BSNL SIM Activation Process : નમસ્કાર દોસ્તો, દેશ ની મોટી ટેલિકોમ કંપનીઓ એરટેલ, જીઓ અને VI એ પોતાનાં ગ્રાહકો પર લગભગ 15% જેટલો ભાર નાખીને રિચાર્જ પ્લાન ની કિંમતો વધારી દીધી છે જેના કારણે ગ્રાહકો ખૂબ નારાજ થયા છે, જેથી ઘણાં ગ્રાહકો હવે આનાથી સસ્તા પ્લાન ની શોધમાં છે. આવા માં BSNL એ તેની 4G સેવાઓ ની તેજી થી શરૂઆત કરી છે અને થોડા સમયની અંદર BSNL 5G સેવાઓ ને પણ ફરી ચાલુ કરવાની યોજનાઓ બનાવી રહી છે. BSNL એ પોતાના ગ્રાહકો ને આકર્ષીત કરવા માટે 4G અને 5G sim card પણ આપી રહી છે.
BSNL એ ગ્રાહકો ને સુવિધા આપવા માટે સિમ લેવાના ઘણા ઓપ્શન આપ્યા છે, તમે આ SIM ને બજાર માંથી ખરીદી શકો છો, તેમની ઓફિસે જઈને ખરીદી શકો છો, ઓનલાઇન ઓર્ડર કરી શકો છો, લોકો ઝડપ થી બીએસએનએલ તરફ આગળ વધી રહ્યા છે. ઑગસ્ટ મહિના ના રિપોર્ટ અનુસાર જીઓ ના ગ્રાહકો ઓછાં થયા અને બીએસએનએલ ના સબસ્ક્રાઈબર વધ્યા. BSNL ના નવા ગ્રાહકો પોતાના સિમને જાતે જ એક્ટિવેટ કરી શકે છે.
નવા બીએસએનએલ સીમ કાર્ડ ને કેવી રીતે એક્ટિવેટ કરવુ?
- સૌથી પહેલાં તમારે તમારા સિમ ને મોબાઈલ માં નાખવાનું છે.
- ત્યાર બાદ મોબાઈલ ને રીસ્ટાર્ટ કરવાનો છે.
- થોડીવાર રાહ જુઓ જ્યાં સુધી તમારા મોબાઈલમાં સિગનલ ના આવે.
- તમારા મોબાઈલ ની ફોન એપ ખોલો.
- 1507 નંબર પર કોલ કરો.
- કોલ દરમિયાન તમને તમારી વ્યક્તિગત જાણકારી પૂછવામાં આવશે.
- ટેલી-વેરીફીકેશન માટે આપવામાં આવેલ નીતિ નિયમોનું પાલન કરો.
- તમને થોડી ઈન્ટરનેટ સેટિંગ મળશે, જેને સેવ કરો.
- હવે તમારું BSNL SIM એક્ટિવેટ થઈ ગયું છે.
- હવે તમે તમારા BSNL સિમ કાર્ડ થી કોલ તેમજ ઈન્ટરનેટ સેવાઓનો લાભ લઈ શકો છો.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર નવી નવી અપડેટ્સ મળતી રહે.
ગુજરાતમાં જોવા મળશે બેવડી ઋતુ : ક્યાં પડશે વરસાદ અને ક્યાં પડશે ગરમી, જાણો અહીં
NPCI Aadhar Card Link : એનપીસીઆઈ થી આધાર કાર્ડ ને લિંક કેવી રીતે કરવું ? જાણો સંપુર્ણ પ્રક્રિયા
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.