E olakh Download Birth certificate | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?
E Olakh : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ :- નમસ્કાર મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવવાના છીએ કે તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરી શકો છો, મિત્રો આજના આ ડિજિટલ યુગમાં જન્મ પ્રમાણપત્ર કેટલું અગત્યનું છે એ તો તમને બધાને ખબર જ હશે, કારણ કે આજના આ સમયમાં આપણે જન્મ પ્રમાણપત્ર વિના કશું જ કામ કરી શકતા નથી, એટલા માટે બાળક જ્યારે જન્મે ત્યારે તેનું જન્મ પ્રમાણપત્ર બનાવવું બહુ જ જરૂરી હોય છે પરંતુ ઘણા માતા પિતા તેમના બાળકનું જન્મ પ્રમાણપત્ર તે સમયે બનાવી શકતા નથી, એટલા માટે ઘણા વાલીઓનો પ્રશ્ન હોય છે કે જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ ઘરે બેઠા કઈ રીતે કરવું તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એ જ માહિતી આપવાના છીએ કે તમે ઘરે બેઠા જન્મ પ્રમાણપત્ર કઈ રીતે મેળવી શકો છો.
આજના આ ડિજિટલ યુગમાં બાળક જ્યારે પણ જન્મે ત્યારે તેનું જન્મ પ્રમાણપત્ર બનાવવું ફરજિયાત હોય છે અને બાળકની નોંધણી કરાવવી પણ ફરજિયાત હોય છે, એટલા માટે જલ્દીથી જલ્દી કોઈ પણ બાળકનું જન્મ પ્રમાણપત્ર બનાવડાવી દેવું જોઈએ, જો મિત્રો તમે પણ ઘરે બેઠા તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો તમારે આ લેખને અંત સુધી વાંચવાનો છે આજના આ લેખમાં અમે તમને જણાવવાના છીએ કે તમે ઘરે બેઠા ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો.
E olakh : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે આવશ્યક દસ્તાવેજ
જે પણ બાળકનું હજી સુધી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી અને તે બાળકના માતા-પિતા એવું ઈચ્છે છે કે તે ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરે તો તેમની પાસે નીચે આપેલા બધા જ દસ્તાવેજ હોવા જોઈએ તો જ તે ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે.
- બાળકના પિતાનું આધાર કાર્ડ
- બાળકના માતાનું આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- નિવાસ પ્રમાણપત્ર
- ઇ-મેલ આઇડી
- મોબાઈલ નંબર
E olakh : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે ફોર્મ કઈ રીતે ભરવું?
- જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ google માં E olakh Gujarat સર્ચ કરો.
- જે સૌ પ્રથમ વેબસાઈટ આવે તેના ઉપર ક્લિક કરો ત્યારબાદ તમારી સમક્ષ E olakh Gujarat વેબસાઈટ નું હોમપેજ ઓપન થશે.
- આ વેબસાઈટ ઉપર Download Certificate નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો.
- ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે, તેમાં તમે અરજી ક્રમાંક અને રજીસ્ટ્રેશર મોબાઈલ નંબર નાખીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.
- જો તમારે તમારા રજીસ્ટ્રર મોબાઈલ નંબર ઉપરથી જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો તમે મોબાઈલ નંબર વાળો ઓપ્શન ઉપર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી તમારો મોબાઈલ નંબર ત્યાં દાખલ કરવાનો રહેશે અને કેપચા કોડ દાખલોડવાનો રહેશે.
- ત્યારબાદ તમારે સર્ચ ડેટા ઉપર ક્લિક કરવાનું છે પછી તમારી સમક્ષ જન્મ પ્રમાણપત્ર આવી જશે, તેને તમે ડાઉનલોડ કરી શકો છો.
મૃત્યુ પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવું?
જો તમે મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગો છો તો તમારે ઉપર આપેલી માહિતી પ્રમાણે જ e-olakh ઓફિસિયલ વેબસાઈટ ને ખૂલવાની જ છે, ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો તે જ રીતે મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે.
જન્મ કે મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા પહેલાની અગત્યની સૂચના
- તમે જો તમારે જન્મ પ્રમાણપત્ર કે મૃત્યુ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો તમારી પાસે તેનો અરજી નંબર હોવો ખૂબ જ જરૂરી છે, જો તમારે પાસે અરજી નંબર હોય તો અમને ઉપર બતાવેલા સ્ટેપને અનુસરીને તમે બહુ જ સરળ રીતથી જન્મ કે મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.
- આ સાથે જ જન્મ કે મૃત્યુ પ્રમાણપત્ર તમે જે પણ ડાઉનલોડ કરવા માંગતા હોય તેની સાથે મોબાઈલ નંબર લીંક પણ હોવો બહુ જ જરૂરી છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યા બાદ તમે પ્રમાણપત્રોને ડાઉનલોડ કરી શકો છો.
FAQ :- તમારા પ્રશ્નો
1. E olakh ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
જવાબ :- E olakh ની ઓફિશિયલ વેબસાઈટ https://eolakh.gujarat.gov.in/ આ છે.
2. બાળકનું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?
જવાબ :- તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે રજીસ્ટર મોબાઈલ નંબર અથવા તો એપ્લિકેશન નંબર હોવો જરૂરી છે.
3. શું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકીએ?
જવાબ:- જો તમારી પાસે રજીસ્ટર મોબાઈલ નંબર હોય અથવા એપ્લિકેશન્સ નંબર હોય તો તમે જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
આ વાંચો :- Ikhedut Portal 2024 : ગુજરાત ના દરેક ખેડૂત ને મળશે લાભ અહી થી કરો અરજી
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Good