Budget 2024 : બજેટ 2024 માં શું સસ્તું થયું અને શું મોંઘું થયું, જાણો અહીં
ભારતીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ 2024 રજૂ કરી રહ્યા છે, અત્યારે સૌ લોકોનું ધ્યાન એ તરફ છે કે કઈ વસ્તુઓ ભારત દેશમાં આવનારા સમયમાં સસ્તી જોવા મળશે, અને તેની સાથે કઈ ચીજોમાં ભાવ વધારો થશે તે આ બજેટના કારણે નક્કી થતું હોય છે એટલા માટે દરેક લોકો બજેટ રજૂ થઈ રહ્યું છે તે દેખી રહ્યા છે.
આ બજેટ ની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓ સસ્તી થવાની છે તે અમે નીચે જણાવ્યું છે તો મિત્રો આ લેખને ધ્યાનથી જરૂરથી અંત સુધી વાંચજો. જેનાથી તમને પણ ભારતના બજેટ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય અને કઈ વસ્તુઓમાં ગરીબ લોકોને લાભ થશે તે પણ તમને જાણવા મળશે.
મોદી 3.0 નું કેન્દ્રીય બજેટ 2024 નું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આ બજેટ ને નિર્મલા સિતારમણ દ્વારા સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું. નિર્મલા સીતારામ નું નાણામંત્રી તરીકે આ 7 મું બજેટ છે, આ બજેટમાં વિવિધ ક્ષેત્રો રિલેટેડ ઘણી અલગ અલગ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સામાન્ય લોકોને આ બજેટના કારણે ફાયદો થયો કે નુકસાન ચીજ વસ્તુઓ સસ્તી થઈ કે મોંઘી ચાલો આ બધું જ જાણીએ આજના લેખમાં, આ બજેટ ના કારણે ગરીબ લોકોને શું શું ફાયદો થશે તે ચાલો જાણીએ.
બજેટ 2024 માં શું સસ્તું થયું?
અહીં નીચે જે પણ ચીજ વસ્તુઓ આપેલી છે તે ચીજ વસ્તુઓમાં ભાવ ઘટયો છે અથવા તેમાં સરકારનો ટેક્સ ઓછો લાગશે તેવી ચીજ વસ્તુઓ નીચે આપેલી છે જેનાથી ગરીબ લોકોને થોડોક ફાયદો થઈ શકે છે.
- સોના અને ચાંદી પર 6% ઓછી ડ્યુટી
- ઇમ્પોર્ટેડ જ્વેલરી સસ્તી થશે
- કેન્સર માટેની 3 દવાઓ થઈ સસ્તી
- એક્સ-રે મશીનો સસ્તા થશે
- પ્લેટિનમ પર 6.4% ડ્યુટી ઘટાડી
- 25 મહત્વપૂર્ણ ખનિજો પરની ડ્યુટી નાબૂદ
- ચામડાની વસ્તુઓ,ચામડાના ચંપલ, પર્સ સસ્તા
- રાસાયણિક પેટ્રોકેમિકલ
- માછલી ખોરાક
- સોલાર પેનલ સસ્તી
- સોલાર સેલ સસ્તા
- ઇલેક્ટ્રિક કાર સસ્તી
- મોબાઈલ ફોન અને ચાર્જર પર ડ્યુટી 15% ઘટાડી
- મોબાઈલ ફોનના પાર્ટસ સસ્તા થશે
બજેટ 2024 માં શું થયું મોંઘું?
હમણાં રજૂ કરાયેલું સામાન્ય બજેટ 2024 માં કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે અને તેમાં ભાવ વધારો થશે તે ચીજ વસ્તુઓ નીચે આપેલી છે અને તેના કારણે ગરીબ લોકોને વધુ નુકસાન થશે, તો ચાલો જાણીએ કે આ બજેટમાં કઈ કઈ ચીજ વસ્તુઓ માં ભાવ વધારો જોવા મળ્યો છે.
- પીવીસી
- સિગારેટ પણ મોંઘી થઈ ગઈ
- પેટ્રોકેમિકલ – એમોનિયમ નાઈટ્રેટ પર કસ્ટમ ડ્યુટી વધી
- પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી વધારી
- ટેલિકોમ ઉપકરણો
- હવાઈ મુસાફરી મોંઘી
બજેટ વિશે વધુ :- આમ આ બજેટ 2024 માં જો ગરીબ લોકોને ફાયદાની વાત કરીએ તો તેમને કંઈ પણ વધારાનો ફાયદો થયો નથી, આ બજેટ 2024 માં ગરીબોને વધુ પડતો કાંઈ પણ લાભ જોવા મળશે નહીં, પરંતુ બીજી તરફ મહિલાઓ માટે અને એજ્યુકેશન માટે વધુ પૈસા વાપરવામાં આવશે તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.
જો મિત્રો તમને પણ આમ દરરોજ નવી જાણકારી પ્રાપ્ત કરવી પસંદ હોય અને દરરોજ નવા સમાચાર પાંચવા ગમતા હોય તો અમારા WHATSAPP GROUP જરૂરથી જોઈન કરજો.
આ વાંચો :-
થોડા સમયમાં જ Vivo V40 અને Vivo V40 Pro ભારતીય માર્કેટ માં થસે લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને specs
PM awas yojana 2024 : પીએમ આવાસ યોજના માટે ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં કરો અરજી
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે