E Ration Card 2024 – રેશનકાર્ડ ડાઉનલોડ કરો ઘરે બેઠા માત્ર બે મિનિટની અંદર
રેશનકાર્ડ ડાઉનલોડ :- નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં રેશનકાર્ડ એક ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ છે, એટલા માટે રેશનકાર્ડને સાચવી રાખવું એ બહુ જ અગત્યનું છે, એવામાં જો રેશનકાર્ડ ખોવાઈ જાય અથવા તો ફાટી જાય એવા સમયે ઘણા લોકો ચિંતા ન પડી જતો હોય છે પરંતુ મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે તમારા મોબાઇલ ફોનમાં ઘરે બેઠા રેશનકાર્ડ ની પીડીએફ મેળવી શકો છો એટલે કે મોબાઈલ દ્વારા રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકો છો,
જો તમે મોબાઈલમાં રેશનકાર્ડ ડાઉનલોડ કરો છો તો તમારે એ રેશનકાર્ડ ખૂબ જ કામ આવવાનું છે, મોબાઇલમાં હોય તે રેશનકાર્ડને તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકો છો તમારે તેને સાચવવાની વધારે જરૂર નથી પડતી કારણ કે તમે જ્યાં પણ મોબાઈલ લેજો ત્યાં તમારી સાથે જ તે રેશનકાર્ડ રહેશે, એટલા માટે જો તમારા મોબાઈલમાં ઈ રેશનકાર્ડ હશે તો તમને ખૂબ જ ફાયદા થશે એટલા માટે તમારા મોબાઇલમાં રેશનકાર્ડ હું બહુ અગત્યનું છે, તો જો મિત્રો તમે તમારા મોબાઇલમાં રેશનકાર્ડ ની પીડીએફ ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો આ લેખમાં અમે તમને જણાવવાના છીએ કે તમે ઘરે બેઠક મોબાઈલ દ્વારા રેશનકાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો.
રેશનકાર્ડ ડાઉનલોડ શા માટે કરવું?
ઘણીવાર આપણે રેશનકાર્ડની કઢાવીએ છીએ પરંતુ તે થોડા સમય બાદ આવવાનું હોય છે અને આપણે કોઈક અગત્યનું કામ પડ્યું હોય તેવા સમયે આપણે મોબાઈલ દ્વારા ઇ રેશનકાર્ડ ડાઉનલોડ કરેલું હોય તે ખૂબ જ કામ આવતું હોય છે, અથવા તો રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ માં પણ ઇ રેશનકાર્ડ ખૂબ જ કામ આવતું હોય છે, અથવા તો ઘણા વર્ષોથી એક જ રેશનકાર્ડ હોય જેનાથી તે ફાટી ગયું હોય તો તેવા સમય પણ મોબાઇલમાં રહેલું ઇ રેશનકાર્ડ ખૂબ જ કામ આવે છે.
આ વાંચો:- પાનકાર્ડ માટે અરજી કરો ઘરે બેઠા તમારા મોબાઇલ દ્વારા
રેશનકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું?
- સૌપ્રથમ મિત્રો તમારે રેશનકાર્ડ માટેની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું છે જેની લીંક અમે અહીં આપી છે તેના ઉપર ક્લિક કરીને પણ તમે તે વેબસાઈટ ઉપર શકો છો.
- આ www.nfsa.gov.in વેબસાઈટના હોમ પેજ ને તમારા મોબાઇલમાં ઓપન કરવાનું છે,
- તમને આ વેબસાઈટ ઉપર રાજ્ય પોર્ટલ ઉપર “રેશનકાર્ડ ની વિગતો” તેવો વિકલ્પ મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
- હવે તમને અહીં દરેક રાજ્ય ના રેશનકાર્ડ ની લીંક મળશે એટલે તમારે સૌ પ્રથમ તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે,
આ વાંચો :- Adhar Card Download I આધાર કાર્ડ ડાઉનલોડ કરતાં શીખો મોબાઇલ દ્વારા માત્ર 2 મિનિટ ની અંદર
- હવે નવું પેજ ઓપન થશે તેમાં તમારે તમારું જિલ્લો પસંદ કરવાનો રહેશે,
- ત્યારબાદ તમારે તમારું તાલુકો અને તમારું ગામ પસંદ કરવાનું રહેશે,
- તમે તમારું ગામ પસંદ કર્યા બાદ તમને તમારા ગામના દરેક પરિવારના રેશનકાર્ડ યાદી દેખાશે, અહીં તમારા ગામની સંપૂર્ણ રેશનકાર્ડ યાદી હશે.
- ત્યાં તમને સર્ચ નો ઓપ્શન મળશે તેના ઉપર તમારે તમારું નામ અથવા તો તમારો રેશનકાર્ડ નંબર લખીને તમારું રેશનકાર્ડ શોધવાનું રહેશે,
- હવે તમને તમારું રેશનકાર્ડ દેખાશે અને તમને નીચે એક ઓપ્શન મળશે ડાઉનલોડ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા મોબાઇલમાં ઇ રેશનકાર્ડ ડાઉનલોડ થઈ જશે.
આ રીતે મિત્રો તમે પણ તમારા ઘરનું રેશનકાર્ડ તમારા મોબાઈલ ફોન દ્વારા થોડાક જ સમયમાં ડાઉનલોડ કરી શકો છો, આમ તો રેશનકાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા બહુ જ સરળ છે પરંતુ જો તમે પહેલીવાર ડાઉનલોડ કરતા હોય તો તમને થોડીક જ તકલીફ પડી શકે છે,
નોંધ :- મિત્રો તમને અમારી આ વેબસાઈટ ઉપર સરકારી જોબ, સરકારી યોજના, નવીનતમ મોબાઈલ, અને કોઈપણ પ્રકારના નવા સમાચાર સૌપ્રથમ મળશે, તો અમારી વેબસાઈટ ને જરૂરથી ચેક કરતું રહેવું. અમે તમને આ વેબસાઈટ ઉપર હંમેશા સાચી અને સરળ માહિતી આપીશું. જો તમે અમારી વેબસાઈટ ની કોઈ પણ ખબર સૌપ્રથમ જાણવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપ ને જરૂરથી જોઈન્ટ કરજો.
આ વાંચો :- બનાસ ડેરી ભરતી 2024 | નોકરી માટેનો સૌથી મોટો મોકો, અહીં જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે