ફ્રી સિલાઈ મશીન યોજના 2024 નો લાભ કોને મળશે? અહીં જાણો સંપૂર્ણ માહિતી
ફ્રી સિલાઈ મશીન યોજના :- નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ દરેક રાજ્યમાં શ્રમિક પરિવારોને 50,000 થી વધુ મહિલાઓને ફ્રી માં સિલાઈ મશીન આપવા આવશે તેવું કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જો તમારા ઘરમાં પણ કોઈ મહિલા હોય અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છતી હોય તો તમારે આ લેખને અંત સુધી જરૂરથી વાંચવાનો છે આ લેખમાં અમે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ.
ફ્રી સિલાઈ મશીન યોજના
સૌપ્રથમ મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ ફ્રી સિલાઈ મશીન યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ મહિલાઓને આપવામાં આવતો હોય છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં લગભગ 50,000 જેટલી મહિલાઓને ફ્રી માં સિલાઈ મશીન આપવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે, હવે ઘણા મિત્રો નો સવાલ હશે કે આ યોજનામાં અરજી કઈ રીતે કરવી અને આવશ્યક દસ્તાવેજ શું જોઈએ તો તમારે આ સંપૂર્ણ પ્રક્રિયા જાણવી હોય તો આ લેખમાં અંત સુધી બન્યા રહો આગળ અમે તમને આ યોજનામાં અરજી કઈ રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી જણાવવાના છીએ.
ફ્રી સિલાઈ મશીન યોજના માટે યોગ્યતા
- આ યોજનાનો લાભ ભારત દેશની તમામ આર્થિક રીતે નબળી મહિલાઓને મળશે.
- ભારત દેશની વિધવા અથવા વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે
- જે પણ મહિલા આ યોજનામાં અરજી કરે છે તેમના પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- જે પણ મહિલા આ યોજનામાં અરજી કરે છે તેમના ઘરમાં કોઈપણ સરકારી કર્મચારી ન હોવું જોઈએ.
ફ્રી સિલાઈ મશીન યોજના માટે વય મર્યાદા
ઘણા લોકોનો એવો સવાલ હોય છે કે આ યોજના માટે કોઈ વય મર્યાદા રાખવામાં આવી છે કે નહિ તો અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ યોજના માં જે પણ મહિલા પોતાનું ફોર્મ ભરવા ઈચ્છે છે તેમની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
ફ્રી સિલાઈ મશીન યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જે પણ મહિલાઓ આ યોજનામાં પોતાનું અરજી કરવા ઈચ્છે છે તેમની પાસે નીચે આપેલા બધા જ દસ્તાવેજ હોવા જોઈએ તો જ તેમની આ યોજનાનો લાભ મળી શકે છે.
- આધાર કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- નિવાસ પ્રમાણપત્ર
- વય પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઇલ નંબર
ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી કઈ રીતે કરવી?
આ યોજનામાં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ ફ્રી સિલાઈ મશીન યોજના ની અધિકારિક વેબસાઈટ ઓપન કરો.
આ યોજના માટેની આ https://www.digitalgujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ છે.
સૌ પ્રથમ આ વેબસાઈટ નું હોમ પેગ ઓપન કરો, ત્યારબાદ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો.
તમારે રજિસ્ટ્રેશન કર્યા બાદ હવે લોગીન કરવાનું રહેશે જે તમે રજીસ્ટર મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
આ વેબસાઈટમાં લોગીન કર્યા બાદ આ યોજના નો ઓપ્શન મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે.
ત્યારબાદ તમારી સમક્ષ એક નવું પેજ ઓપન થશે, અહી તમારે તમારું આ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે.
તમારે ધ્યાનથી ફોર્મ ભરવાનું છે ત્યારબાદ આગળ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે.
આ રીતે તમે આ ફ્રી સિલાઈ મશીન યોજના માં ફોર્મ ભરી શકો છો.
આ વાંચો :-
પીએમ કિસાન યોજના નો હફતો આ ખેડૂતો નહિ મળે, જાણીલો નવી અપડેટ વિશે સંપૂર્ણ માહિતી
Top 5 Facts About Rohit Sharma, રોહિત શર્મા વિશે આ પાંચ વાતો 90% લોકો નથી જાણતા !
વ્હાલી દિકરી યોજના માં કોને મળશે લાભ અને કઈ રીતે કરશો અરજી ? જાણો સંપૂર્ણ માહિતી !

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે