાઈન અરજી કરવા કરાવવાની રહેશે, અને ઉમેદવાર ને ઓનલાઈન અરજી કરતા પહેલા ઓફિસિયલ નોટીફિકેશન વાંચી લેવાની રહેશે અને અરજી કરવા માટે લિંક પર ક્લિક કરવા નું રહેશે.
આ પણ વાંચો : ફ્રી ફ્રી ફ્રી! Jio લાવ્યું છે બેસ્ટ પ્લાન, દરરોજ 2GB ડેટા સાથે 20GB વધારાનો ડેટા એકદમ ફ્રી
ત્યાર બાદ ઉમેદવાર ને ફોર્મ માં પૂછવામાં આવેલ બધી જાણકારી સાચી સાચી ભરવાની છે અને ફોર્મ માં ડોક્યુમેન્ટ ને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. અરજી ફોર્મ માં પૂછવામાં આવેલ તમામ જાણકારી ભરી, સરખી રીતે ચેક કરી લાસ્ટ માં સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અને હા ઉમેદવાર ને પ્રિન્ટ લઈને સાચવવાની રહેશે.
અરજી ફી
ઉમેદવાર ને આ ભરતી માં અરજી કરવા માટે કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની રહેશે નહિ. આ ભરતી પ્રક્રિયા એકદમ ફ્રી છે. આનાં માટે કોઈ પણ પ્રકાર ની ઓનલાઈન ફી ભરવાની જરૂર નથી.
AOC Vacancy 2024 check
અરજી શરૂ થવાની તારીખ : 2 ડિસેમ્બર 2024
અરજી કરવાની અંત્તિમ તારીખ : 22 ડિસેમ્બર 2024
ઓફીસિયલ નોટીફિકેશન : ડાઉનલોડ કરો
ઓનલાઇન અરજી કરવાની લિંક : Apply Now
આવી જ લેટેસ્ટ ભરતી અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને join કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.
વધુ વાંચો :
Gold price today : જાણો શું રહ્યો સોના ચાંદીનો ભાવ, આ અઠવાડિયે તોય સસ્તું સે આવતા અઠવાડિયે વધી જશે

નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.