કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને પેન્શન બહાર પાડવામાં આવતી હોય છે, જે વખાણું તો માટે પેન્શન યોજના તરીકે પ્રધાનમંત્રી માન ધન યોજના અમલમાં મુકેલ છે lic દ્વારા વિવિધ પેન્શન યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં સરળ પેન્શન યોજના ખૂબ જ પ્રચલિત છે પરંતુ આજે આપણે અટલ પેન્શન યોજના વિશેની માહિતી પ્રદાન કરીશું.
ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ અટલ પેન્શન યોજના વિશેની વિસ્તૃત માહિતી અમારા દ્વારા અમે તમને આપીશું દેશમાં ગરીબો ઓછી સુવિધા વાળા તથા અસંમેય ક્ષેત્રમાં કામગીરી કરતા કામદારોને સુરક્ષા માટે વર્ષ 2015-16 ના બજેટ અમલમાં બનાવેલ છે. આ યોજના પહેલા સ્વાવલંબન યોજના નામે ઓળખાતી હતી.
ભારત સરકાર દ્વારા જનધન થી જન સુરક્ષા હેઠળ ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, વગેરે દેશના નાગરિકોની સુરક્ષા માટે યોજનાઓ ચાલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા એક જુન 2015 થી અટલ પેન્શન યોજના ચાલુ કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે દર મહિને બેંક ખાતામાં પ્રીમિયમ જમા કરવાનું હોય છે જેના માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ નિયમિત પ્રીમિયમ ભર્યા બાદ 60 વર્ષની ઉંમરે 1,000 થી 5,000 સુધીનું પેન્શન મળવા પાત્ર રહેશે.
નાગરિકોને 60 વર્ષ પછી 1000 થી 5,000 સુધીનો માસિક પેન્શન આપવામાં આવશે. પેન્શનની રકમ તેના પર આધાર રાખે છે કે તમે કયો પ્લાન લીધેલો છે જો તમે નાનો પ્લાન લીધો હશે તો ઓછું પ્રીમિયમ ભરવાનું થશે. જો તમે મોટો પ્લાન લીધો હશે તો વધારે પ્રીમિયમ ભરવાનું રહેશે.
અટલ પેન્શન યોજનાનો હેતુ
જ્યારે પણ આપણે પેન્શન વિશે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં સરકારી કર્મચારીઓ વૃદ્ધ પેન્શન વિકલાંગ પેન્શન યાદ આવે છે, પરંતુ સરકારી યુવાનો માટે પેન્શન યોજના શરૂ કરેલ છે. આ યોજનામાં જોડાવા માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હોવી જોઈએ 60 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમની રકમ ચૂકવવાની રહેશે. આ પછી તમને ન્યૂનતમ 1000 અને વધુમાં વધુ 5,000 માસિક પેમેન્ટ આપવામાં આવશે.
અટલ પેન્શન યોજનાની પાત્રતા
- આ યોજના નો લાભ લેવા માટે ભારતનો રહેવાસી હોવું આવશ્યક છે.
- લાભાર્થી પાસે બેંક અથવા પોસ્ટનું બચત ખાતું હોવું જોઈએ તે બેંક પોસ્ટ ખાતામાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- પેન્શન મેળવવા માટે 20 વર્ષનું લઘુતમ રોકાણ ફરજિયાત છે.
- માત્ર એ જ વ્યક્તિ આ યોજનાઓ લાભ લઈ શકે છે કે જે ઇન્કમટેક્સ રિટર્ન ના ભરતો હોય.
અટલ પેન્શન યોજના ની મુખ્ય શરતો
- યોજનામાં જોડાવા લાભાર્થી પાસે બેંકો અથવા પોસ્ટ વિભાગનું સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે.
- 18 થી 40 વર્ષના લાભાર્થીની ઉંમરની ખરાબી માટે જન્મ પ્રમાણપત્ર અથવા તો લિવિંગ સર્ટિફિકેટ કે અન્ય ઉંમરનો પુરાવો હોવો જોઈએ.
- લાભાર્થીની ઉંમર અને પેન્શનની રકમને આધારે પ્રીમિયમ રકમ નક્કી કરવામાં આવશે.
- સેવિંગ અકાઉન્ટ ધરાવતા લાભાર્થીઓએ પોતાના બેંક અથવા પોસ્ટ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ઉપરાંત પ્રીમિયમની રકમ જેટલું બેલેન્સ રાખવાનું રહેશે.
- છ મહિના સુધીનું પ્રીમિયમ ન ભરાય તો ખાતું ફ્રોઝન થઈ જશે. 12 માસ સુધી પ્રીમિયમ ન ભરાય તો ખાતું ડી એક્ટિવ થઈ જશે અને 24 મહિના સુધી લાભાર્થી દ્વારા પ્રીમિયમ ન ભરાય તો ખાતું બંધ થઈ જશે.
- ગ્રાહકને પેન્શન ની રકમ વધારે કે ઘટાડી શકે છે પરંતુ માત્ર જે તે વર્ષમાં એપ્રિલ મહિનામાં જ અને વર્ષમાં એક જ વાર રહી શકશે.
- અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં તેના સ્પોઝ અને આજીવન લાભાર્થી દ્વારા નક્કી કરેલ પેન્શનની રકમ મળવાપાત્ર રહેશે. અને જો સ્પોઝ ના હોય તો મમ્મીને પેન્શનની કોપ્સની રકમ મળવા પાત્ર રહેશે.
- લાભાર્થી દ્વારા અટલ પેન્શન યોજના હેઠળ ભરેલ પ્રીમિયમ રકમ ઇન્કમટેક્સના કાયદા મુજબ કલમ 80 C હેઠળ માત્ર મળવાપાત્ર છે.
જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- મોબાઈલ નંબર
- ઓળખ પત્ર
- સરનામાનો પુરાવો
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- બેંક પાસબુક
અટલ પેન્શન યોજના માંથી ઉપાડ
- જો ગ્રાહક 60 વર્ષથી વધુ ઉંમર પ્રાપ્ત કર્યા પછી અટલ પેન્શન માથી પૈસા લઈ શકે છે અને માસિક પેન્શન નો લાભ લઈ શકે છે.
- જો કોઈ કારણસર સબસ્ક્રાઇબ નું મૃત્યુ પામે છે તો અટલ પેન્શન યોજના ની રકમ તેના પતિ કે પત્નીને મળે છે જો તે બંનેનું અવસાન થાય તો તેમના નોમીનીને તેમની રકમ મળે છે.
- અટલ પેન્શન યોજના માંથી જો કોઈ હોય તો જો પૂર્ણતા પહેલા ઉપાડ લેવા માંગતા હોય તો અમે અહીં જણાવવા માંગીએ છીએ કે 60 વર્ષની ઉમર પહેલા અટલ પેન્શન યોજનામાંથી ઉપાડ ની મંજૂરી નથી પરંતુ લાભાર્થી નું નામ મૃત્યુના સંજોગોમાં વિભાગની મંજૂરી આપે છે.
અટલ પેન્શન યોજના હેઠળ અરજી કેવી રીતે કરવી ?
અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાંથી ખાતું ખોલાવવાનું રહેશે. અટલ પેન્શન યોજના હેઠળ ઓનલાઈન એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. અટલ પેન્શન યોજના હેઠળ કેવી રીતે ખાતું ખોલાવવું તેની માહિતી નીચે મુજબ છે.
ઉદાહરણ તરીકે આપણે એસબીઆઇ બેન્ક ની વાત કરીએ તો,
- અટલ પેન્શન યોજના ની ઓનલાઈન અરજી માટે એસબીઆઇ બેન્ક નું ઇન્ટરનેટ બેકિંગ માં લોગીન કરવું પડશે.
- Sbi લોગીન કર્યા પછી ઈ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે જેમાં સોશિયલ સિક્યુરિટી યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં PMJJBY/PMSBY/APY નામના ત્રણ વિકલ્પ દેખાશે જેમાં અટલ પેન્શન યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- અટલ પેન્શન યોજના ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં તમારે તમામ પ્રકારની વિગતો ભરવાની રહેશે જેમકે એકાઉન્ટ નંબર નામ ઉંમર સરનામ વગેરે જેવી વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ અટલ પેન્શન યોજનાના અલગ અલગ વિકલ્પો જોવા મળશે. જેમાં ઉંમરના આધારે પ્રીમિયમ નક્કી થશે. આ મુજબ અટલ પેન્શન યોજના હેઠળ તમારું એકાઉન્ટ ખોલાવી શકો છો.
અટલ પેન્શન યોજના કેલ્ક્યુલેટર
- સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
- હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
- હોમ પેજ પર તમારે અટલ પેન્શન યોજના યોગદાન ચાર્ટ ની લીંક પર ક્લિક કરવાનું રહેશે.
- આ લિંક પર ક્લિક કરો તરત જ તમારી સામે યોગદાન ચાર્ટ ખુલશે.
- યોગદાનના આ ચાર્ટને તમે ડાઉનલોડ કરી શકો છો.
હું આશા રાખું છું કે મારા દ્વારા અટલ પેન્શન યોજના હેઠળની તમામ માહિતી તમને સરળ રીતે સમજાઈ ગઈ હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને મારી વેબસાઈટ મુલાકાત લેતા રહો.
વધુ જાણો :
ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દિકરીઓ ને મળશે ₹25,000 ની સહાય
ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ઑનલાઇન બનાવવું? ઘરે બેઠા કરો અરજી
પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી માટે સરકાર આપે છે સહાય, આવી રીતે ઘરે બેઠા કરો અરજી
Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.