Cyclone Update : ભારતીય હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં 23 ઓક્ટોમ્બર સુધી માં દાના વાવાઝોડું આવી શકે છે. જેના પરિણામે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધપ્રદેશ, અંદમાન અને નિકોબાર માં ભારે વરસાદ નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે એક ખાસ બુલેટિન માં કહ્યું છે કે, આગામી 24 કલાક માં અંદમાન સમૂદ્ર માં ઉદભવેલા સાયક્લોનિક સર્ક્યુલેસન સોમવાર સુધીમાં લો પ્રેશર એરિયા માં ફેરવાઈ શકે છે. ત્યાર બાદ તે પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધશે, જે 22 ઓક્ટોબર ની સવાર સુધીમાં દબાણ માં ફેરવાઈ જશે. ત્યાર પછી, આ સિસ્ટમ 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળ ની ખાડી ઉપર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે તેવી સંભાવના છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે, હવામાન સિસ્ટમ વાવાઝોડાં ફેરવાયા બાદ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે, તથા 24 ઓક્ટોબર સવાર સુધીમાં ઓડિશા તેમજ પશ્વિમ બંગાળના દરિયા કાંઠાં વિસ્તાર પાસે બંગાળની ખાડીની ઉત્તર-પશ્વિમ બાજુ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સીસ્ટમ ના કારણે ઓડિશા તેમજ પશ્વિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારો માં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારો ને 21 ઓક્ટોબર સુધીમાં દરિયા માંથી પાછા આવવાની સલાહ આપી.
હવામાન વિભાગે આપ્યું અનેક રાજ્યોને એલર્ટ
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ચક્રવાતી વાવાઝોડાં ના કારણે અંદામાન ટાપુઓમાં 20 અને 21 ઓક્ટોબરએ ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઓડિશા રાજ્ય માં 23 થી 25 ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પશ્વિમ બંગાળમાં 23 ઓક્ટોબર, આંધ્રપ્રદેશ દરિયાકાંઠે અને ગંગાના પશ્વિમ બંગાળમાં 24 અને 25 ઓક્ટોબરે ભારે વરસાદ નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની નવી આગાહી 2024 : ગુજરાત ના આ 10 જિલ્લાઓમાં ગાજવીજ સાથેભારે વરસાદ ત્રાટકશે
શિયાળો: સાત દિવસ પછી ઠંડી થશે શરૂ, જાણો ગુજરાતમાં ઠંડીનું આગમન ક્યારથી શરૂ થશે?
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.