ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું રીઝલ્ટ 90%+ આવ્યું, અહીં જાણો સંપૂર્ણ રીઝલ્ટ નું એનાલિસિસ
નમસ્કાર મિત્રો આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું રીઝલ્ટ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, છેલ્લા ઘણા વર્ષોથી બોર્ડના પરિણામ કરતાં આ વર્ષનું પરિણામ ઘણું સારું આવ્યું તેવું લાગી રહ્યું છે, આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 90 ટકા પ્લસ આવ્યું છે એટલે કે સરેરાશ 100 વિદ્યાર્થીઓએ 90 વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના લેખમાં આપણે સંપૂર્ણ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું એનાલિસિસ જોવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
ધોરણ 12 સમાન્ય પ્રવાહ નું પરિણામ નું એનાલીસિસ
સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા આપવા માટે 3,76,191 વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી અને તેમાંથી 3,74,705 વિદ્યાર્થીઓ પરીક્ષા ના સમય ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ત્રણ લાખ 44,417 વિદ્યાર્થીઓ છે એટલે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં લગભગ ત્રણ લાખ 44,417 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને જો તેનું પરિણામ ટકાવારીમાં જોઈએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સરેરાશ 91.92% આવેલું છે.
હવે આપણે જાણીએ કે કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા આપી હતી, તો વિદ્યાર્થી મિત્રો 1,86,098 છોકરાઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, અને 1,90,093 છોકરીઓએ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી એટલે કે ટોટલ 3,76,191 વિદ્યાર્થીઓએ આ વખતે 2024 માં બોર્ડની પરીક્ષા આપી હતી.
વધુ માહિતી માટે :- અહીં ક્લિક કરો
બોર્ડ નું પરિણામ દર વર્ષ કરતા વધુ આવ્યું
જો અત્યારનું બોર્ડ પરીક્ષાનું પરિણામ 10 વર્ષ ની સરખામણીમાં જોઈએ તો આ વર્ષે આવેલું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે તેવું ગણી શકે કારણ કે માર્ચ 2024 માં લેવાયેલી બોર્ડ પરીક્ષામાં માત્ર 73.27% બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું હતું પરંતુ આ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી પરીક્ષામાં 91.3% સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ આવ્યું છે જે દર વર્ષ કરતાં ખૂબ જ સારું આવ્યું છે તે હું આપને માની શકીએ.
વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું વડ પરીક્ષાનું રિઝલ્ટ નું સંપૂર્ણ એનાલિસિસ જોયું, હવે વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તમારે કેટલા ટકા આવ્યા ? અને તમે તમારા બોર્ડ પરીક્ષા ના રિઝલ્ટ થી ખુશ છો કે નહીં તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. અને આ જ રીતે દરરોજ નવી અપડેટ, નવી જાણકારી, નવી યોજના કે Tech અને કોઈપણ નવી ભરતી વિશે સૌપ્રથમ જાણકારી મેળવવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરો.
આ વાંચો :-
std 12 Result Date Declare | ધોરણ 12 રિઝલ્ટ ની તારીખ જાહેર! અહીં જાણો ક્યારે આવશે રીઝલ્ટ
ધોરણ 10 રિઝલ્ટ ની તારીખ જાહેર, 11 મે ના આઠ વાગે આવશે ધોરણ 10નું રિઝલ્ટ | GSEB Class 10 Result

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે